________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
૧૨૯ મંગળ કરી દંપતીને રાજમહેલે લાવે છે. રાજમહેલમાં રહેવાથી થોડા જ દિવસોમાં વલ્કલગીરી ચતુર અને કળામાં કુશળ થયો. પ્રસન્નચંદ્ર શાંતિપૂર્વક એકવાર સોમચંદ્રઋષિને વલ્કલગીરીના સમાચાર આપતાં તેમની ચિંતાનો અંત આવ્યો.
રાજમહેલમાં વસતાં, સ્ત્રી સાથે વિષયોપભોગ સેવતાં વલ્કલચીરીને બાર વર્ષ થઈ ગયાં. એક રાત્રિએ તેમને વિચાર આવ્યો કે - “હું કૃતઘ્ન છું, કેવો ઇન્દ્રિયોનો દાસ થઈ ગયો છું? પિતાને પાછલી વયમાં એકલા વનમાં છોડી દઈ હું રાજવૈભવમાં સ્ત્રીઓ સાથે મહાલું છું. તેણે ભાઈને વાત કરી કે – “ઘણાં સમયથી પિતાજીના દર્શન નથી કર્યા. માટે આજે ત્યાં જઈ આવું. ભ્રાતૃવત્સલ રાજા પણ ભાઈની સાથે જ વનમાં ગયો. બંનેએ પિતાનાં દર્શન કરી પ્રણામ કર્યા. સોમચંદ્રઋષિએ વલ્કલચીરીને પાસે બેસાડી પંપાળ્યો અને કુશળ સમાચારાદિ પૂછયાં. તેમના નેત્રપટલ બાઝવાથી તેઓ જોઈ શકતા નહોતાં, પણ હર્ષાશ્રુનો વેગ આવતાં પડલ ઉતરી ગયા. વલ્કલચીરીને બારવર્ષ પૂર્વે ગોપવેલ પોતાના પાત્ર આદિ ઉપકરણો યાદ આવતાં તેણે કાઢ્યાં અને ખેસના છેડાથી પ્રમાર્જના કરતાં વિચાર્યું કે, મેં આ પ્રમાણે પ્રમાર્જના - પ્રતિલેખનાં ક્યાંક કરી છે. આમ ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું. પૂર્વભવ પ્રત્યક્ષ થતાં તેણે જાણ્યું કે “અરે ! ગયા ભવમાં જ છોડેલું સાધુજીવન પણ મેં ન જાણ્યું? સ્ત્રીસંગતની લંપટતાને ધિક્કાર છે.” આમ આંતરિક પશ્ચાત્તાપ અને શુભધ્યાનના યોગે તેમને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કેવળીએ દેશના દીધી. સોમચંદ્ર પણ બોધ પામી દીક્ષા લીધી. રાજા પ્રસન્નચંદ્ર બ્રહ્મચર્યવ્રત લઈ ઘરે આવ્યા. પ્રત્યેકબુદ્ધ વલ્કલચીરીમુનિ થયા. પ્રભુ મહાવીરદેવ પાસે આવ્યા ને અંતે મોક્ષ પામ્યા.
આ પ્રમાણે વલ્કલચીરીમુનિએ તાપસપણાના ઉપકરણોની પ્રમાર્જના કરતાં તેની જ રજ નહિ પણ આત્માના પ્રદેશોમાં લાગેલી કર્મવર્ગણાને દૂર કરી. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની ધૂળ દૂર કરી. તેઓ કામદેવને જીતનારા પ્રત્યેકબુદ્ધ તરીકે પ્રસિદ્ધ થયા.
લ્પ રાગાંધ કાંઈ જોતો નથી. मातरं स्वसुतां जामि, रागान्धो नैव पश्यति ।
पशुवद् रमते तत्र, रामापि स्वसुतादिषु ॥१॥ અર્થ:- કામરાગથી આંધળો બનેલ માણસ માતા, દીકરી કે બહેનને જોતો નથી. પશુની જેમ તે વિવેકહીન થઈ માતાદિ સાથે રમણ કરે છે. તેમ સ્ત્રી પણ કામાંધ થઈ પોતાના પુત્રાદિ સાથે રમે છે.
આ સંબંધમાં અઢાર નાતરાનો પ્રબંધ પ્રસિદ્ધ છે.