________________
૯૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ ત્યાં તેજનો ચમકારો થયો. પાંજરું તૂટી ગયું ને એક તેજસ્વી માણસ મંદમંદ હાસ્ય સાથે સામે આવી ઊભો. તેણે કહ્યું – “હું સૂર્યનામક વિદ્યાધર છું. તમે જ્યારે ગુરુમહારાજ પાસે ત્રીજું વ્રત લીધું એટલે મને આશ્ચર્ય થયું કે વેપારી-વાણિયો આ વ્રત પાળી શકશે નહીં. તેથી તારી પરીક્ષા માટે હું પાછળ પડ્યો હતો. સુવર્ણહાર, નિધિ તેમજ પોપટનું પાંજરું બધો દેખાવ મેં જ ઊભો કર્યો હતો. તમે વ્રતમાં દઢ રહી મારી પરીક્ષામાં સફળ નિવડ્યા. લો હવે હું જ તમને એ સંપત્તિ અર્પણ કરું છું.”
ગુણધર શેઠે કહ્યું – “ના, એ પણ હું નહિ લઉં, કારણ કે જે દ્રવ્ય શુદ્ધવ્યાપારાદિથી મેં ઉપાર્જન કર્યું નથી, તે દ્રવ્ય મારી શાંતિ-સમાધિ કે સુખ માટે ન થાય. તમારું ધન મારે શા કામનું? એટલું જ નહિ પણ હવે તો તમારે દ્રવ્ય લેવું પડશે. કેમકે મેં થોડીવાર પૂર્વે જ ધાર્યું હતું કે મારા ઘોડાને જે સાજો કરી આપશે તેને મારું ધન આપી દઈશ. માટે મારું ધન એ તમારું થયું. વિદ્યાધરે કહ્યું – “ખરેખર તો ઘોડો વેગીલો નહોતો ને તે બેભાન થઈ પડી પણ નહોતો ગયો. પરંતુ તમને તેવું માયાથી બતાવવામાં આવ્યું હતું. માટે હું તમારું ધન લઈ શકું નહીં.” આમ એ બંનેની લાંબા સમય સુધી રકઝક ચાલી. છેવટે એવો નિર્ણય લીધો કે બંનેનું ધન શુભ માર્ગમાં વાપરવું પછી બંનેએ તે ધન જીર્ણોદ્ધારાદિ ધર્મક્ષેત્રમાં વાપર્યું.
સાર્થવાહ સાર્થમાં આવ્યા ને શુદ્ધવ્યાપારથી ઘણી લક્ષ્મી ઉપાર્જન કરી અંતે સાધુધર્મ પામીપાળી તમે મહાભાગ્યવંત લક્ષ્મીપુંજ શેઠ થયા ને સૂર્યવિદ્યાધર તે હું વ્યંતરનિકામાં દેવ થયો છું. તમારા પુણ્ય અને મહિમાથી પ્રેરિત થઈ હું તમે ગર્ભમાં હતા ત્યારથી આજ સુધી સદા સુવર્ણરત્નાદિની વૃદ્ધિ કરું છું. પૂર્વ ભવના આપણે મિત્રો છીએ ને ધર્મકાર્યમાં પ્રેરણા દેવા આપણે બંધાયેલા છીએ. માટે મેં તમને ગયા ભવની વાત કરી.
આ સાંભળી શેઠને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેઓ ધર્મ આદરવા સાવધાન થયા, યાવત્ સર્વવિરતિ ચારિત્ર સ્વીકારી, ઉત્તમ આરાધના કરી બારમા સ્વર્ગમાં ઓજસ્વી દેવ થયા. ત્યાંથી ઍવી મનુષ્યભવ પામી મોક્ષ પામશે.
આ પ્રમાણે લક્ષ્મીપુંજશેઠનું ઉદાહરણ સાંભળી જેઓ અદત્તાદાનના ત્યાગનો નિયમ લે છે તેઓ ઉત્તમ પ્રકારની સમૃદ્ધિ પામે છે યાવતુ મોક્ષ મેળવે છે. તે સાર્થવાહે પારકું ધન ન લેવા નિશ્ચય કર્યો તો વિદ્યાધર તેની પછવાડે ફર્યો અને દેવતા ઘેરબેઠે આવી બોધ વચન કહી ગયો. માટે હે પુણ્યવંતો ! તમે પણ અદત્તાદાન વિરમણવ્રત મેળવવા સૌભાગ્યશાળી બનો.
૮૫
ચોથું અણુવ્રત-પરદારાનો ત્યાગ અનાદિકાલીન કુસંસ્કારોમાં મોટો ફાળો વાસના-ભોગનો છે. આ એક લપસણી ભૂમિકા