________________
૧૩૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ આ પ્રમાણે વિષયજન્યસુખ કિંપાકફળની જેમ પરિણામે અતિદારુણ અને મધુબિન્દુ જેવું સાવ તુચ્છ અને અલ્પ છે એમ જાણી સમજુ જીવે સદૈવ વિષયથી વિરક્ત થઈ શીલના અનુરાગી થવું. શીલ વિના કદી નિતાર થતો નથી. માટે યત્નપૂર્વક શીલધર્મમાં સબળ થવું.
GO વિષયીને પણ શીલનો પાઠ શિખવવો या शीलभङ्गसामग्री-सम्भवे निश्चला मतिः ।
सा सती स्वपतौ रक्त-तराः सन्ति गृहे गृहे ॥ અર્થ - શીલભંગની બધી સામગ્રીનો સંભવ હોય, છતાં જે નિશ્ચલ મતિ રાખે, તેમજ માત્ર પોતાના પતિમાં જ અનુરક્ત હોય તે સતીનારી કહેવાય. બાકી તો નારી ઘરે ઘરે છે. અહીં શીલવતીનું ઉદાહરણ સમજવા જેવું છે.
શીલવતીની કથા જંબૂદ્વીપના નંદન નગરમાં એક રત્નાકર નામના શેઠ રહે. તેને અજિતનાથપ્રભુની શાસનદેવતા અજિતબલાદેવીની કૃપાથી અજિતસેન નામનો ગુણિયલ પુત્ર થયો. તે યુવાન થતા શીલવતી નામની ગુણવતી કન્યાને પરણ્યો. આ શીલવતી શકુન નિમિત્તાદિની જાણકાર હોઈ તે ધનલાભની વાત પતિને જણાવતી, તેથી સારી એવી દ્રવ્યપ્રાપ્તિ થતી. આથી ઘર પરિવારમાં શીલવતીનો સારો મોભો ને માન હતું, અજિતસેન પણ પોતાની બુદ્ધિના પ્રતાપે રાજાનો મંત્રી થયો હતો.
એકવાર યુદ્ધનો પ્રસંગ ઊભો થતાં રાજાએ મંત્રી અજિતસેનને સાથે આવવા આજ્ઞા કરી, મંત્રીએ ઘરે આવી બધી વાત શીલવતીને જણાવી ઉમેર્યું - “મારા ગયા પછી તું એકલી હશે. પતિ વિના નારીને કેમ ગમે ને કોણ એનું? પરદેશ કે યુદ્ધ જેવા કાર્યો ગયેલો પતિ સમયસર પાછો ન વળી શકે ને કેટલીક સ્ત્રીઓ સ્વેચ્છાચાર સેવે છે.” આ સાંભળી વાતનો મર્મ પકડી શીલવતી રડતાં બોલી- “તમને વધારે તો શું કહું? પણ લો આ પુષ્પની માળા. મેં જ હમણાં ગૂંથી છે. જ્યાં સુધી મારું શીલ અખંડ હશે. ત્યાં સુધી આ માળા નહિ કરમાય.” નિશ્ચિત થયેલો મંત્રી રાજા સાથે ગયો. અજિતસેનના ગળામાં સદા ખીલેલા પુષ્પની માળા જોઈ રાજા આશ્ચર્ય પામ્યો કે યુદ્ધની ભૂમિમાં આ રોજ તાજી માળા ક્યાંથી લાવે છે? પણ પછી તેણે જાણ્યું કે આ તો શીલવતીના શીલમાહાસ્યથી માળા કરમાતી નથી. રાજાને આશ્ચર્ય થયું.
એકવાર રાવટીમાં મંત્રીઓ સાથે બેઠેલા રાજાએ કૌતુકથી કહ્યું કે- “આપણા અજિતસેન