________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૦૫ કિનારે પહોંચ્યા. વેરાન વનમાં સુંદર વાવડી જોઈ તેઓ તેમાં સ્નાનાદિ કરવા લાગ્યા. ત્યાં રહેતી કોઈ દેવીએ તે યુવાન અને સ્વસ્થ વણિકપુત્રોને પોતાની સાથે વિષયક્રીડા કરવા કહ્યું. “તેમ નહિ કરો તો તમારા માથા ઉતારી લેવામાં આવશે.” તેમ કહી તેમને તૈયાર કર્યા. તેમના શરીરના અશુભ પુદ્ગલો દૂર કરી શુભનું સંક્રમણ કરી તે દેવી તેમની સાથે ભોગો ભોગવતી કાળ વિતાવવા લાગી.
એકવાર ઈન્દ્રનો લવણસમુદ્રની સફાઈ માટે આદેશ થતાં તે દેવીએ ત્યાંથી જતાં જિનપાલજિનરક્ષિતને કહ્યું – “તમે બધે જજો, પણ દક્ષિણ તરફના વનમાં ન જશો, કેમકે ત્યાં એક એવો સર્પ રહે છે કે તેની દૃષ્ટિ પડતાં જ માણસ બળી જાય.” તેમણે હા પાડી. માણસનું મન વિચિત્ર છે. તેને જેની ના પાડવામાં આવે, તેનું જ તેને જબ્બર ખેંચાણ થાય. દેવીના ગયા પછી તેમણે કૌતુકવશ દક્ષિણના અરણ્યમાં જ ચાલવા માંડ્યું. સાવધાનીપૂર્વક આગળ જતાં તેમણે હાડકાનો એક ઢગલો જોયો. તેની સમીપમાં જ એક માણસને શૂલમાં પરોવેલો મૃતપ્રાયઃ અવસ્થામાં જોયો. તેની પાસે જઈ તેમણે પૂછપરછ કરતાં જાણ્યું કે તેમના આવતા પૂર્વે દેવી આની સાથે વિલાસ માણતી હતી.
હવે તેણે જ આને ભૂલીમાં પરોવી દીધો હતો. ભયભીત થયેલા બંને ભાઈઓ સમજી ગયા કે આપણી પણ આ જ ગતિ થવાની. છેવટે તે જ માણસને તેમણે પૂછયું કે “કોઈ બચવાનો ઉપાય ખરો? તેણે કહ્યું – “હા ઉપાય છે. અહીંથી પશ્ચિમ દિશાએ દૂર એક શૈલક નામે યક્ષરાજ છે. પર્વતિથિએ તે ઉચ્ચ સ્વરે બોલે છે કે “હું કોને તારું ને કોને પાળું?' તમારે ત્યાં જઈ તેની રોજ પૂજા કરવી અને જ્યારે તે બોલે ત્યારે તમારે વિનયપૂર્વક કહેવું કે - “હે યક્ષરાજ ! અમને તારો ને અમને જ પાળો.” ઈત્યાદિ કહી થોડીવારે તે મૃત્યુ પામ્યો. તે બંને ભાઈએ તેના કહ્યા પ્રમાણે કર્યું. યક્ષે કહ્યું - “તે વ્યંતરી અતિકામી ને દુષ્ટ છે. પણ તમે સમયસર ચેતી ગયા છો ને તમને અનુકૂળતા મળી છે માટે આ મારા બનાવેલા ઘોડા પર બેસી ભાગવા માંડો. પણ યાદ રાખજો, સમુદ્ર ઉપરથી તમને જતાં જોઈને એ તમારી પાસે આવશે ને તમને ભોળવવા પ્રયત્ન કરશે. પણ તમે એની વાતમાં આવશો નહીં. જો જરાપણ ક્ષોભ પામ્યા તો તરત પાણીમાં પડશો ને ભૂંડા હાલે માર્યા જશો.
સમય આવ્યે ક્રૂર નારી પણ એવી મનોરમ બની શકે છે ને એવો ડોળ દેખાવ કે શબ્દો બોલી શકે છે કે મોટા મહારથી પણ ત્યાં થાપ ખાઈ જાય છે. બધું કાર્ય સરલ છે પણ રાગ જીતવો એ સંસારનું મોટામાં મોટું ને અઘરામાં અઘરું અટપટું કામ છે. યક્ષની બધી શિખામણ સારી રીતે સમજી લીધી, અને કહ્યું કે - કોઈ પણ રીતે તે વ્યંતરીથી અમારું મન પીગળશે નહીં.”
યક્ષે ઘોડો વિકર્ણો ને બંને ભાઈ સવાર થઈ ચાલ્યા. દેવીને ખબર પડતાં જ તે તેમની પાછળ દોડી. મધુર આલાપ કરતી બોલી – “તમે તો મારા પ્રાણથી પ્યારા છો. તમારા વિના હું જીવી જ કેમ શકીશ? સંસારની સઘળી સમૃદ્ધિ તમારા ચરણે ધરીશ. તમારા જવાના સમાચાર