________________
૧૪o
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ અને કળાધાત્રી કન્યા છે. યોગ્ય વર ન મળવાથી ઘણાં સ્વયંવર નિષ્ફળ ગયા. તેથી મૂંઝાયેલા રાજાને મેં આપની વાત કરી તેમણે મને આ ચિત્ર અપાવ્યું. હવે આપને સ્વયંવરમાં પહોંચવાનું છે. મને લાગે છે કે આપ જ એ કન્યાને યોગ્ય છે.” ઇત્યાદિ વાત સાંભળી. રાજકુમારીનું ચિત્ર આદિથી પ્રભાવિત થયેલા રાજા વિશાલપુરના સ્વયંવરમાં ગયા ને પુણ્યયોગે કલાવતીએ તેમને વરમાળા પહેરાવી, તેનું પાણિગ્રહણ કરી કલાવતી સાથે ઠાઠમાઠથી પોતાના નગરે આવ્યો.
સુખપૂર્વક તેમના દિવસો વીતતા હતા, કેટલાક વખતે કળાવતી સગર્ભા થઈ. પ્રથમ પ્રસૂતિ વખતે કળાવતીના પિયરીયાએ બોલાવવા મંત્રી આદિને મોકલ્યા. તેમની સાથે કળાવતીના ભાઈએ બહેન માટે સુંદર હીરાના વલય (કડાં) મોકલ્યા. તેઓ રાણીવાસમાં આવીને રાણીને મળ્યાં અને જે કાંઈ લાવ્યા હતાં તે તેને આપ્યું. વહાલા ભાઈએ મોકલેલા સુંદર ને મોંઘા કડાં જોઈ કળાવતીને ઘણો આનંદ થયો. તેણે પાસે ઉભેલી દાસી આદિ સ્ત્રીઓને કહ્યું- “મારા ભાઈનો હજી મારા પર તેવો ને તેવો જ સ્નેહ છે. સામાન્ય રીતે બહેનને વળાવ્યા પછી તેમાં ઓટ આવી જતી હોય છે. આ વાત ચાલતી હતી ત્યાં રાજા આવ્યા અને પડદા પાછળ ઊભા રહી વાત સાંભળવા લાગ્યા. વાત આગળ ચાલી “કેવા મજાના કડાં છે જાણે મમતાનું જ પ્રતિબિંબ ! મારા પર એનો એવો ને એટલો પ્રેમ છે, મારો પણ તેના પર તેવો ને તેટલો જ પ્રેમ છે. હમણાં તો ઘણાં દૂર છીએ પણ અમે શીધ્ર જ મળશું.” નામ વિનાની વાત સાંભળી રાજા તો જાણે દાઝી ગયા. પત્ની ઉપર વહેમ થયો. આને કોઈ અન્ય સાથે સંબંધ છે. તેણે હાથમાં પહેરવાના વલય અહીં મોકલી આપ્યા છે. એમ સંદેહ થયો. રાજાના શરીરમાં ક્રોધ વ્યાપી ગયો. વિચાર્યું
अन्तर्तिषमया ह्येते बहिरेव मनोहराः ।
गुञ्जाफलसमाकारा योषितः केन निर्मिताः ॥ १ ॥ અર્થ :- આશ્ચર્ય છે કે અંદરથી વિષમય પણ બહારથી સુંદર દેખાતી ચણોઠી જેવી આ સ્ત્રીઓ કોણે ઘડી હશે?
આવી ઉત્તમકુળવતી સ્ત્રી આવી કુલટા છે, તો સંસારમાં ક્યાં સારાવાટ હશે? નીતિકારોએ સાચું જ કહ્યું છે કે – “પાણીમાં જેમ માછલાના પગલા, અને આકાશમાં પક્ષીઓના પગલા જણાતા નથી.” તેમ સ્ત્રીના ચારિત્રને બ્રહ્મા પણ જાણી શકતા નથી. આમ ચિંતવી પાછા ફરી ગયેલા શંખરાજાએ કલાવતી માટે યોજના ઘડી.
બે ચાંડાલણીઓને સમજાવી કહ્યું કે - “અમુક વનમાં રાણી કલાવતીને મોકલવામાં આવશે. તમારે તેના કડા સહિત કાંડા કાપી મારી પાસે લાવવા.” તેમને રવાના કરી રાજાએ રથિકને કહ્યું“કાલે વહેલી સવારે કલાવતીને હું ઉપવનમાં બોલાવું છું, એ બહાને અમુક જગ્યાએ લાવી છોડી દેવી.” રથિકે તે પ્રમાણે કલાવતીને કહેતાં તે ભોળી હર્ષઘેલી પહેર્યા કપડે રથમાં બેસી ગઈ. તેને પુરા મહિના જતા હતા તે વારે વારે રથિકને પૂછતી રહી કે – “આર્ય ક્યાં છે? હવે આપણે કેટલે