________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨
૧૦૭ એકી સાથે ઉત્કૃષ્ટથી નવ લાખ ગર્ભજ જીવો (મનુષ્યો) ઉત્પન્ન થાય છે. તેમાંથી કોઈકવાર બળવાન આયુવાળા એક-બે આદિ આવી જાય, બાકીના મૃત્યુ પામે છે. આવી રીતે પ્રથમ વ્રતનો નાશ. કામી સ્ટેજે ખોટું બોલે છે તેથી બીજું વ્રત પણ જાય. નીતિમાં કહ્યું છે કે – “વણિક, વેશ્યા, ચોર, જુગારી, વ્યભિચારી, દ્વારપાળ અને દારુડીયો આ બધા જુઠાણાના ઘર કહેવાય છે. પારકી સ્ત્રી ભોગવનારને ત્રીજું વ્રત ખંડિત થાય જ. સ્વસ્ત્રી સાથે પણ અબ્રહ્મ સેવનારને તીર્થંકર અદત્ત લાગે જ છે. મંડલાધિપતિ આદિથી સ્વામીઅદત્ત તથા ગુરુઅદત્ત તેમજ જીવઅદત્ત પણ લાગે જ. માટે ત્રીજા વ્રતનું ખંડન અને ચોથા વ્રતનો નાશ તો ઉઘાડો છે જ. પાંચમા પરિગ્રહ ત્યાગ વ્રતના ભંગ વિના તો સ્ત્રીનો સંબંધ જ સંભવે નહીં. દંડકાચાર ગ્રંથકાર કહે છે કે – “જેણે પોતાને સ્ત્રી સંગમાં નાંખ્યો તેણે નવે વાડનો ભંગ કર્યો અને દર્શનગુણનો ઘાત કર્યો. તેના ભંગે સર્વ વ્રતો ભંગ થાય છે.
આમ ઘણાં દોષોથી દુષિત અબ્રહ્મચર્ય છે. એમ જાણી તેને છોડવું અને સદા સાવધાનીપૂર્વક શીલવ્રતની રમણતા માટે ઉપયોગી થવું. સર્વવિરતિધર સાધુપુરુષોના બ્રહ્મચર્ય તો સંસારમાં સહુને માટે ઉત્તમ ઉદાહરણ છે જ. પણ ગૃહસ્થોના શીલ પરમાત્માએ પોતે વખાણ્યા. તેઓ ગૃહવાસી છતાં ઉગતી યુવાનીમાં વ્રત લે છે ને જીવનના અંત સુધી સબળ થઈ પાળે છે. કોઈ મહાભાગ બાલ્યકાળથી જ આ દુષ્કરવ્રત આદરે છે. વિજયશેઠ અને વિજયાશેઠાણીનું બ્રહ્મચર્ય આખાય સંસારને મુગ્ધ કરે છે.
વિજયશેઠ-વિજયાશેઠાણીની કથા કચ્છ દેશમાં ભદ્રેશ્વર નામે મોટા નગરમાં પરમાત્મા અરિહંતના ઉપાસક અહદાસ શ્રેષ્ઠી રહેતા હતા. તેમની પત્ની પણ તેવી જ ધર્મિષ્ઠ ને શ્રદ્ધાળુ હતી. નામ હતું અદાસી. તેમને વિજય નામનો દેવકુમાર જેવો એકનો એક પુત્ર હતો. તેને પણ બાલ્યકાળથી જ ધર્મ પ્રત્યે સારી રૂચિ હતી. તે સદા ધર્મશ્રવણ ને ગુરુમહારાજ પાસે ધાર્મિક અભ્યાસ કરતો.
વિજયકુમારે એકવાર ગુરુમહારાજના મુખે ઉપદેશમાં સાંભળ્યું કે –
અર્થ :- શીલરૂપ સદાશોભન અલંકારધારી મહાનુભાવોની દેવો પણ દાસની જેમ સેવા કરે છે. બધી સિદ્ધિઓ સાથે જ રહે છે અને સમ્પત્તિ કદી પણ દૂર જતી નથી. એક જ સીલના લાભ ઘણા.
ઈત્યાદિ ધર્મદશનામાં શીલનું મહિમાવંતુ માહાસ્ય જાણી વિજયકુમારે કિશોરાવસ્થામાં સ્વદારાસંતોષ-પરદાદાત્યાગવ્રત લીધું. તેમાં પણ એવો નિયમ કર્યો કે “શુક્લપક્ષમાં સ્વસ્ત્રીનું સેવન પણ કરવું નહીં.”