________________
૧૦૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
માત્રથી મારી કેવી દશા થઈ ગઈ છે. જરા જુઓ તો ખરા. રડી રડીને આંખો પણ સોજી ગઈ છે. કદાચ મારાથી કોઈ અપરાધ થયો હોય તો તમે મોટું મન રાખી ક્ષમા આપો. ઈત્યાદિ શબ્દો સાંભળી જિનરક્ષિતનું મન ચંચળ થયું. તેનું મન વિષયાસક્ત થતાંની સાથે ઘોડાએ તેને ગબડાવી નાખ્યો. દેવીએ તેને પકડી ખડ્ગથી લોહી લોહી કરી સમુદ્રમાં નાંખ્યો ને માછલા ખાઈ ગયા. પરંતુ દૃઢમનવાળા જિનપાલે સ્વસ્થ રહી તેની સામું જોયું નહીં ને તેની વાત સાંભળી પણ નહીં. તેથી ઉપદ્રવ વિના ચંપાનગરી પહોંચ્યો. ને ઘોડો પાછો ફર્યો.
જિનપાલે ઘરે આવી બધી બીના-માતા-પિતાને જણાવી. પોતે વૈરાગ્યવાસિત થઈ શ્રી મહાવીરપ્રભુના હાથે દીક્ષા લીધી. પ્રાંતે સૌધર્મસ્વર્ગે દેવ થયો. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થયે મહાવિદેહમાં મુક્તિ પામશે.
આ દૃષ્ટાંતનો તાત્વિક ઉપનય શ્રી જ્ઞાતાજી નામના છઠ્ઠા અંગસૂત્રમાં સવિસ્તર જણાવેલ છે. તેનો સાર આમ છે. જેઓ સંસારમાં નિરંતર ભોગાકાંક્ષા રાખે છે તેઓ દુરંત સંસારસાગરમાં પડે છે અને જેઓ તેથી બચે છે તેઓ પાર પામે છે. આ સંસારી જીવના દુઃખોનો પાર નથી. તેને માત્ર જિનેશ્વરદેવની આજ્ઞાતુલ્ય શૈલક યક્ષના ઘોડાનો આધાર છે. સમુદ્ર તે જ સંસાર છે. પોતાનું ઘર તે જ મોક્ષસ્થાન છે. તે વ્યંતરી એટલે મોહિની, તેમાં લોભાય તે જિનરક્ષિતની જેમ ડૂબી મરે. અનંત જન્મ મરણ પામે. જે ક્ષુબ્ધ ન થાય તે જિનપાલિતની જેમ હેમખેમ પાર ઊતરી ઘરે પહોંચે અર્થાત્ મુક્તિ પામે. એટલે કે રત્નદ્વીપની દેવીમાં અત્યંત આસક્તિ ને ભોગની તૃષ્ણાના કારણે જિનરક્ષિત દ્રવ્ય અને ભાવથી ડૂબ્યો, ત્યારે જિનપાલ મહાવીરપ્રભુની સભામાં યશના ભાગી થયા.
૮૯
જેમ પ્રાણ જાય ને કાંઈ ન બચે. તેમ ચોથું વ્રત ભાંગતાં એકે વ્રત ન બચે.
અર્થ :- બ્રહ્મચર્યવ્રતનો ભંગ થતાં બાકીનાં બધાં વ્રતો સહેજે ભાંગી જાય છે. માટે હે
--
જીવ ! દુઃશીલતાનો ત્યાગ કર.
વિશેષાર્થઃ- બ્રહ્મચર્યવ્રત ભાંગતાં શેષ પ્રાણાતિપાતાદિ વ્રતો અવશ્ય ભાંગે છે. તે બાબતમાં શ્રી જિનેન્દ્રદેવો ફ૨માવે છે કે - ‘સ્ત્રીની યોનિમાં બે લાખથી ઉત્કૃષ્ટ નવ લાખ જેટલાં બેઈંદ્રિય (ત્રસ) જીવો હોય છે, તે પુરુષના સંયોગે જેમ પોલા વાંસની રૂ ભરેલી ભૂંગળીમાં તપાવેલો સળીયો નાંખતાં રૂ બળી જાય તેમ તે જીવોનો નાશ થાય છે. એક પુરુષે એકવાર ભોગવેલી સ્ત્રીના ગર્ભમાં