________________
૧૦૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ ઈવરા એટલે અમુક સમયમર્યાદા સુધી કોઈ પણ દ્રવ્યાદિ આપનાર પુરુષ સાથે સંકળાયેલી હોય તેવી વેશ્યાને પૈસા વગેરે આપી મર્યાદિત કાળ સુધી રખાત પત્ની તરીકે રાખવી. કોઈ અલ્પજ્ઞ માણસ પોતાની સ્કૂલબુદ્ધિથી આ પ્રમાણે પૈસા આપી કોઈ વેશ્યાને મર્યાદિત કાળ માટે નક્કી કરી તેનું સેવન કરે અને વ્રતસાપેક્ષ-વૃત્તિ રાખે કે મેં એને એ કાળ દરમ્યાન પત્ની કરી હતી. મારે તો પરસ્ત્રીનો ત્યાગ છે તેથી વ્રતને કશો વાંધો આવતો નથી પણ ખરેખર તો થોડો સમય પોતાની સમજી છોડી દીધેલી તે વેશ્યા પોતાની હોતી જ નથી. એમ તો એ થોડી થોડી વારે બીજાની થાય, જે બીજાની ગણાય માટે વ્રતસાપેક્ષતાએ આ પ્રથમ અતિચાર જાણવો.
બીજા અતિચારમાં અનાત્ત સ્ત્રી-એટલે કોઈની પણ પત્ની નહિ રહેલી-બનેલી સ્ત્રી, જેમકે વિધવા, વેશ્યા, ત્યક્તાદિ સ્ત્રીનો સહચાર કરવો તે. તેમાં એવી સમજણ હોય કે આ સ્ત્રી કોઈની ન હોઈ તે કાંઈ પરસ્ત્રી નથી, મારે તો પરસ્ત્રીનો ત્યાગ છે. આમ ધારણામાં જડતા કે અજ્ઞાનતાથી અતિચાર લાગે. જાણી જોઈને તો વ્રતભંગ જ થાય. આ બંને પરસ્ત્રી ત્યાગની બુદ્ધિવાળાને અતિચાર અને સ્વદારાસંતોષવ્રતવાળાને માટે અનાચાર છે.
ત્રીજો અતિચાર પરવિવાહકરણ. પારકા સંતાનનો કન્યાદાનના ફળની અભિલાષા કે સંબંધ આદિ કારણે વિવાહ કરાવી આપવો તે ત્રીજો અતિચાર છે. શ્રાવકે તો પોતાના સંતાનની બાબતમાં પણ સંખ્યા મર્યાદા નિયત કરવાનો અભિગ્રહ કરવો જોઈએ. શ્રી કૃષ્ણ મહારાજા અને ચેડારાજાને સ્વસંતાનના વિવાહનો નિયમ હતો. અર્થાત્ ના છૂટકે જ તેમાં પડતા હતા. આમાં વ્રત પ્રત્યેની આંતરિક સભાવના હોઈ તે અતિચાર કહેવાય, બાકી બ્રહ્મચર્યના મહત્ત્વને જાણનારા અબ્રહ્મ અને સંસારપોષક વ્યવહારથી સદા દૂર જ રહે છે. આ ત્રીજો અતિચાર.
વાસના-કામભોગની તીવ્ર અભિલાષા, કેમકે વિવેકી આત્માઓ સમજતાં હોય છે કે આ એક વેદજન્ય વેદના છે. કામસેવના દવાના ઉપચારની જેમ સમજવાની છે. દવા લેવાની કદી કોઈની ઉત્કટ અભિલાષા ન હોય. તીવ્રાભિલાષથી વ્રતની મલિનતા થાય છે. આ ચોથો અતિચાર.
અને પાંચમો અતિચાર-અનંગક્રીડા. એટલે કામસેવનનું અંગ નહીં તે, જેમકે પરસ્ત્રી આદિનો સંભોગ ન કરે પણ તેના અન્ય અંગ સાથે ક્રીડા કરે. અધરચુંબન, આલિંગન આદિ કરવા અથવા સ્વસ્ત્રી સાથે કોકશાસ્ત્રાદિમાં બતાવેલ આસન પ્રયોગ કરવા તે પાંચમો અતિચાર.
ચોથાવ્રતના આ પાંચે અતિચારો સંભાળપૂર્વક ત્યાગવા. તેના અનુસંધાનમાં રોહિણીનું દાંત આ પ્રમાણે છે.
રોહિણીનું દષ્ટાંત પાટલીપુરમાં નંદ રાજા રાજ્ય કરે, ત્યાં ધનાવહ નામે એક શેઠ રહે છે. તેમને રોહિણી નામની શીલસંપન્ન પત્ની હતી. શેઠ સમુદ્રમાર્ગે દીપાંતર ગયા. રોહિણી ઘરે એકલી રહી. તે