________________
૫૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ એવી પ્રતિજ્ઞા કરી. સત્યના ચુકાદા માટે પોતાની સાથે જ ભણેલા અને સત્યવાદી તરીકે પંકાયેલા વસુરાજાની પસંદગી કરવામાં આવી. દિવસ નક્કી કરી બંને જુદા પડ્યા. પર્વતની માને ખબર પડતાં તેણે કહ્યું – “દીકરા ! આ તેં શું કર્યું? તારા પિતાએ અનેકવાર “અજ' નો અર્થ ન ઉગે તેવું ધાન્ય અને રૂઢ તરીકે વ્રીહિ એટલે ડાંગર કરેલ છે. વિધિ ગ્રંથોમાં વ્રીહિ હોમવાની વાત છે, તો અગ્નિમાં કાંઈ બકરાં હોમાતા હશે?' પર્વત પણ શંકિત ને વિમૂઢ થયો. એક માત્ર પુત્રના મૃત્યુનો જાણે ઘંટ સંભળાવા લાગ્યો. ભયથી તે ઘૂંજી ઉઠી. તે લવાદ બનેલા વસુરાજા પાસે આવી. રાજાએ ક્ષેમકુશળ અને ઉદાસીનું કારણ તેમજ આવવાનું પ્રયોજન આદિ પૂછ્યું. તેણે બધી વાત રાજાને જણાવી કહ્યું – “રાજા, હું તમારી ગુરુપત્ની છું. આજે તમારે ત્યાં ખોળો પાથરી ભીખ માંગું છું કે મને મારા પુત્રના પ્રાણની ભિક્ષા આપો.” આ સાંભળી રાજા પણ વિમાસણમાં પડ્યો. તેણે કહ્યું - “મા, અજનો અર્થ જૂની ડાંગર થાય છે ને એ વાત તો ઘણાં અમારા સહપાઠી પણ જાણે છે.” પર્વતની માએ કહ્યું – “તમારે માત્ર મારા પુત્રને બચાવવાનો છે, તમે જે ચુકાદો આપશો તે જ માન્ય કરવાનો છે, હું બીજું કશું જાણતી નથી.” ને રડતી ગુરુપત્નીને જોઈ વસુરાજાએ કહ્યું - “મા, જાવ રડો નહીં, હું પર્વતનો પક્ષ લઈશ. તમે જરાય ચિંતા કરશો નહીં.”
બીજે દિવસે પર્વત અને નારદ પોતપોતાના પક્ષમાં સાક્ષી અને યુક્તિ લઈ ઉપસ્થિત થયા. હિસનો મુકુટ અને મોટા મૌક્તિકોના હાર-કુંડલથી સુશોભિત વસુરાજા આવ્યા અને અદ્ધર દેખાતાં સોનાના સિંહાસન પર બેઠા. છેવટે જ્યારે સાક્ષીનો સમય આવતાં-રાજાને પૂછતાં રાજાએ કહ્યું - “આપણા વિદ્યાગુરુના મોઢે મેં ઘણીવાર “અજનો અર્થ બકરો સાંભળ્યો છે.” રાજા આટલું બોલ્યા. નારદ તે સાંભળી વિષાદમાં ઘેરાયો. તે કાંઈ બોલે ત્યાં તો મોટો ધડાકો થયો. ત્યાં સમીપમાં રહેલા કોઈ દેવતાએ આ અસત્ય ભાષણ સહન ન થતાં તે સ્ફટિકની શિલા ને સિંહાસનના ભૂક્કા બોલાવી દીધા ને રાજાને પાટુ મારી નીચે ગબડાવી ફેંક્યો. લોહી વમતો રાજા મૃત્યુ પામી નરકે ગયો. સત્યનો અને નારદનો જયજયકાર થયો. સત્યના પ્રતાપે નારદ વર્ગ પામ્યો.
આ ચરિત્ર સાંભળી સમજુ જીવોએ સત્યવ્રતમાં સદા આદરવાળા થવું.
વસુરાજના આઠપુત્રો પણ દેવીકોપથી માર્યા ગયા. પર્વતને સહુએ ધિક્કારીને કાઢી મૂક્યો, તે રખડતો રઝળતો મહાકાળ અસુર પાસે જઈ પહોંચ્યો. મહાકાળનો પરિચય આ પ્રબંધમાંથી મળશે.
મહાકાલનું વૃત્તાંત આયોધન નામના રાજાએ પોતાની પુત્રી યુવાન થતા નિયમ પ્રમાણે તેના સ્વયંવરનું ભવ્ય આયોજન કર્યું અને બધા રાજાઓને આમંત્રણ કર્યું. રાણીએ પોતાની કન્યાને ખાનગીમાં ભારપૂર્વક જણાવ્યું કે - “તું મારા ભત્રીજા મધુપિંગને વરમાળા પહેરાવજે. તેથી તું સુખી થશે, મધુપિંગ સુંદર, શૂરો અને સૌભાગી છે.' ઇત્યાદિ. આ વાત કોઈ દાસી દ્વારા ત્યાં સ્વયંવર માટે આવેલા રાજાઓમાં