________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
93
ઊભી કરી છે. થોડાંક અસત્યથી પણ જીવ રૌરવાદિ નરકાગારમાં પડે છે, તો સર્વજ્ઞ પ્રભુએ પ્રકાશેલી જિનવાણીને અન્યથા કહેનારની શી ગતિ થાય ? જેમ નગરની ખાળમાંથી ગંદુ ને દુર્ગંધી પાણી જ નિકળે તેમ નાસ્તિક અને પાપી જીવોના મુખમાંથી ગંદી ને અસત્યવાણી જ નીકળે. ચારિત્રના મૂળભૂત તથ્યસ્વરૂપ જેઓ સત્ય વાણી બોલે છે તેઓના ચરણરજથી આ પૃથ્વી પાવન થાય છે. આના અનુસંધાનમાં હંસરાજાની કથા આ પ્રમાણે છે.
હંસરાજાની કથા
રાજપુરના મહારાજા હંસ એકવાર ઉપવનમાં ગયા. ત્યાં એક પરમશાંત ઓજસ્વી ને પ્રભાવશાળી મુનિરાજને જોઈ તેને આહ્લાદ થયો ને એ તેમની પાસે આવી કરબદ્ધ અંજલિ જોડી બેઠો. મુનિશ્રીએ તેને યોગ્ય જાણી ધર્મોપદેશ દેતાં કહ્યું.
सच्चं जसस्स मूलं, सच्चं वीसासकारणं परमं । सच्चं सग्गद्दारं, सच्चं सिद्धीइ सोपाणं ॥
અર્થાત્ ઃ- યશનું મૂળ સત્ય છે, સત્ય વિશ્વાસનું પરમ કારણ છે. સત્ય જ સ્વર્ગનું દ્વાર છે અને મોક્ષનું પગથિયું પણ સત્ય છે.
જેઓ અહીં અસત્ય બોલે છે તેઓ પરલોકમાં પણ કુરૂપ મોઢાવાળા, દુર્ગંધભર્યાં શ્વાસોચ્છ્વાસવાળા, સાંભળવા ન ગમે તેવા સ્વરવાળા, અનિષ્ટ-હલકી ભાષા ને કઠોર શબ્દો બોલનારા અથવા બોબડા-મૂંગા થાય છે.’ ઇત્યાદિ ઉપદેશ સાંભળી હંસરાજાએ ખોટું નહિ બોલવાનું વ્રત લીધું. ઘણો જ રાજી થતો રાજા મહેલમાં આવ્યો અને વ્રતના પાલનમાં સાવધાન થયો.
=
એકવાર સગાં, કુટુંબ પરિવાર સાથે રત્નશિખર નામના પર્વત પર ચૈત્રી મહોત્સવે આદિદેવ શ્રી ઋષભસ્વામીને પૂજવા-દર્શન ક૨વા ઉપડ્યો. એ અર્થે ગયો હશે ત્યાં ઉતાવળે આવેલા રાજપુરુષે કહ્યું - સ્વામી ! તમે જેવા યાત્રાએ નિકળ્યા કે તરત જ સીમાડાના રાજાએ નગર પર આક્રમણ કરી સ્વાધીન કર્યું છે. અમારે શું કરવું ? તેની આજ્ઞા આપો.' સાથે રહેલા આરક્ષકોએ પણ કહ્યું કે – ‘આપણે તરત પાછા ફરવું જ જોઈએ.' રાજાએ ધીરતાથી ઉત્તર આપતા કહ્યું - ‘પૂર્વના સારા-માઠા કર્મના પરિણામે સંપત્તિ અને વિપત્તિ તો આવ્યા જ કરે. સંપત્તિમાં હર્ષ કે વિપત્તિમાં વિષાદ કરવો એ નરી મૂઢતા જ છે. આવી પડેલી વિપત્તિમાં ૫૨માત્માની ભક્તિ છોડી જેઓ ચિંતાનો આશરો લે છે, તેમને હજી આત્મિક શક્તિનો ખ્યાલ નથી. મહાભાગ્યથી મળેલ શ્રી જિનેન્દ્રયાત્રા મહોત્સવ છોડી ભાગ્યથી કોઈને પણ મળતા રાજ્ય માટે દોડવું ઉચિત નથી. આગમોમાં કહ્યું છે કે - જેની પાસે સમ્યક્ત્વરૂપી મહામોંઘું ધન છે, તે કદાચ ધન વિનાનો હોય તો પણ સાચો ધનાઢ્ય છે, ધન તો એક ભવમાં કદાચ સુખ આપનાર થાય પણ સમ્યક્ત્વી તો ભવેભવે અનંત સુખવાળા થાય છે.