________________
૧૧ ૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ બોલાવી ફળ બાબત રાજાએ પૂછયું. અંગાર ઝરતી રાજાની આંખ જોઈ મહાવત સમજી ગયો કે હવે વાત છુપાવવામાં હાનિ છે. રાજદંડના ભયથી તેણે સાચી વાત કહી મહારાણી પીંગલાનું નામ આપ્યું. રાજાએ રાણીવાસમાં જઈ પીંગલા રાણીને પૂછતાં જ તે ભયવિહલ થઈ કંપવા લાગી. તે કશો જ ઉત્તર ન આપી શકી. રાજા બધો મર્મ પામી ગયા. રાજ્યપરિવારની વાત ! તેમાં સ્ત્રીને નીતિકારોએ પહેલેથી જ અવિશ્વસનીય અને અવધ્ય કહી છે, રાજા વિચારવા લાગ્યો
અર્થ - જે પીંગલાનો હું સતત ખ્યાલ રાખું છું તે મારા પર રાગ નથી રાખતી એટલું જ નહીં પણ તે તમારા જ નોકરમાં) અન્ય જનમાં આસક્ત છે. તે પુરુષ વળી બીજી (વેશ્યા)માં જ લીન થયો છે અને (જુઓ તો ખરા અનર્થને કે) તે સ્ત્રી (વેશ્યા) મને રાજી કરવા રાચે છે. ઓહો ધિક્કાર છે રાણીને, હસ્તિપાલને, કામદેવને, આ વેશ્યાને અને મને પણ ધિક્કાર છે.
અર્થ:- યુવતીઓ પહેલાં અનુરાગ પેદા કરે છે, પછી મદ ઉપજાવે-છકાવે છે. પછી તો વિડંબનાઓમાં મૂકી દે છે, ઘડીકમાં તરછોડે ને પાછો જાણે રમાડવા બેસે છે. આમ ઘેરા વિષાદમાં ઉતારી મૂકે છે. અરે ! આ વાંકી નજરવાળી સ્ત્રીઓ પુરુષના દયાવાળા હૃદયમાં પ્રવેશ પામ્યા પછી શું નથી કરતી? અર્થાત્ પોતાનું ધાર્યું બધું જ કરે છે.
રાજા ભર્તુહરિને પોતાના જ ઘરની આ દશા જોઈ વૈરાગ્ય થયો ને તણખલાની જેમ બધું છોડી સંન્યાસી થઈ ચાલી નિકળ્યા.
પૃથ્વી પર ફરતાં ફરતાં ભર્તુહરિ એક ઉપવનના આશ્રમે આવ્યા. ત્યાં એક તાપસને જોઈ પ્રણામ કરી તેની પાસે બેસવા ગયા. ત્યાં તેણે તોછડાઈથી કહ્યું – “દૂર બેસ' ભર્તુહરિએ વિચાર્યું – “આ કોઈ હલકો માણસ દેખાય છે. કેમકે સારા માણસો હલકી ભાષા બોલી શકતા નથી. સંતો-સંન્યાસીઓ તો સારી ને હિતકારી ભાષા બોલે. આમાં કાંઈક કપટ લાગે છે.” એમ વિચારી તે ઉક્યો ને નજીકમાં સંતાઈને બેસી ગયો. રાત પડતા તે સંન્યાસીએ જટામાંથી એક ડબ્બી કાઢી ઉઘાડી. કાંઈક મંત્રોચ્ચારપૂર્વક પાણીના છાંટા નાંખ્યા ને એક અતિ સુંદર સ્ત્રી તેમાંથી