________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૧૧
૯૦
સ્ત્રીઓની દુષ્ટતા જાણી તેનો નિયમ કરવો
સ્ત્રીજાતિના કેટલાક મૂળભૂત દોષોમાં કપટ-માયાવીપણું અગત્યનું કામ કરે છે. માટે સ્ત્રી કપટમૂલક કહેવાય છે. તેથી જ બુદ્ધિશાળી પુરુષો સ્ત્રીનો વિશ્વાસ કરતા નથી. તે કહે છે એકને, સ્વીકારે છે બીજાને તથા તેને વાસનાથી કદી તૃપ્તિ થતી નથી.
નીતિમાં કહ્યું છે કે સ્ત્રીને પુરુષથી બમણો આહાર, ચાર ગણી લજ્જા, છ ગણો વ્યવસાય અને આઠ ગણો કામ (વિષયાભિલાષ) હોય છે. આના અનુસંધાનમાં રાજા ભર્તૃહરિનું જગપ્રસિદ્ધ દૃષ્ટાંત આ પ્રમાણે છે.
મહારાજા ભતૃહિરનું ચરિત્ર
માલવાની રાજધાની અવંતિકા નગરીમાં ભતૃહિર નામના રાજા રાજ્ય કરતા હતા. તેમના નિરુપદ્રવી રાજ્યમાં કોઈ મુકુંદ નામનો ગરીબ બ્રાહ્મણ ધનપ્રાપ્તિ માટે હરસિદ્ધિદૈવીની ઉપાસના કરતો હતો. દેવી પ્રત્યક્ષ થયાં. એ અલ્પપુણ્યવાળાને એક દિવ્યફળ આપી કહ્યું, ‘આ અમરફળ છે. આ ફળ ખાનાર શરીરે સ્વસ્થ અને અતિદીર્ઘ આયુષ્યવાળો થશે.' કહી દેવી અદશ્ય થયા ને બ્રાહ્મણ ફળ લઈ ઘરે આવ્યો. ફળ જોઈ તેણે વિચાર્યું ‘લાંબુ જીવન અને એમાં પાછું સ્વસ્થ શરીર!
આ તો ઉલટાની ઉપાધિ. સ્વસ્થ શરીરને તો ખાવાય ઘણું જોઈએ. જેને ખાવા વધારે જોઈએ તેને શું ન જોઈએ ? પાછું લાંબાકાળ સુધીનું જીવન ! નારે ભાઈ, આપણું કામ નહીં, કોઈ સારા ને સમૃદ્ધ માણસનું જ આ કામ.’ અંતે તેણે એ ફળ મહારાજા ભર્તૃહરિને આપી તેની વિશેષતાનું નિવેદન કર્યું. રાજા ઘણા પ્રભાવિત થયા. બ્રાહ્મણને પછી આવવા જણાવ્યું ને ફળ સ્વીકાર્યું. તેમને પોતાની રૂપાળી રાણી પીંગલા ઉપર ઘણો જ અનુરાગ હોઈ તે ફળ તેને આપ્યું ને તેનો પ્રભાવ-મહિમા જણાવ્યો. હર્ષિત થઈ રાણીએ ફળ લીધું. રાણીને અતિવહાલો એક હસ્તિપાલ હતો. તેની સાથે રાણીને આડો સંબંધ હતો. રાણીએ તે ફળ તેને આપી તેની અચિંત્ય શક્તિ જણાવી.
મહાવતને વળી એક સુંદર અતિ વહાલી કલા નામની ગણિકા સાથે સંબંધ હતો, તેને યોગ્ય જ આ ફળ લાગ્યું. ગણિકા સ્વસ્થ અને સદા યુવાન રહે તે અતિગમતી વાત કહેવાય ને પોતાની ઉપર સદાય તેથી તે પ્રસન્ન પણ રહે. કલાવતીએ ફળ લઈ વિચાર્યું ‘મારૂં તો પાપમય જીવન છે. મારા લીધે કોણ જાણે કેટલાયને અન્યાય થતો હશે. મારે વળી લાંબું જીવન શું કરવાનું ? સર્વ પ્રજાના નાથ અને ન્યાયનિષ્ઠ રાજા ભર્તૃહિરને જ આ ફળ આપવું જોઈએ. જેથી રાજા ને પ્રજા બંનેનું ભલું થાય. એમ વિચારી તેણે એ ફળ મહારાજા ભર્તૃહરિને એકાંતમાં જઈ આપ્યું. ફળ જોતાં જ રાજા ચમક્યો. તેણે પૂછ્યું. ‘સાચું કહો આ ફળ તમને કોણે આપ્યું ?'
રાજાની ભીષણ ભૃકુટી જોઈ વેશ્યાએ હસ્તિપાલનું નામ આપી દીધું. તરત હસ્તિપાલને