________________
૧૩૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
કુબેરસેના વેશ્યા પણ ગૃહસ્થધર્મ સ્વીકારી શ્રાવિકા બની.
આ પ્રમાણે જે વિવેકી આત્માઓ વિષયની દુષ્ટતા વિચારી રાગાંધપણું મૂકી શુભશીલનું આચરણ કરે છે, તે કુબેરદત્તની જેમ વિશ્વમાં અવશ્ય ઉત્તમ સંપદા અને વિપુલ કીર્તિ પામે છે.
સુખ-દુઃખની તુલના આંતરિક ખાલીપણાને આનંદના અભાવને પૂરો કરવા માણસ બાહ્યસુખને ઝંખ્યા કરે છે. પરંતુ બાહ્યસુખથી આંતરિક સુખ તો મળતું તો નથી, ઉલટાનો ક્લેશ જ વધે છે. કહ્યું છે કે
सुखं विषयसेवायां, अत्यल्पं सर्षपादपि ।
दुःखं नाल्पतरं क्षौद्र-बिन्द्रास्वादक-मर्त्यवद् ॥१॥ અર્થ - વિષય આસેવનમાં સરસવના દાણા કરતાંય અતિઅલ્પ સુખ રહ્યું છે ત્યારે દુઃખનો કોઈ પાર નથી. મધના બિન્દુ ચાટનારા માણસની જેમ.
વિષય ભોગવવામાં ઘણું જ અલ્પ સુખ છે. તે બાબત આગમમાં કહ્યું છે કે જેમાં સાવ ક્ષણિકસુખ છે ને લાંબાકાળ પર્યતનું દુઃખ છે. સુખ દૂર રહે છે ને દુઃખ કેડો છોડતું નથી, આવું અનર્થની ખાણ જેવું કામભોગજન્ય સુખ મુક્તિનું પ્રતિપક્ષી છે.” વળી કહેવામાં આવ્યું છે કે, “કંપ, ખેદ, ભ્રમ, મૂછ, ચક્કર, ગ્લાનિ, બળની હાનિ અને શ્વાસ-યાદિ રોગ મૈથુનસેવનથી ઉપજે છે. ઉપદેશમાળામાં જણાવ્યું છે કે – જેમ ખુજલીના રોગીને મીઠી ચળ આવે ત્યારે ખંજવાળવાથી જેમ અંતે દુઃખ જ થાય છે, છતાં તે પ્રારંભમાં સુખ જ માને છે, તેવી જ રીતે મોહાતુર માણસ પરિણામે દુઃખરૂપ જ હોવા છતાં સુખરૂપ માને છે. પરિણામે દુઃખદાયી સુખ પણ વસ્તુતઃ તો દુઃખ જ છે. આગમમાં કહ્યું છે કે – “હે ગૌતમ ! દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી તેમજ પરસ્ત્રીગમન કરવાથી જીવ સાતવાર સાતમી નરકે જાય છે, વળી કહ્યું છે કે - “જે કોઈ પુરુષ પરસ્ત્રી સાથે જેટલીવાર આંખના પલકારા કરે તે તેટલા હજાર કલ્પ વર્ષ સુધી તે નરકાગ્નિમાં શકાય છે. આમ વાસ્તવિક વિષયજન્યસુખ દુઃખરૂપ હોવા છતાં મધુબિંદુને ચાટનારા માણસને જેમ જણાયું હતું તેમ સુખરૂપ ભાસે છે. મધુબિંદુનું આ દાંત સંસારમાં અજોડ છે.
મધુબિંદુનું દષ્ટાંત કોઈ એક માણસ અરણ્યમાં સાર્થથી વિખૂટો પડી ઘોર વનમાં જઈ ચડ્યો. એ જંગલ તો બિહામણું હતું જ, પણ ત્યાં સાક્ષાત્ યમરાજ જેવો એક હાથી તેને જોઈ સૂંઢ ઉલાળી તેની સામે દોડ્યો. ભયભ્રાંત થયેલો તે માણસ પડતો-આખડતો, પાછો ઊઠીને દોડતો ત્યાંથી નાઠો. આગળ