________________
૭૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ઉદરની ઘણી ચિકિત્સા કરાવી પણ કોઈને સમજણ પડી નહીં. નિદાન થયું નહીં. રાજાની ઉદરપીડા દુઃસહ્ય થતી ગઈ. અંતે અતિ અકળાયેલો રાજા જીવનથી ત્રાસી ગયો ને ગંગાતીર્થે કરવત મૂકાવવાનો નિર્ણય લઈ કાશી તરફ ચાલ્યો. સાથે રાણી પણ ચાલી, પ્રભુનું સ્મરણ કરતા માર્ગે ચાલ્યા જાય. સાથે ન કોઈ રસાલો દાસ કે દાસી. કેટલોક વખત આમ વીત્યો. રાજાનું પેટ સર્પના વધવા સાથે વધતું રહ્યું. શરીરને પૂરતું પોષણ નહિ મળવાથી તે દુર્બળ થતું ગયું. દિવસો દિવસ રાણીની ચિંતા ને રાજાની પીડા વધતી ગઈ. ઘણા જ થાકી ગયેલા રાજારાણી એક વનમાં વડ નીચે આડા પડ્યા. દિવસનો પહેલો પહોર પૂરો થઈ ગયો હતો. રાજા તો ઘસઘસાટ ઊંઘી ગયા. રાણી ભવિષ્યની ચિંતાએ તંદ્રામાં પડ્યાં. રાજાનું મોટું આજે ઘણા વખતે ઉઘડ્યું ને સર્વે વાયુ લેવા પોતાનું મોટું બહાર કાઢ્યું. એટલામાં સામેના રાફડામાંથી એક બીજો સર્પ નિકળ્યો. સર્પને જોઈ તે બોલ્યો -
અરે દુષ્ટ, અધમ ! તને લાજ નથી આવતી? રાજાના પેટમાં ભરાઈ બેઠો છે તે ! શું કરું કોઈ સાંભળનાર નથી, નહિ તો કડવી ચીભડીના મૂળીયાની કાંજી રાજાને કોઈ પાઈ દે તો તારા સો વરસ પૂરા થઈ જાય, આવા તો ઘણા ઉપાય જાણું છું, પણ શું કરું?
પેટનો સર્પ બોલ્યો - “અરે ! તું શું જાણે, હું તારા નાશના ઘણા ઉપાય જાણું છું. બીજાને કહે છે તો તને શરમ નથી આવતી, આવડા મોટા નિધાનને ભરડો દઈને બેસતાં? શું કરું કોઈ સાંભળનાર નથી, નહિ તો કકડાવીને તેલ આ રાફડામાં કોઈ નાંખે તો તારા જેવા લોભીયાનો નાશ થાય અને તેને મહાન નિધાનની પ્રાપ્તિ થાય.”
આ બંને એકબીજાના વૈરીઓએ એકમેકના ગુહ્ય ઉઘાડા કર્યા ને નાશમાર્ગ જણાવ્યો. રાજાની પાસે આડી પડેલી જાગતી રાણી આ સાંભળી અચરજ પામી. અંતે તેણે સર્પ પાસે સાંભળ્યા પ્રમાણે ઉપચાર કરી રાજાને નિરોગી કર્યો. બંને સર્પો માર્યા ગયા, ધનનું મહાનિધાન રાણીએ મેળવ્યું. આ દષ્ટાંતનો ઉપનય એ છે કે કોઈએ ગમે તેવા સંબંધ બગડવા છતાં કોઈના મર્મ (ગુરૂવાતો) ઉઘાડા પાડવા નહીં. જે પારકા મર્મ ન ઉઘાડે તેને સાચો વ્રતધારી સમજવો.
પાંચમો અતિચાર :- ખોટો લેખ. બીજાની મુદ્રા, તેના અક્ષરની નકલ કરી ખોટો લેખ બનાવવો તે કૂટલેખ નામનો પાંચમો અતિચાર. જેમ કુણાલ નામના રાજકુમારની સાવકી માતાએ રાજાના લખેલા પત્રમાં અધીયતાની જગ્યાએ બિંદુ વધારી અંધાયતાં કર્યું. તેના પરિણામે યુવરાજની આંખોનો વિનાશ કરવામાં આવ્યો. આ કૂટલેખ કહેવાય. આનાથી આવો મોટો અનર્થ થયો.
અહીં એવી શંકા થઈ શકે કે મહાઅનર્થકારી કૂટલેખને અતિચાર કેમ કહેવો? તે તો ચોખ્ખી રીતે જ અસત્ય છે, તેથી બીજાવ્રતના ભંગરૂપ જ ગણવો જોઈએ. આવા ખોટાં લેખથી તો ચોખ્ખો જ બીજા અણુવ્રતનો ભંગ જણાય છે.
તેનું સમાધાન આ છે કે કોઈ મુગ્ધ માણસે અસત્ય નહિ બોલવાના પચ્ચખાણ કર્યા હોય ને પોતાની સામાન્ય સમજથી તે એમ માને કે મેં ખોટું બોલવાનો ત્યાગ કર્યો છે, કાંઈ લખવાનો
ઉ.ભા.-૨-૬