________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૨૩ વાસ્તવિકતાના જાણ પુરુષો આવી બાલીશ ચેષ્ટા-સ્ત્રીનો ત્યાગ કરે છે. આ સંસારમાં ખરો બળીયો તે જ છે. કહ્યું છે કે --
दर्शनात् स्पर्शनात् श्लेषात् या हन्ति समजीवितम् ।
हेयोग्रविषनागीव वनिता सा विवेकिभिः ॥ १ ॥ અર્થ - જે નારી જોવાથીઅડવાથી કે યાવતુ આલિંગન કરવાથી જીવનની સમતા અને સ્વસ્થતા ક્ષણવારમાં હણી નાખે છે. તે વનિતા (સ્ત્રી)ને ડાહ્યા પુરુષે ઉગ્ર વિષવાળી નાગણની જેમ તરત તજી દેવી.
સ્ત્રી તરફથી મળતું દુઃખ સંસારના અન્ય પ્રાણીઓ તરફથી મળતા દુઃખ કરતા ઘણું ચડીયાતું છે.
निरङ्कशा नरे नारी, यत्करोत्यसमञ्जसात् ।।
तत् कुद्धाः सिंहशार्दूला, व्याला अपि न कुर्वते ॥१॥ અર્થ - નિરંકુશ બનેલી નારી પોતાના પતિ ઉપર જે અઘટિત આચરણ કરે છે, તે ક્રોધિત થયેલા સિંહ-વાઘ કે મોટા સર્પો પણ કરી શકતા નથી. આના અનુસંધાનમાં સુકુમાલિકાનું દષ્ટાંત જાણવું.
સુકુમાલિકાનું દૃષ્ટાંત ચંપાપુરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરે, તેને નામ પ્રમાણે સુકુમાળ શરીરવાળી સુકુમાલિકા રાણી હતી. આવી અતિ સુંદર પત્ની પામ્યા પછી રાજાને જાણે કાંઈ કરવાનું જ રહ્યું નહીં. ક્ષણવાર પણ તે પત્નીથી છેટે જતો નહીં. રાતે ઉંઘમાં પણ તે તેની સાથે જ જાણે મહાલતો હોય. રાજાની અતિવિલાસિતા અને પત્ની તરફની આસક્તિ જોઈ મંત્રીમંડળ પહેલાં તો મુંઝવણમાં પડ્યું. પછી વિચાર્યું. નવી પત્ની છે, એટલે કદાચ શરુઆતમાં આમ હોય. ઘણો સમય વીત્યા છતાં રાજાને રાજ્યની જરાય ચિંતા ન રહી ત્યારે રાજાને સમજાવ્યા. જ્યારે કોઈ રીતે રાણીના જાદૂ ઓછા ન થયા ત્યારે પ્રધાનમંડળે કંટાળીને રાજારાણીને આવાસમાં મદિરા પાઈ દીધી. તેઓ અચેત થઈ જતાં તેમને દૂર જંગલમાં મૂકી આવ્યા અને યુવરાજનો રાજ્યાભિષેક કર્યો. આખરે કેફ ઉતરી જતાં રાજા-રાણી આંખો ચોળી જોવા લાગ્યા કે “આપણી મોગરાના ફૂલની કોમળ શયા ક્યાં ગઈ અને આપણે ક્યાં આવી પડ્યા. આપણો મહેલ, વૈભવ, પરિવાર અને ચાકર વર્ગ ક્યાં ગયો?” છેવટે કાંઈ ન સૂઝતાં તેઓ ઉઠીને ચાલતા થયા. ઘણું ચાલ્યા પણ જંગલનો અંત ના આવ્યો. સુકુમાલિકા રાણીને અસહ્ય તરસ લાગી. છતાં થોડું ચાલી. હવે તેનો કંઠ અને તાળવું સૂકાવા લાગ્યું. તે થાકીને બેસી જતાં બોલી – “હવે પાણી વિના જીવ જાય છે. તેને બેસાડી રાજા પાણી