________________
૧૪૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ ચોકી ઉપર ઉભા રહ્યા. રાત વીતતી જતી હતી. બધા સૂઈ ગયા હતા. પહેરેગીરો ભેગા થઈ ગપે વળગ્યા હતા. વાતો કરતા તેઓ આપવીતી કહેવા લાગ્યા. તેમાં સાયર અને નીરે પોતાની વીતક કહી. તંબુમાં જાગતી પડેલી મલયાગિરિ તે સાંભળી ચંચળ થઈ ગઈ. તરત બહાર આવી ને “મારા દીકરા !” કહી હર્ષથી ભેટી. દીકરા પણ હર્ષથી રડી પડ્યાં. મલયાગિરિએ પણ પોતાના યુવાન દીકરાઓને પોતે કેવાં કેવાં દુઃખો સહ્યાં આદિ કહ્યું. સાંભળીને રડતા પુત્રોએ કહ્યું, મા ! હવે તું ચિંતા કરીશ નહીં, સવારે સહુ સારા વાના થશે.”
પરોઢ થતાં જ સાયર અને નીર માને લઈ પુકાર કરવા રાજદરબારે આવ્યા. આવતું રાજ્ય છતાં રાજાને જંપ નહોતો. શાંતિ નહોતી. તેને અંદર ને અંદર પત્ની-પુત્રવિયોગ ઝુરતો હતો. સવારના પહોરમાં તે ફરિયાદ સાંભળવા તૈયાર થઈ ગયા. સાયર અને નીરે પોતાની આખી વાત કહી અને અમારા પરિવારને છિન્ન ભિન્ન કરનાર સાર્થવાહ અહીં જ છે તે પણ કહ્યું. રાજાએ પોતાના પરિવારને ઓળખી પોતાની ઓળખાણ આપી. તેમના પરિવારમાં જ નહીં, રાજમહેલમાં જ નહીં પણ સમસ્ત નગરમાં આનંદ મંગળ વરતાઈ રહ્યાં. બાર વર્ષ પછી મા-બાપ પુત્ર ને પતિપત્ની મળ્યા હતા. આનંદનો પાર નહોતો. સાર્થવાહને દંડની શિક્ષા આપી. પોતાના પરિવારનો તેને વિયોગ ન થાય માટે સીમાપાર તગડી મૂક્યો. ચંદને બંને રાજ્યનું ન્યાયપૂર્વક પાલન કર્યું. પતિ-પત્નીએ દઢતાપૂર્વક શીલનું પાલન કર્યું ને સ્વર્ગ પામ્યા. પૂર્વપુયે જ સમાન ધર્મવાળું દાંપત્ય પામે છે. જો દુઃખમાં પણ તેઓ શીલ ચૂકતા નથી તો અચૂક સુખ અને યશ પામે છે.
૧૦૦
રૂપાળીને ઘણાં ઇચ્છે मिथो हिंसां समीहंते, एकस्त्रीस्पृहया नराः ।
ततस्तां परिमुञ्चन्ति, त एव विबुधेश्वराः ॥१॥ અર્થ:- એક સ્ત્રી માટે માણસો એકબીજાને મારી નાખવા તૈયાર થાય છે. માટે સ્ત્રીનો જ ત્યાગ જેઓ કરે છે, તેઓ પંડિતોના પણ પંડિત છે.
પોતાની સ્ત્રીને પણ કોઈ બીજો અનુરાગથી જોવે, હસીને બોલાવે તો તે પણ બળતરાનું કારણ છે. સ્ત્રી બીજાને જોવે કે હસીને બોલે તો તે પણ માણસ સહન કરી શકતો નથી, તો તે નારી કેટલા દુઃખનું કારણ કહેવાય ! જે એકને જોઈએ તે બીજાને પણ જોઈએ છે. જેનું જોર ચાલે તે લઈ જાય એવું પણ બને. અને માણસના મનનું ક્યાં ઠેકાણું છે? આજે જે ગમતું તે કાલે ન પણ ગમે. માટે સ્ત્રીનો જ જે ત્યાગ કરે તે જ સાચો પંડિત છે, આ વાત ઈલાચીકુમારને મોડે મોડે પણ સમજાઈ ને તે સુખી થયો.