________________
૧૨ ૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ જાણે સજીવન થયો હોય તેમ હર્ષઘેલો થઈ ત્યાં દોડી આવ્યો. સારા ઠાઠ-માઠપૂર્વક સહુનો નગરપ્રવેશ કરાવ્યો. રાજ પરિવાર અને નાગરિકો આનંદ પામ્યા. પવનંજય અને અંજનાએ પોતપોતાની વ્યથાની કથા કહી. દિવસે દિવસે તેમની પ્રીતિ વધવા લાગી. પુત્રનું નામ તેમણે હનુમાન રાખ્યું. કેમકે હનુ (ડાઢી)નો ભાગ સુંદર ને અણિયાળો હતો. આગળ જતાં આ હનુમાન અતુલબલશાલી ને મહાપરાક્રમી થયો.
પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામીના સાધુ મુનિરાજના ઉપદેશથી વૈરાગ્ય પામી અંજના અને પવનંજયે દીક્ષા લઈ ઉત્તમ આરાધના કરી અને સ્વર્ગે ગયા.
હનુમાન રાજા થયા. તેઓ વિદ્યાધર રાજાઓમાં સારું માન પામ્યા. દશરથ પુત્ર શ્રી રામચંદ્રજી પ્રત્યે તેમને આંતરિક પ્રીતિ અને આદર હતા. તેમના સેનાધ્યક્ષ પણ હનુમાન હતા.
અંજનાનું આ ચરિત્ર સાંભળી માણસે દઢતાપૂર્વક શીલનું પાલન કરવું ને તેની સુવાસથી સહુને અધિવાસિત કરવા.
૩. સ્ત્રીઓના મોહક અંગો દુઃખનું જ કારણ वामांगीनां मुखादीनि, किं वीक्ष्य वीक्ष्य हृष्यसि ।
क्षणं हर्षमिषादत्ते, श्वभ्रादिषु रूजं परम् ॥१॥ અર્થ - ઓ અજ્ઞ! સુંદરીઓના મુખડા આદિ અંગો જોઈ જોઈ તું શા માટે હર્ષિત થાય છે? ક્ષણિક હર્ષના બહાને આ તને નરકાદિમાં ઘોર પીડા આપશે.
સંસારરસિક જીવો ચંદ્રમુખી કહી તેના મુખને ચંદ્રની ઉપમા આપે છે, કિંતુ ખરેખર તો થુંક-લાળ-શ્લેખ આદિથી ભરેલું કોગળા ન કરાય તો ભૂંડી રીતે ગંધાતું આ મુખડું નરકાદિ દુર્ગતિનું જ મુખ છે. સ્ત્રીના કાળા ભમ્મર કેશકલાપનું સૌંદર્ય કાળોતરાથી જરાય ઉતરતું નથી. તેનો મોહક સીમંત (સેંથો) સીમંત (તે નામનો નરકાવાસ) સુધી લઈ જવા સમર્થ છે, સુરેખ જણાતી નાસિકા સર્વ સ્વસ્થતાની નાસિકા (નાશ કરનારી) છે. રમણીના લાલ ઓઠને અમૃત માની પાન કરનારને ખબર નથી તેનું મોંઘું આયુષ્ય યમરાજ પોતે જ પીવા બેઠો છે. મૂઢકામી તેના ઉન્નત સ્તનને જે ખરેખર તો માંસની ગાંઠ છે, કુંભની ઉપમા આપે છે ને તેના આલિંગનથી સ્વર્ગ સુખની કલ્પના કરે છે પણ તેથી ઉત્પન્ન થનારી કુંભીપાકની વેદના કેમ ભૂલી જાય છે? મનુષ્ય જીવનને ગંદું કરનારા અજ્ઞાની સ્ત્રીને વળગીને જ સૂતા હોય છે, પણ તેમને ગર્ભાવાસમાં ઊંધા માથે ગંદકીમાં લટકી રહેવાના તેમજ યોનિમાર્ગે જન્મ લેતા થયેલા દુઃખોનું વિસ્મરણ થઈ ગયું હોય છે. માટે જ