________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨)
આમ જિનદાસ શેઠની પ્રેરણાથી શ્રીકાંતશેઠે અસત્યનો ત્યાગ કરવા રૂપ બીજું વ્રત સ્વીકાર્યું અને જબ્બર દૃઢતાપૂર્વક પાળ્યું. તેના પરિણામ આ લોકમાં જ સામે આવ્યા. તે મગધની રાજધાનીમાં ગૌરવપૂર્ણ સ્થાન પામ્યા, ગૌરવથી જીવ્યા અને ધર્મને દીપાવ્યો. માટે પ્રજ્ઞાવાન આત્માઓએ બીજું વ્રત લઈને પાળવા અવશ્ય પુરુષાર્થ કરવો, અસત્ય વિના ચાલશે, પણ સત્ય વિના નહિ ચાલે.
મૃષાવાદત્યાગ વતનાં પાંચ અતિચાર મૃષાવાદ એટલે અસત્ય ભાષણ, તેના ત્યાગરૂપ બીજા વ્રતના ધારક મહાનુભાવે આ વ્રતના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહીં. પ્રથમ અતિચાર-મિથ્યા-અસત્ ઉપદેશ કોઈને ન કહેવો. જેમકે આ ઊંટ-ગધેડા કે બળદગાડી આદિમાં વધારે ભાર ભરો, આ ચોર છે તો મારવા માંડો ને ! એ લાગનો જ છે એ. ઇત્યાદિ ન કહેવું. સત્ય શબ્દની વ્યુત્પત્તિ શબ્દશાસ્ત્રમાં આમ કરવામાં આવી છે. “સભ્યો હિત સત્ય” જે સત્પરુષોને હિતકારી હોય તે સત્ય કહેવાય માટે પરને પીડા-સંતાપકારી વચનો સત્ય હોય તો પણ અસત્ય કહેવાય છે.
લોકમાં પણ કહેવાય છે કે “કોઈને પીડા ઉપજાવે તેવું સત્ય હોય તો પણ બોલવું નહીં કારણ કે તેવું બોલનાર તાપસ કૌશિક નરકે ગયો.
કૌશિક તાપસનું ચરિત્ર કૌશિક નામનો તાપસ સત્યવાદી તરીકે પંકાતો હતો. કારણ કે તે ખોટું બોલતો નહીં, પણ તેને સત્યાસત્યના મર્મનું જ્ઞાન તો હતું નહીં. સાચું બોલવું એટલે બોલવું.
એકવાર ચોરોએ કોઈક ગામ લૂંટ્યું, તાપસની પાસેની કેડીએ થઈ તેઓ વનમાં નાસી ગયા. પાછળ પડેલા રક્ષકો પગેરું શોધતાં કૌશિક પાસે આવ્યા. તેને પૂછ્યું “તપસ્વી! તમે સાચા બોલા છો, કહો ચોર કયા રસ્તે ગયા? તાપસે વિચાર્યું કે - પૂછનારને ખોટું કહેવાથી મોટો દોષ લાગે, આવું પાપ કોણ વહોરે? તેણે કહ્યું – “આ માર્ગે ચોરો ગયા છે ને પેલી પલ્લીમાં તેમનું ગુપ્ત સ્થાન છે.' તરત લપાતા છુપાતા રાજપુરુષો ગયા. અંતે ચોરોને મારી નાખ્યા. આ પાપથી અવલિમ કૌશિક નરકે ગયો.
ત્યારે જ્ઞાની પુરુષોની ઓળખ અને સમજ આપણને આ રીતે મળે છે.
એક વનમાં જ્ઞાનમુનિ ધ્યાનમાં હતા. પારધીથી ત્રાસેલું મૃગનું ટોળું દોડતું આવ્યું અને તેમની પાસે થઈ જંગલમાં અદશ્ય થઈ ગયું. ધ્યાનમાંથી નિવૃત્ત થયેલા મુનિએ તે જોયું. થોડી જ વારમાં પારધી આવી પૂછવા લાગ્યો – “મૃગનું ટોળું અહીંથી કઈ તરફ ગયું?' મુનિ વિચારમાં
5. ગયો