________________
૧૦૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ એક બીજાની સ્થિતિ, ભાવી, ગૃહસંસાર ને તેની ઉર્મિના વિચારે ચડ્યા. થોડી વારે સ્વસ્થ થઈ વિજયા બોલી – “આર્ય ! તમે બીજું લગ્ન કરી લો. મને મારી નહીં તમારા સંસારની ચિંતાથી ગ્લાનિ થાય છે.'
વિજયશેઠે કહ્યું – “મને તારો વિચાર આવે છે. મારે તો દીક્ષાની ભાવના હતી, પણ પુણ્ય નબળા હશે. વિષયથી તો ક્લેશ જ થાય છે. તે કાંઈ આરોગ્ય કે દીર્ધાયુનું કારણ નથી. તેથી તેજ, પ્રભુત્વ કે શ્રેષ્ઠત્વ સાંપડતું નથી. તે માત્ર ચંચળ મનની ઉત્સુકતા જ છે.' ઇત્યાદિ અધ્યાત્મની સમજભરી વાત વિજયશેઠે કરી.
શ્રી વિશેષાવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે “પ્રેતની જેમ સ્ત્રીના શરીરને વળગી, પોતાના સર્વ અંગ-ઉપાંગને મહાપરિશ્રમ ઉપજાવી જે જીવો રતિક્રીડા કરે છે તેમને તે સમય પૂરતા પણ સુખી શી રીતે કહેવાય ?'
માટે વિજયશેઠે પત્નીને કહ્યું – “ભદ્રે ! પશુ-પક્ષીને પણ વિષય તો સાવ સુલભ છે. તેમાં શું મહત્ત્વ છે? આ જીવે દેવ વગેરેના ભવમાં અસંખ્યકાળ સુધી પાર વિનાના વિષયો ભોગવ્યા છે. ગુરુ મહારાજો કહે છે કે “કલ્પવાસી દેવોને એકવારના વિષયસેવનમાં બે હજાર વર્ષ વીતી જાય છે. તેથી નીચલા દેવોને પાંચસો પાંચસો ઓછા, વર્ષપર્યત એકવારનો ભોગવટો ચાલે છે એટલે જ્યોતિષ્કદેવોને એકવાર વિષય ભોગવતા વ્યંતરદેવોને હજાર વર્ષ અને અસુરકુમાર આદિ ભુવનપતિદેવોને એકવાર વિષય ભોગવતા પાંચસો વર્ષ વીતી જાય છે. હે કમલનયન! પદાર્થજન્ય સુખ ક્ષણિક, પરના સંયોગ પર આધારિત સુખ વસ્તુતઃ તો દુઃખ જ છે. કેમકે તે મનના સંકલ્પ અને ઉપચારથી પેદા થયેલું છે. કહ્યું છે કે – જેમ આફરો ચડ્યો હોય કે સન્નિપાતાદિ રોગ થયો હોય ત્યારે, કવાથ વગેરેના ખોટા ને ઊંધા ઉપચાર કરવાથી તે દુ:ખ માટે જ થાય છે. તે વિષયાસેવન પણ ખોટો ને ઊંધો ઉપચાર હોઈ દુઃખ માટે જ થાય છે.
એટલે કે - તે સુખ નથી પણ સુખાભાસ છે. પરાધીન બધું દુઃખ જ છે. સ્વાધીન સુખ તો માત્ર સિદ્ધપરમાત્મા જ માણે છે. આત્માનંદમાં અવરોધ કરનારા, સાતા કે અસાતા વેદનીયકર્મથી ઉદ્દભવેલા, સંયોગ વિયોગના સ્વભાવવાળા, ખરાબ અંતવાળા આ માની લીધેલા સુખને સુખ કેમ કહેવાય? સાતા કે અસાતા તો સોના કે લોઢાની બેડી પહેરવા જેવું, સાચું સુખ તો સાતા અસાતા બંનેના આત્યંતિક અભાવથી જ ઉત્પન્ન થઈ શકે, સંસારમાં દેહ અને ઇંદ્રિયની અનુકૂળતાને સુખ કહેવામાં આવે છે. પરંતુ ખરેખર તો સર્વ દુઃખ અને ક્લેશનું મૂળ કારણ જ શરીર અને ઇંદ્રિયો છે. માટે મારું મન વિષયોમાં મુંઝાતું નથી. તે માટે કહ્યું છે કે --
અર્થ - અરે વિષ અને વિષયનું અંતર તો જુઓ કેટલું મોટું છે? (લોક તો સમજ્યા વિના