________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
રાજા આગળ ચાલ્યો. ત્યાં થોડા ઘોડેસ્વારો મારમાર કરતાં ત્યાં આવ્યા ને પૂછ્યું - પથિક! અમારા શત્રુ હંસરાજાને ક્યાંય જોયો? અસત્યના ભયથી તરત બોલ્યો - "જ હંસરાજા છું.' આ સાંભળી આંખમાંથી અંગારા વર્ષાવતો નાયક ખગ લઈ આગળ આવ્યો. જાણે રાજાના અંગેઅંગ ખંડ ખંડ થઈ જશે. રાજા બૈર્ય રાખી સત્યના આશરે ઉભો રહ્યો. ત્યાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ ને જયજયકાર થવા લાગ્યો. મારવા આવેલ માણસ યક્ષરૂપે પ્રત્યક્ષ થઈ બોલ્યો - “સત્યવાદી રાજાનો જય થાવ. ચાલો આજે આપણે સાથે ચૈત્રી યાત્રા કરવા જઈએ. આ મારૂં વિમાન શોભાવો.' એમ કહી યક્ષે યાત્રા-સ્નાત્રાદિ-પૂજા-દર્શનાદિ કરાવ્યા તેની સહાયથી રાજાએ રાજયાદિ પાછા મેળવ્યા. પાછળથી દીક્ષા લીધી ને સ્વર્ગ પામ્યા.
આ પ્રમાણે ઐહિક કાંક્ષાઓ જતી કરીને પણ હંસરાજાની જેમ સત્યના આગ્રહી અને સત્યના સર્વ પાસાઓના જાણકાર થવું જોઈએ. જેથી કલ્યાણ લક્ષ્મીની પ્રાપ્તિ થાય.
૮૦
અદત્તાદાન-ત્યાગ ત્રીજું અણુવત. અદત્ત આદાન એટલે કોઈએ નહીં દીધેલ ગ્રહણ કરવું તે ચોરી. તે ચાર પ્રકારે હોય છે. એટલે કે સ્વામીઅદત્ત પહેલું, જીવઅદત્ત બીજું, તીર્થકરઅદત્ત ત્રીજું અને ગુરુઅદત્ત ચોથું. તેમાં પહેલું સ્વામીઅદત્ત સૂક્ષ્મ અને બાદર એમ બે હોય છે. શ્રાવકે સૂક્ષ્મઅદત્તની જયણા (ઉપયોગ) અને સ્થૂલ અદત્તનો ત્યાગ કરવાનો હોય છે.
સોનું, ઝવેરાત પૈસા આદિ તેના માલિકે ન આપ્યા છતાં લેવું તે પહેલું સ્વામી અદત્ત કહેવાય. ફળ, ફુલ, પાંદડા. ધાન્ય આદિ આપણું પોતાનું છેદન-ભેદન કરવું કે દળવું-ખાંડવું ઇત્યાદિ જીવઅદત કહેવાય. કેમકે સચિત્ત (સજીવ) પદાર્થોને અજીવ કરવાં તે પણ એક પ્રકારની ચોરી છે. કેમકે તે તે ફળ આદિના જીવોએ આપણને પોતાનું જીવન આપ્યું નથી. છતાં તે લેવું તે જીવઅદત્ત કહેવાય. જે વસ્તુ લેવાની તીર્થંકર પરમાત્માએ ના ફરમાવી હોય છતાં અનંતકાય અભક્ષ્યાદિ કે દોષિત આહારાદિ લેવામાં આવે છે. તે તીર્થકરઅદત્ત કહેવાય અને છેવટે સર્વ દોષથી રહિત હોવા છતાં ગુરુ મહારાજની આજ્ઞા વિના લેવામાં આવે તે ગુરુઅદત્ત કહેવાય.
સહુથી પહેલા સ્વામીઅદત્તનો વિશેષાર્થ કરતાં સમજાવે છે કે – તેના સૂક્ષ્મ-બાદર એવા બે ભેદ છે. તેમાં સૂક્ષ્મસ્વામીઅદત્ત એટલે તણખલું, ઢેડું, ધૂળ જેવી સાવ સામાન્ય વસ્તુ તેના સ્વામીને પૂછ્યા વિના લેવી તે. અને બાદર (સ્થૂલ) સ્વામીઅદત્ત એટલે જે લેવાથી લોકમાં ચોરી કરી કહેવાય તે. ચોરીની બુદ્ધિથી જે ખેતર-ખળાં આદિમાંથી થોડુંક પણ ઉઠાવવું તે સ્થૂલ અદત્તમાં