________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ એકવા૨ રાજા ઘેવર જમતા હતા. સરખાપણાને લઈ તેમને પૂર્વેનું માંસભક્ષણ યાદ આવી ગયું. તરત ખાવાનું અટકાવી ગુરુ મહારાજ પાસે આવી પૂછ્યું - ‘નાથ ! ઘેવર ખાવા કલ્પે કે નહીં ?’ તેમણે કહ્યું – ‘તે વાણીયા-બ્રાહ્મણને કલ્પે પણ અભક્ષ્યનો ત્યાગ કરનાર ક્ષત્રિયને કલ્પે નહીં. કારણ કે તે ખાતાં માંસાદિનું સ્મરણ થઈ આવે છે. ગુરુજીની વાત સ્વીકારી તરત નિયમ કર્યો અને બત્રીસ કોળીયા ખાધેલા માટે પ્રાયશ્ચિત્ત તરીકે ઘેવરના વર્ણવાળા બત્રીસ જિનપ્રાસાદો કરાવ્યા.
૩૬
આ અખિલ ભૂમંડલ પર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય છવાઈ ગયા હતા. તેમના અલૌકિક ગુણોએ અગણિત હૃદયમાં અદ્ભૂત સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તો કુમારપાલ ભૂપાલની ધર્મધગશ ને ગુરુભક્તિએ પણ અનોખું વાયુમંડલ ઉભું કર્યું હતું. કુમારપાળની કીર્તિ પણ દિગંત સુધી વિસ્તરી હતી. સ્વયં આચાર્યદેવ પોતે-જેઓ કદી પોતાની કે કોઈ પણ માણસની કદી શ્લાઘા કરતા નહીં, પણ રાજાને કહેવા લાગ્યા -
किं कृतेन न यत्र त्वं यत्र त्वं किमसौ कलिः ? | कलौ चेद् भवतो जन्म, कलिरस्तु कृतेन किम् ? ॥
અર્થ :- હે રાજા ! જો તું ન હોય ને (સત) કૃતયુગ પ્રવર્તતો હોય તો તેથી શું ? અને તારી ઉપસ્થિતિ હોય તો તે કલિકાલથી પણ શું ? અર્થાત્ તું હોય તો કલિકાલ ભલે રહ્યો, તારા વિનાનો કૃતયુગ અમારે નથી જોઈતો.
આ પ્રમાણે શ્રી કુમારપાળ મહારાજાનું ચરિત્ર અનેક રીતે સમૃદ્ધ અને પ્રેરણાદાયી છે.
તેઓ આવતી ચોવીસીમાં થનાર પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભસ્વામીના પ્રથમ ગણધર થશે. આમ શ્રી કુમારપાળે કુળપરંપરાથી ચાલી આવતી હિંસા પણ છોડી દીધી હતી અને શાસનની અદ્ભૂત પ્રભાવના કરી હતી.
૬૯
ક્રોધાદિથી પણ હિંસક વચન ન બોલવા
ક્રોધાદિથી હિંસક વચન બોલવા પણ મહા અનર્થકારી છે. તેના પરિણામ કેટલા વિષમ હોય છે, તે માતા ચંદ્રા અને પુત્ર સર્ગના જીવનથી આપણે જાણી શકીએ છીએ.
માતા ચંદ્રા અને પુત્ર સર્ગની કથા
વર્ધમાન નગ૨માં સુઘડ નામનો કુળપુત્ર, પત્ની ચંદ્રા અને પુત્ર સર્ગ સાથે વસતો હતો. પહેલેથી જ આ કુટુંબ ગરીબ હતું. નિપુણ્ય જીવોને અગવડ ઘરમાં જ પડી હોય છે. સુઘડ