________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨
૧૨૫
રાજાએ વ્યંગ કરતાં કહ્યું “ધન્ય છે સતી માતા તને ! જે પતિના બાવડાનું લોહી પીધું. સાથળનું માંસ ખાધું તેને ગંગાના વહેણમાં છેવટે પધરાવી દીધો. તારૂં સતીત્વ તો વિશિષ્ટ પ્રકારનું છે.” પછી તેનું ચરિત્ર ઉઘાડું પાડી સ્ત્રી અવધ્ય હોઈ તેને સીમા પારની સજા કરી.
પ્રત્યક્ષ સ્ત્રીચરિત્ર નિહાળતા સ્ત્રીમાત્રથી ધૃણા અને વૈરાગ્ય જભ્યો અને તેમણે સંસારની સર્વ સ્ત્રીઓનો ત્યાગ કર્યો.
આ પ્રમાણે સુકુમાલિકાનું જીવન જોઈ જિતશત્રુ રાજા વિષયથી વિરક્ત થઈ વૈરાગ્ય પામ્યો અને કામ-ક્રોધાદિ ઉપર વિજય મેળવી સાચા અર્થમાં જિતશત્રુ થયા. સ્ત્રીના ચરિત્રનો કોઈ પાર પામી શકતો નથી. તે તો યોગાનુયોગ કોઈકવાર જણાઈ જાય છે. માટે સમજુ માણસે સ્ત્રીથી સદા દૂર રહેવું. માનસિક અને શારીરિક સ્વાથ્ય માટે બ્રહ્મચર્ય ઉત્તમ રસાયણ છે. આત્માના આનંદનો એ અદ્દભૂત ખજાનો છે.
૯૪
ગુણની વિનાશિકા गुणिनां गुणतो भ्रंशं कर्तुं कूटं रचेद् बहुम् ।
यांसा परिहर्तव्या विघ्नकी शुभे पथि ॥१॥ અર્થ :- જે નારી ગુણવાનોને ગુણથી ભ્રષ્ટ કરવા અનેક કપટો-પ્રપંચો કરી શકે છે તેને દૂરથી જ ત્યાગવી, કેમકે શુભ પથમાં-ઉત્તમ માર્ગમાં તે વિગ્ન કરનારી છે.
લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે શંકર જેવા સંસારથી દૂર જઈ બેઠેલા યોગી પુરુષને પાર્વતીએ ભીલડીનું રૂપ ધરીને આકર્ષ્યા હતા. નારીના કહેવાથી નાચતા શિવજી દેવતાઓના હાસ્યનું કારણ બન્યા હતા.
માત્ર શેવાળ અને પાણીના આધારે જીવન જીવનાર, શરીરની જરાય શોભા શુશ્રુષા ન કરનારા તાપસો પણ સ્ત્રીઓના વિલાસ વિભ્રમમાં એવા ભ્રાંત થયા કે ક્ષણવારમાં શીલભ્રષ્ટ થઈ હજારો વર્ષનું તપ લજવ્યું. પુરાણમાં કહ્યું છે કે –
सुगुप्तानामपि प्राय इन्द्रियाणां न विश्वसेत् ।
विश्वामित्रोऽपि सोत्कष्ठः कष्ठे जग्राह मेनकाम् ॥१॥ અર્થ:- ઘણી સારી રીતે ઇન્દ્રિયોનો નિરોધ કર્યો હોય તો પણ તેનો કદી વિશ્વાસ કરવો નહીં કારણ કે વિશ્વામિત્ર જેવા કઠોર સાધક અને વયથી પાકટ સાધુએ ઉત્કંઠાપૂર્વક મેનકાને ગળે વળગાડી હતી. તે કથા આ પ્રમાણે છે