________________
૩૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ છો? વગેરે પૂછવા લાગ્યા. તેણે કહ્યું - હવે શું કહું? એની વાત તો પૂરી થઈ ને હવે મારી પણ પૂરી થાય છે. એમ કહી તે શિલાથી આત્મહત્યા કરવા તત્પર થયો. સહુ લોકોએ તેને પકડી વાર્યો. લોકોના કહેવાથી તેણે આખી વાત કહી સંભળાવી. જસાહિત્યને પોતાની પુત્રી અને જમાઈની વાત સાંભળી ઘણો રંજ-ખેદ થયો. તેણે તત્કાળ દોડી અરૂણદેવને શૂલી પરથી નીચે ઉતાર્યો. તેના પ્રાણ જવાની તૈયારી હતી. તરત ઉપચાર કરવામાં આવ્યા. લોકો તેમજ જસાદિત્યે રાજા તેમજ રાજપુરુષોને ઘણું સંભળાવ્યું. રાજાએ સ્વીકાર પણ કર્યો કે “મારાથી ઉતાવળું પગલું ભરાઈ ગયું. પણ તેથી પરિસ્થિતિમાં કાંઈ ફર્ક પડ્યો નથી.
ત્યાં અચાનક ચાર જ્ઞાનના ધારક અમરેશ્વર મુનિજી પધાર્યા. આ બનાવથી વ્યથિત થયેલા લોકોના ટોળાને સાંત્વના આપતા તેમણે કહ્યું – “હે મહાનુભાવો!મોહનિદ્રામાંથી જાગો. ત્રિકરણ યોગે અહિંસાનો આદર કરો. વચન કે કાયાથી કરેલી હિંસા અતિ દુઃખદાયક છે, તેમ માનસિક હિંસા પણ નરકાદિ ઘોર દુઃખના ખાડામાં ધકેલે છે. તે બાબત આ દષ્ટાંત સાંભળો.
વૈભારગિરિની તળેટીના ઉપવનમાં એકવાર કેટલાક લોકો ઉજાણી કરવા ભેગા થયા હતા. ત્યાં ખાન-પાનની વિવિધતા ને વિપુલતા જોઈ કોઈ ભિખારી ત્યાં ભીખ માંગવા આવ્યો. પણ તેના ઘોર અંતરાયે તેને કોઈએ ખાવાનું ન આપ્યું. આથી ખીજાયેલા તેણે વિચાર્યું “હાય ! આટલું બધું હોવા છતાં મને કોઈએ થોડું પણ ખાવાનું આપ્યું નહીં. માટે આ બધાને મારી નાખવા જોઈએ. આમ વિચારી ક્રોધથી બળબળતો તે ગિરિ પર ચઢ્યો ને મોટો પત્થર (શિલા) તે લોકોપર ગબડાવવા લાગ્યો. દૈવયોગે શિલાની નીચે એ જ આવી ચગદાઈ ગયો ને લોકો બધા દૂર ભાગી ગયા. લોકોનું કાંઈ બગડ્યું નહીં ને માનસિક પાપના જોરે ભિખારી નરકે ગયો. માટે જીવે સદા ધ્યાન રાખવું કે માનસિક હિંસા પણ ઘણા માઠા પરિણામો સર્જે છે.”
આઉર પચ્ચકખાણ પયત્રામાં જણાવ્યું છે કે – “આહારની ઉત્કટ અભિલાષાથી મત્સ્ય સાતમી નરકે જાય છે. માટે સાધુઓએ સચિત્ત આહારની અભિલાષા-માનસિક ઇચ્છા પણ ન કરવી. (આ મત્સ્ય તંદુલીયો-ગર્ભજ જાણવો) તંદુલ મત્સ્ય ચોખાના દાણા જેવડો હોય છે ને ભીમકાય મગર-મત્સ્યના મુખ પાસે-આંખની પાપણમાં પેદા થાય છે. તે પ્રથમ સંઘણયવાળો અને દુષ્ટ મનોવ્યાપારવાળો હોય છે. મોટા મત્યે પકડેલા માછલાના જથ્થામાંથી તે મોઢું દબાવે ત્યારે બે દાંતની પોલાણમાંથી નાના નાના માછલા નિકળી પાછા પાણીમાં ચાલ્યા જાય ને બચી જાય. તે જોઈ તંદુલીયો વિચારે કે “આ મોટા મઢ્યમાં આવડત નથી. તેની જગ્યાએ હું હોઉં તો એકે માછલું બચવા ન દઉં ને બધું હોઈઆ કરી જાઉં.” “આ માછલા જઘન્યથી તો અંગુલના અસંખ્યાતમાં ભાગના શરીરવાળા હોય છે. કાંઈ ખાધા કે તેવી કાયિક હિંસા કર્યા વિના માત્ર માનસિક હિંસાના પરિબળથી સાતમી નરક સુધી જાય છે. આ વાત શ્રી ભગવતી સૂત્રમાં વર્ણવી છે.
એટલે મન-વચન કાયાથી ત્રિવિધ કરેલી હિંસા અનેક ભવો અને તેમાં અઘોર દુઃખને આપનારી છે.' ઇત્યાદિ અમરેશ્વર મુનિરાજનો ઉપદેશ સાંભળી લોકો અહિંસામાં આદરવાળા