________________
comm
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ લઈએ, એ કેટલી ગંદી અને ખરાબ વાત છે.' એમ કહી તેમણે તે સંબંધી સંવિધાન ફાડી નાંખ્યું. રાજયમાં આ બાબતની ઘોષણા પણ કરાવી.
એકવાર રાજસભામાં મહાજનના ચાર અગ્રણી ઉદાસ ચહેરે આવ્યા ને રાજાને પ્રણામ કરી શૂન્યમનસ્કની જેમ બેઠા. રાજાએ તેમને આવવાનું પ્રયોજન અને ચિંતાનું કારણ પૂછ્યું. તેમણે કહ્યું – “મહારાજા ! આપના જેવા દયાળુ ને પ્રજાવત્સલ રાજાના પુણ્યપ્રતાપે આખી પ્રજા આનંદમાં છે. પણ અમારા આવવાનું કારણ એ છે કે “આપણા ગુજરાતનો મોટો શેઠીયો કુબેરદત્ત અઢળક સંપત્તિનો સ્વામી હોવા છતાં તેને કાંઈ સંતાન ન હતું. તે શેઠ સમુદ્રમાર્ગે વ્યાપાર કરી પાછા ફરતાં મૃત્યુ પામ્યા છે. શેઠાણી કાળો કલ્પાંત કરે છે. તેના કુટુંબીઓએ અમારી પાસે ભલામણ કરી કે “શેઠને પુત્ર ન હોઈ રાજા ધન ગ્રહણ કરી લે પછી અમે શેઠની ઉત્તરક્રિયા કરીએ. માટે અમે આપને નિવેદન કરવા આવ્યા છીએ. શેઠના ધનનો કોઈ પાર નથી.”
આ સાંભળી રાજાએ કહ્યું – “હે મહાજનો ! મેં પુત્ર વિના મૃત્યુ પામેલાનું ધન લેવાનું બંધ કર્યું છે. છતાં તમારા કહેવાથી મને કૌતુક થયું છે માટે તેનો વૈભવ જોવા આવું.”
રાજા મહાજનની સાથે કુબેરદત્તને ત્યાં આવ્યા. તેની હવેલીની બંને બાજુ હસ્તિશાળા અને અશ્વશાળા હતી. હવેલી ઉપર અનેક સોનાના કોટિકુંભોની શૃંખલા હતી. ઘૂઘરીના નાદથી દિશાઓને રણકતી કરતી ઘણી બધી કોટિધ્વજાઓ ફરકતી હતી. રાજા જેવો વૈભવ જોઈ રાજા વિસ્મય પામ્યા, હવેલીના ચોગાનમાં સ્ફટિકના પત્થરોથી બનાવેલા ગૃહચૈત્યમાં આવી. મરકતમણિના શ્રી નેમિનાથ પ્રભુજીની પ્રતિમાજી સમક્ષ ચૈત્યવંદનાદિ કર્યા ત્યાં મોતીના સ્વસ્તિક, રત્નસુવર્ણના કળશ, થાળ, વાટકી, આરતી, મંગળદીપક આદિ પૂજાનાં ઉપકરણો અતિમૂલ્યવાન જોઈ રાજાને ઘણું આશ્ચર્ય થયું. ત્યાંથી બહાર આવી શેઠે સ્વીકારેલા વ્રતની ટીપ જોતાં પરિગ્રહનું પરિમાણ વાંચવા લાગ્યા. છ કોટિસુવર્ણ દ્રવ્ય, આઠ કોટિ રૂપાનું દ્રવ્ય, મહામૂલ્યવાન દશરત્નો, ઘીના ઘડા બે હજાર, ધાન્યની કોઠી બે હજાર, પચાસ હજાર ઘોડા, એક હજાર હાથી, એંસી હજાર ગાયો, પાંચસો હળ, પાંચસો ઘર, પાંચસો દુકાનો, પાંચસો વહાણ અને પાંચસો ગાડાં આટલી સંપત્તિ મારા પૂર્વજોથી ઉપાર્જિત છે, તે એમજ રહેવા દેવી અને તે સિવાયની મારી કમાણીની બધી લક્ષ્મી હું ધર્મમાર્ગે ખરચીશ.” આ પત્રક વાંચી રાજા આનંદ અને વિસ્મય પામ્યા. તે હવેલીના ઉંબરા પાસે આવ્યા. ત્યાં તેમણે શેઠની માતા ગુણશ્રીને આ પ્રમાણે રડતી સાંભળી, “ઓ મારા વહાલા દીકરા, તું હવે ક્યારે બોલીશ, તું આવીને તો જો, તારા વિના આ બધી લક્ષ્મી રાજ્યના ભંડારમાં જવા બેઠી છે.
આ સાંભળી ક્ષણ થંભી ગયેલા રાજા વિચારે છે કે - “રાજ્યને અંતે નરક કહેવાય છે તે આવા રડતી નારીના ધન લેવાના પાપે જ.” પછી રાજા મુખ્ય ખંડમાં આવી તેમને સાંત્વના આપતા બોલ્યા - ‘તમે પોતે વિવેકી અને સંસારસ્વરૂપના જાણ છો. લાકડાને જેમ ઉધઈ લાગે તેમ