________________
૬૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ પણ તેમાં જોડાયો. પર્વત અને પિપ્પલાદ યજ્ઞ-યાગાદિ ક્રિયાકાંડ કરાવવામાં, રાજાના આદરમાન મેળવવામાં અને ઇચ્છિત સ્વાદ માણવામાં પડ્યા. અશુર મહાકાલને પણ સંતોષ થવા લાગ્યો કે હવે રાજાઓની મતિ ભ્રષ્ટ થશે ને પરિણામે તેઓ રાજય અને સદ્ગતિથી પણ ભ્રષ્ટ થશે.
આથી સગરના વૈરની અને બદલાની ભાવના જાણે સંતોષવા લાગી. તે યજ્ઞો માટે પ્રેરણા કરતો અને તેનું સારું પરિણામ દેખાડતો. રોગ આતંક આદિ ઉપદ્રવ કરતો પછી યજ્ઞો થતાં તેનું ઉપશમન કરતો. યજ્ઞમાં હોમેલા પશુને પોતાની દૈવીશક્તિથી વિમાનમાં મહાલતાં સાક્ષાત્ બતાવતો. આમ પ્રત્યક્ષ ફળ દેખાતાં લોકો યજ્ઞના પ્રભાવમાં આવ્યા. યજ્ઞમાં માણસ પણ હોમાવા લાગ્યા. ને તેમને દેવવિમાનમાં મહાલતાં લોકોએ નિહાળ્યા. આમ નિઃશંકપણે હિંસા પ્રવર્તવા લાગી ને યજ્ઞને નામે પોષાવા લાગી. પરિસ્થિતિ એ આવી કે સગરરાજા ઉપર મહાકાલે સંમોહન કરી તેને પણ પત્ની સહિત યજ્ઞમાં હોમાવી દીધા. પિપ્પલાદે પણ પોતાના માતા-પિતાને ઓળખી તેમને પણ યજ્ઞમાં હોમ્યાં ને વૈરની તૃપ્તિ મેળવી, આ રીતે લોકોમાં હિંસામય અનાર્ય વેદ પ્રવર્યા. જે માણવક નામના નિધાનમાંથી ઉદ્ધરીને ભરત મહારાજાએ પોતાના સ્વાધ્યાય નિમિત્તે રચ્યા હતા, તેમાં બાવ્રતની સ્વીકૃતિના સૂચક બાર અંગ પર બાર તિલક, રત્નત્રયના સૂચક ત્રણ રેશામય જનોઈ આદિ વિધાન, તીર્થંકર પરમાત્માની સ્તુતિ વગેરે જણાવાયું છે તે વેદની પ્રવૃત્તિ અટકી ગઈ.
આમ અસત્ય-સત્યનો કે તેના પરિણામનો વિચાર કર્યા વિના જે આત્માઓ નિરપેક્ષ થઈ પ્રવૃત્તિ કરે છે. તેઓ મહાઅનર્થને પામે છે.
વસુરાજા, પર્વત અને પિપ્પલાદ આદિ અસત્યવાદથી નીચગતિને પામ્યા ને અનર્થકારી પરંપરા ઊભી કરી અનેક જીવોને દુર્ગતિમાં નાંખનારા થયા. આ સમજીને હિતની કાંક્ષાવાળા આત્માઓએ સત્યનો આદર અને અસત્યનો સદંતર ત્યાગ કરવો.
૦૬.
અસત્યના વિભાગ અસત્ય ચાર પ્રકારે છે. પ્રથમ અભૂતોભાવન (ન હોય તેને ઉપજાવવું), અથવા જેવું નથી છતાં તે કે તેવું કહેવું. જેમકે આત્મા સર્વગત ન હોવા છતાં સર્વગત કહેવો. શ્યામકનામનું ધાન્ય ચોખા જેવું ન હોવા છતાં ચોખા જેવું જ કહેવું. આ અભૂતોદ્ભાવન અસત્ય.
બીજું ભૂતનિધવ અસત્ય. એટલે વિદ્યમાન વસ્તુનો નિષેધ કરવો. જેમકે આત્મા નથી, પુણ્ય-પાપાદિ નથી, પરલોક નથી એમ કહેવું ઈત્યાદિ.