________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
noc ૮૧ ધન બાહ્યપ્રાણ તુલ્ય છે. તે ચોરવું નહીં ઉઠાવી લાવેલું, થાપણ તરીકે મૂકેલું, કોઈનું ખોવાયેલું, કોઈ ભૂલી ગયું હોય ને પડી ગયેલું કે ગમે તે જગ્યાએ રહેલું અને પોતાનું ન હોય તેવું ધન ગ્રહણ ન કરવું તે અસ્તેયવ્રત-અદત્તાદાન નામનું ત્રીજું અણુવ્રત કહેવાય છે.
વિસ્તરાર્થ-લાવેલું એટલે કોઈ કોનું ઉઠાવી લાવ્યો હોય ને રાખવા આપ્યું હોય, મૂકેલું એટલે કોઈએ થાપણ તરીકે કે ભૂમિમાં સંતાડી મૂક્યું હોય, ખોવાયેલું નષ્ટ એટલે એનો કોઈ ધણી પણ જાણતો ન હોય, ભૂલાયેલું એટલે મૂકનારને પણ યાદ ન રહ્યું હોય તેવું ધન, પડી ગયેલું એટલે ખીસા, વાહન આદિમાંથી પડી ગયેલું ધન, તેમજ ધણીએ કોઈપણ જગ્યાએ રાખેલું ધન, આમ કોઈપણ જગ્યાએ કોઈપણ સ્થિતિમાં રહેલું આપણું ન હોય તે પારકું ધન કદી લેવું નહીં. ગમે તેવી આપત્તિમાં પણ સમજુ માણસ પરધન લેતાં નથી. કહ્યું છે કે - કુલીન માણસો પ્રાણાંતે પણ પરધનનું ગ્રહણ ને પરસ્ત્રીનું આલિંગન કરતા નથી. ઝવેરાત કે સોનું વગેરે પોતાના પગમાં જ પડેલું ધન જોઈ જેમની મતિ પાષાણ જેમ સ્થિર રહે છે. ચંચલ થતી નથી, સંતોષરૂપી અમૃતથી તૃપ્ત તે ગૃહસ્થો પણ સ્વર્ગના સુખ પામે છે. આ ત્રીજા અદત્તાદાન વિરમણવ્રત ઉપર પરમ જૈન કુમારપાળ ભૂપાલનો પ્રબંધ આ પ્રમાણે છે.
ત્રીજા વ્રત પર કુમારપાળની કથા એકવાર અણહિલપુર પાટણમાં પધારેલા કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી કુમારપાલ ભૂપાલ આદિ સભા સમક્ષ અદત્તાદાન વિરમણવ્રતનું નિરૂપણ કરી રહ્યા હતા. ધનપર મનુષ્ય જ નહિ પશુને પણ કેવી માયા છે? ધન ખોનાર માણસની વ્યથા કેવી હોય છે? ધનુ મળવું તો દૂર પણ મળવાની સંભાવના માત્રથી માણસ કેવા સપના જોતો થઈ જાય છે? ઇત્યાદિ સમજાવતાં તેઓશ્રીએ ફરમાવ્યું - “હે કુમારપાળ ! જેણે પરાયું ધન ઉઠાવ્યું-ચોર્યું તેનું આલોક, પરલોક, ધર્મ, વીર્ય, વૈર્ય અને બુદ્ધિ બધું જ ચોરાઈ ગયું સમજવું.” આ સાંભળી વિવેકી રાજાએ વિચાર્યું “મારા દેશમાં જે લોકો પુત્ર વિના મૃત્યુ પામે છે. તેમનું ધન મારા કોષમાં આવે છે. તે માત્ર રાજ્યનું વિધાન હોઈ લઈ લેવામાં આવે છે. તેના ઘરના કોઈ આપતા નથી, તેણે ગુરુમહારાજને કહ્યું “ભગવાન ! હવે પછી હું અપુત્રીયાનું તેમજ કોઈએ નહિ આપેલું ધન લેવાનો ત્યાગ કરું છું. અને ત્રીજા અણુવ્રતનો સ્વીકાર કરું છું.” આ પ્રમાણે ગુરુસાક્ષીએ વ્રત લીધા પછી તેણે તે ખાતામાં નિમેલાં પંચોને બોલાવી પૂછ્યું કે – “દરવર્ષે અપુત્રીયાનું કેટલું ધન રાજમાં આવતું હશે?” તેમણે કહ્યું – “લગભગ બોંતેર લાખ મુદ્રાની તે આવક છે.” રાજા બોલ્યા - જેણે પતિ ખોયો હોય ને જીવનના હેતુ જેવું સંતાન પણ ન હોય, તે અનરાધાર રૂદન કરતી બાઈનું ધન પણ આપણે લઈ