________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ મૂઢાત્માઓ કુલક્રમથી આચરે છે. ત્યારે વિદ્વાનો-સમજુ પરીક્ષા દ્વારા નિર્ણય કરીને ધર્મ આદરે છે. કોઈક એવાં પણ મૂઢ હોય કે પૂર્વજોના ખારા કૂવાના પાણી પીવે પણ નજીકના મધુરજળના કૂવે જોવાય ન જાય. કોઈ લોખંડ વંઢોરીને ફરનાર રૂપું કે સોનું મળવા છતાં લોઢું જ રાખવાનો આગ્રહ રાખનાર વેપારીની જેમ ધર્મની બાબતમાં વર્તે તો તેને દુરંત સંસારનો અંત ક્યાં ? માટે રાજા, ધર્મ તો દયામૂલક જ છે, આ વાત સર્વશાસ્ત્રોથી પ્રમાણિત છે. માટે ભ્રાંતિ છોડી દયાધર્મમાં સ્થિર ચિત્તવાળા થાવ.' ઇત્યાદિ યુક્તિસંગત ઉપદેશથી પ્રતિબોધ પામી શ્રી કુમારપાલ મહારાજાએ પ્રાણાતિપાત વિરમરણ વ્રત લીધું અને પોતાના રાજ્યમાં ઢંઢેરો પીટાવી ઘોષણા કરાવી કે - ‘સ્વ કે ૫૨ માટે જે જીવહિંસા કરશે તે રાજદ્રોહી ગણાશે.' તથા પારધી, કસાઈ, માછી, કલાલ આદિને નિર્દોષ જીવિકાનો પ્રબંધ કરાવી આપ્યો.
૩૨
એકવાર કોપિત થયેલી કુળદેવીએ કુમારપાળના શરીરમાં ઘણી વ્યથા ઉત્પન્ન કરી. તે પીડા જોઈ તેમના વાગ્ભટ્ટ નામના મંત્રીએ કહ્યું - ‘મહારાજા, શરીરની સ્વસ્થતા આવશ્યક છે. માટે દેવીને પશુ આપી સ્વયંની રક્ષા કરો.' આ સાંભળી રાજા બોલ્યો - ‘અરે ! તમે તો કેવા સત્ત્વહીન વાણીયા છો ? મારી ભક્તિમાં ઘેલા થઈ તમે આ શું બોલ્યા ? જીવને ભવે ભવે ભવના કારણરૂપ શરીર તો મળ્યા જ કરે છે. પરંતુ સર્વજ્ઞ પ્રભુએ કહેલો મુક્તિ આપનાર દયાધર્મ સ્હેજે મળતો નથી. શ્વાસ ચપળ છે ને જીવન તદ્રુપ છે, તો તેને માટે મુક્તિ આપનાર સ્થિર દયાને હું શા માટે છોડું ?' અને ધર્મની આવી દઢતાના પ્રતાપે રાજાના રોગ નાશ પામ્યા.
વંદન કરી રાજા ઊભા હતા ત્યારે શ્રી હેમચંદ્રસૂરિજીએ કહ્યું - ‘રાજા, દેહમાં દુઃસહ્ય કષ્ટ હતું ને લોકો સ્પષ્ટ દૈવીકોપ કહેતા હતા, છતાં તમારી શ્રદ્ધા જરાય ડગી નથી. તે ઘણાં સંતોષની વાત છે. સાચે જ તમે પરમાર્હત્ છો.' ત્યારથી કુમારપાળ પરમાર્હત્ કહેવાયા. રાજાના મુખમાં, તનમાં, મનમાં, ઘરમાં, નગરમાં, દેશમાં એમ સર્વત્ર દૃયા વ્યાપક થઈ ગઈ ને હિંસાનું સ્થાન જ જાણે ખલાસ થઈ ગયું. હિંસાની જરાય પુષ્ટિ ક્યાંય ન હોઈ જાણે તે સાવ દુબળી પાતળી થઈ ગઈ ને પોતાના બાપા મોહની પાસે આવી. મોહે લાંબાકાળે આવેલી ને સાવ બદલાઈ ગયેલી દીકરીને ઓળખી પણ નહીં. હિંસા બોલી – ‘હું તમારી વહાલી ને લાડકી દીકરી હિંસા ! મને ન ઓળખી?' મોહે કહ્યું - ‘તું સાવ નખાઈ કેમ ગઈ છે ?' તે બોલી - ‘તાત ! શું વાત કરું ? રાજા કુમારપાળ પૃથ્વીપર મોટા રાજનો ધણી છે. તેણે મને હાંકી કાઢી છે.' ક્રુદ્ધ થયેલો મોહ બોલ્યો – ‘બેટા ! રો નહીં, તારા વૈરીઓને હું રડાવીશ. ત્રિભુવનમાં એવું કોઈ પાક્યું નથી જે મારા કહ્યા પ્રમાણે ચાલે નહીં.’ એમ કહી મોહરાજાએ સૈન્ય સાબદું કર્યું. કદાગ્રહ મંત્રી, અજ્ઞાનરાશિ સેનાપતિ, મિથ્યાત્વ, વિષય, અપધ્યાન આદિ મહા યોદ્ધાઓ, તથા હિંસાની સાથે પાણિગ્રહણ કરાવનારા યજ્ઞકારીઓ, આમ જંગી સવારી લઈ મોહમહારાજ ચૌલુક્ય વંશના શણગાર જેવા કુમારપાળ સામે આવ્યા, ને એવો માર ખાઈ ભાગ્યા કે ઘરે આવી બળાપો કરવા લાગ્યા.
રાગાદિ રાજકુમારો બાપાની બૂમો સાંભળી આવી પહોંચ્યા. ને બોલ્યા - ‘બાપા ! તમો