________________
૧૦૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ એ નગરીમાં ધર્મનો મહિમાં મોટો. વીતરાગના સાધુ-સાધ્વીઓ જયાં વિચરતા હોય ત્યાં લોકો રાગમાંથી વિરાગમાં વધુ આનંદ જોઈ શકે એ સ્વાભાવિક છે.
એ જ નગરમાં ધનાવહ નામના અતિ ધનાઢય ધર્મિષ્ઠ શેઠ રહેતા. તેમને ધનશ્રી નામની સુંદર સોહામણી ને ધર્મપ્રિય પત્ની હતી. તેમની રૂપના અંબાર જેવી એકજ દીકરી વિજયા નામે હતી. તે પણ સદા ધર્મકર્મમાં તત્પર રહેતી. ગુરુમહારાજના ઉપદેશથી તેણે વિચાર કર્યો કે શ્રમણજીવન ન લઈ શકાય તો ગૃહસ્થજીવનમાંય કેટલુંક તો અવશ્ય આદરી શકાય અને તેણે પરપુરષત્યાવ્રત ઉપરાંત એવો નિયમ કર્યો કે કૃષ્ણ પખવાડીયામાં પોતાના પતિનો સંયોગ પણ છોડવો. યોગાનુયોગ સમાન ધન-વ-રૂપ અને વૈભવવાળા વિજયાના ઠાઠમાઠથી લગ્ન થયાં.
દિવસ ઢળી રહ્યો હતો. અર્હદાસની હવેલી દીપિકાના ઝુમ્મરોથી ઝળહળી રહી હતી. આકાશને અજવાળવા ચાંદ પણ હસતો મરકતો આવી ઊભો હતો. વિજય-વિજયાની આજે સોહાગરાત્રિ હતી. આજે તેઓ દાંપત્યની દુનિયામાં મુલાયમ શમણા જોઈ રહ્યા હતાં. શયનકક્ષની અનોખી સાજ-સજ્જા ને મહેક બે યુવાન હૈયાના મિલનની વાટ જોઈ રહી હતી.....અને એ મદભર ઘડી આવી.
નવોઢા વિજયા સોળે શણગાર સજી પારદર્શક ઘૂંઘટમાં મુખ છુપાવી કો મધુર વિચારોની સૃષ્ટિમાં વિચરતી સોનાના પલંગ પર બેઠી હતી. ત્યાં તેનો સોહામણો ને શાણો નાવલીયો આવી ઊભો. શરમના લાલ શેરડાથી તેનું મોટું રતુમડું થઈ ઊડ્યું. વિજય તેની પાસે આવી બેઠો. અને તેણે ઘૂમટો ઉઘાડતાં વિજયાની પાંપણો ઢળી પડી. “સુલોચને ! પ્રિયતમે ! હું આજ ઘણો આનંદમાં છું. તારા જેવી જીવનસંગિની પામી હું મારા ભાગ્યના વખાણ કરી શકું એમ છું. તું મારું સર્વસ્વ છો, જીવન છો, પ્રાણ છો ! આજે આપણા જીવનની એક વિલક્ષણ ઘડી છે. દરેક નારીની જેમ તારા હૈયામાં પણ આજે કંઈ કેટલાય સ્પંદનો ઉઠતા હશે. પણ તે સુભદ્રા ! મેં પહેલાંથી જ શુક્લ પક્ષમાં શિયળ પાળવાનો નિયમ લીધો છે. તેના ત્રણ જ દિવસ શેષ છે. પછી વદ પખવાડીયું લાગતાં આપણે રતિસુખ માણી શકશું.'
આ સાંભળતાં જ વિજયા એકદમ ગ્લાન અને પ્લાન થઈ ગઈ. જાણે કેતકીની વેલ પર ઠાર પડ્યો. અવાચક થઈ તે વિજયશેઠ તરફ કોઈ વિચિત્ર રીતે જોઈ રહી. વિજયે ભાર દઈ કારણ પૂછતાં તેણે કહ્યું – “નાથ ! અનિચ્છાએ પાળેલું શિયળ પણ કલ્યાણમાર્ગને પ્રશસ્ત કરે છે ત્યારે આપે તો સમજીને નિયમ કર્યો છે. આપને સાંભળીને.......કદાચ....... વિજય બોલ્યો “આપણે ધર્મના જાણ અને ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલા છીએ. છતાં આટલી બધી ગ્લાનિનું શું કારણ છે, કહો. વિજયા બોલી – “સ્વામી! મેં પણ બાળવયે જ કૃષ્ણપક્ષમાં શિયળ પાળવાનો નિયમ લીધો છે.” આ સાંભળી વિજય આંખો ફાડી સખેદ વિજયા સામે જોઈ જ રહ્યો. ને ચિંતિત થઈ એક બીજા