________________
૭૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨. કર્યો નથી. તો લખવામાં ક્યાં વાંધો છે ! એમ ધારી વ્રતની સાપેક્ષતા જાળવે માટે બીજાવ્રતના અતિચારરૂપે લેખાય છે, અથવા અજાણપણે ખોટું લખવામાં આવે તો તે અતિચાર ગણાય.
આ પાંચે અતિચાર જાણી નિશ્ચયે તેનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે આ પાંચ અતિચાર વ્રતને ગંદા-મેલા કરે છે. માટે વ્રતધારી આત્માઓએ સત્યગુણના વિકાસ માટે, વ્રતની વિશુદ્ધિ માટે હંમેશા સત્યનો આગ્રહ રાખવાપૂર્વક અતિચારથી બચતાં રહેવું.
સત્ય વિના બધું નિરર્થક સંસારના સમસ્ત ધર્મકર્મમાં સત્ય મોખરે છે. તે વિનાનો કુતીર્થિકોએ કહેલો ધર્મ વસ્તુતઃ ધર્મ ન હોઈ વ્યર્થ છે.
સિદ્ધાંતમાં જે ધર્માનુષ્ઠાન તપ, જપ, સંયમ, જ્ઞાન, ધ્યાન, દર્શન આદિમાં પ્રભુએ સત્યને મુખ્ય કહ્યું છે. તે સંદર્ભમાં એક આ પ્રમાણે દષ્ટાંત સમજવા જેવું છે.
કોઈ શ્રાવકનો એક દીકરો ધર્મહીન હોવાથી મા-બાપને ઘણું લાગી આવતું. તેમણે ઘણાં પ્રયત્નો કર્યા પણ દીકરો ધર્મ પામ્યો નહીં. એકવાર કંટાળેલા બાપે દીકરાને ઘણો ઠપકો આપ્યો ને ઢોર જેવા તેના જીવન તરફ અંગુલિનિર્દેશ કર્યો. પરાણે તેને ઉપાશ્રયમાં પધારેલા ગુરુ મહારાજ પાસે લાવવામાં આવ્યો. પિતાએ પોતાના કુળમાં અવતરેલા ધર્મહાન પુત્રની બધી વાત જણાવી. ગુરુ મહારાજે ઉપદેશ આપ્યો. તે બેસીને સાંભળતો રહ્યો. જાણે તેના પર ધર્મોપદેશની ભારે અસર થઈ હોય તેવો તે પૂર્વે દેખાવ કર્યો ને બારે બાર અણુવ્રત સાદર અંગીકાર કરવાનો ડોળ કરતાં કહ્યું – “મારાથી અસત્ય બોલાઈ જાય માટે બીજા વ્રત સિવાયના ભલે બધા જ વ્રત આપો.' તે પ્રમાણે તેને વ્રત આપવામાં આવ્યા. ગુરુ મહારાજે એની ઘણી પ્રશંસા અને વ્રતમાં દઢ થવા ભલામણ કરી.
થોડા સમયમાં ખબર પડી કે તે એક વ્રત પણ પાળતો નથી. પાછો ગુરુ મહારાજ પાસે લાવવામાં આવ્યો. ગુરુ મહારાજે પૂછ્યું - “તું વ્રત પાળતો નથી લાગતો.” તે બોલ્યો - “બધા જ વ્રત સારી રીતે પાળું છું.' ગુરુજીએ પૂછ્યું - “ખોટું બોલે છે?” તેણે કહ્યું – “મેં ખોટું બોલવાની પ્રતિજ્ઞા જ ક્યાં લીધી છે?' એનો અર્થ એ થયો કે હજી સુધી મેં જે કાંઈ વ્રત-નિયમની વાત કરી હતી તે બધું જ ખોટું હતું. મારે ખોટું બોલવાનો ત્યાગ નથી. આ જાણી બધા ચકિત થયા. તેને અયોગ્ય જાણી તેની ઉપેક્ષા કરી. તે મલકાતો મલકાતો ઉપાશ્રયમાંથી બહાર આવ્યો.
બધું જ હોય પણ સત્ય ન હોવાથી કુતીર્થિઓનો ધર્મ વ્યર્થ છે. માટે કહેવામાં આવ્યું છે કે ચાર્વાક, કૌલિક બ્રાહ્મણ, બૌદ્ધ અને વૈષ્ણવોએ અસત્યનું જ પરાક્રમ કરી આ જગતમાં વિડંબના