________________
૧૨૮ :
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ નાસવાની ચતુરાઈ ન હોય તે પિતાના ભયથી ત્યાં જ ક્યાંક સંતાઈ ગયો ને પછી પોતાના આશ્રમ તરફ પગપાળા ચાલ્યો. વેશ્યા પાસેથી રાજાએ જાણ્યું કે વલ્કલચીરી અહીં પણ ન આવી શક્યો ને તેણે આશ્રમ પણ છોડી દીધો ત્યારે તેને ઘણી ચિંતા થઈ. તપાસ કરાવી પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહીં. રાજાને લાગ્યું કે - “મારો ભોળો ભાઈ બંને સ્થાનથી ભ્રષ્ટ થયો. આશ્રમ અને મહેલ બંનેથી ગયો. તે ક્યાં હશે ને કેમ હશે? આ શોકથી તેણે ગીતનૃત્ય આદિનો આખા નગરમાં નિષેધ કરાવ્યો.
આ તરફ પોતન આશ્રમ જવાની ઇચ્છાથી વલ્કલચીરી એકલો વનમાં આગળ વધ્યો. માર્ગમાં એક રથવાને તેને જોઈ પૂછ્યું - “બાળઋષિ તમારે ક્યાં જવું છે?' તેણે કહ્યું - પોતનઆશ્રમ જવું છે.” રથવાળાએ હું પણ ત્યાં જ જઉં છું.” કહી તેને રથમાં બેસાડ્યો. તેમાં બેઠેલી રથવાળાની પત્નીને “તાત વંદે (હે પિતાજી ! વંદન કરું છું, એમ કહ્યું. સ્ત્રીએ પતિને કહ્યું - “આ તો સ્ત્રીપુરુષના ભેદને પણ નથી સમજતો, કેવો મુગ્ધ છે!” તેમણે લાડવા ખાવા આપ્યા. વલચીરી કહેવા લાગ્યો - “આ ફળ તો પેલા સુંદર તપસ્વીઓએ આપેલ તેવા જ છે !' આમ વાત કરતાં તેઓ આગળ જતા હતા ત્યાં એક ચોર મળ્યો. બળવાન રથિકે ચોરને જીતી તેનું ધન પડાવી લીધું ને પોતનપુરમાં બધા આવ્યા. છૂટા પડતાં રથવાને કહ્યું – “આ પોતઆશ્રમ આવ્યું. ક્યાં જવું છે તે પણ તમે જાણતા નથી. પૈસા વગર તો તમને સ્થાન કે ભોજન પણ મળશે નહીં. લ્યો આ ધન, એમ ચોર પાસે પડાવેલા માલમાંથી કેટલોક તેને આપ્યો ને છૂટા પડ્યા.
વલ્કલચીરી આગળ ચાલ્યો. જાતજાતની વેશભૂષાવાળા સ્ત્રી-પુરુષો, ઊંચી હવેલી અને દુકાનની શ્રેણિ જોઈ તો અચંબામાં પડ્યો કે આ બધું છે શું? આ કઈ જાતનો મર્યાદા વિનાનો આશ્રમ? ને આ કેવી જાતના તપસ્વીઓ !!! જે સામે મળે તેને કહે “તાત વંદે, તાત વંદે ને લોકો આ સાંભળી હસવા લાગે. માર્ગે જતી વેશ્યાએ જોઈ તેને બોલાવ્યો. તેણે કહ્યું, મને સ્થાન અને ફલ આપો. તે માટે રથિકે આ ધન આપ્યું છે. તે તમે લઈ લો.' વેશ્યા ઘણી રાજી થઈ. સ્નાનઘરમાં લઈ જઈ તૈલમર્થન આદિ કરી સારી રીતે સ્નાન કરાવ્યું. વલ્કલચીરીએ વ્યાધિની જેમ બધું સહન કર્યું. તે વેશ્યાને એક પુત્રી હતી, જે પરણવાની હઠ લઈ બેઠેલી. તેણે ઋષિપુત્ર સાથે પરણાવવાની ઠાઠપૂર્વક તૈયારી કરી. પાણિગ્રહણ થયું. ગીત, નૃત્ય ને વાજિંત્રનો નાદ સાંભળી તેણે વિચાર્યું આ લોકો કૂદકા મારીને કઈ જાતનો સ્વાધ્યાય કરી રહ્યા છે? મને ભૂખ લાગી છે ને કાંઈ ફળ તો આપતા નથી !
આ વેશ્યાની સમીપમાં જ રાજવાડો હતો. મૃદંગાદિ લગ્નવાદ્ય અને ગીતો સાંભળી રાજાએ વેશ્યાને બોલાવી કહ્યું – “અમારે ત્યાં શોક પ્રવર્તે છે, ત્યારે તે આ શું માંડ્યું?' તેણે કહ્યું - “નૈમિત્તિકના વચનથી તાપસકુમારને મેં હમણાં જ મારી કન્યા પરણાવી છે. તેના આનંદમાં અમે આ વાજા વગડાવ્યા છે. તે વખતે જમણું અંગ ફરકવાથી રાજાએ નિશ્ચય કર્યો કે તે કુમાર મારો ભાઈ જ હશે, રાજા પોતે વેશ્યાને ઘેર આવી વલ્કલચીરીને ઓળખે છે ને ઉલ્લાસપૂર્વક વિવાહ