________________
૪૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ ભાન થયું ને પરિસ્થિતિ જાણી ત્યારે તેને ઘણી લજ્જા ને સાથે ચક્રવર્તી ઉપર ક્રોધ આવ્યો. આ અપકૃત્ય તે રાજાએ જાણી જોઈને કરાવ્યું છે એમ તેને લાગતાં તે વૈરી થયો ને ચક્રીને મારી નાખવાની વિચારણા કરવા લાગ્યો.
એવામાં જંગલમાં તેણે પાક્કા નિશાનબાજને જોયો. તે ગલોલથી ધાર્યા પાંદડામાં કાણાં પાડી શકતો, તેને કેટલુંક દ્રવ્ય અને બીજી મોટી લાલચ આપી. તેનાથી ચક્રીની બંને આંખો ફોડાવી નાંખી તે ગોવાળ પકડાયો ને તેણે બ્રાહ્મણનું નામ આપ્યું. રાજાએ પરિવાર સાથે બ્રાહ્મણને મારી નંખાવ્યો. છતાં એનો ક્રોધ ઓછો ન થયો ને તેણે આજ્ઞા આપી કે – “થોડા બ્રાહ્મણો રોજ મારી નાંખવા ને તેમની આંખો મારી પાસે લાવવી.” આમ રોજ કરવામાં આવતું ને તેમની આંખો હાથમાં ચોળી ચક્રવર્તી ઘણો રાજી થતો. આવી રીતે ઘણાં નિર્દોષ જીવોનો ઘાત થતો જોઈ મંત્રી આંખના આકારવાળાં બીજ વિનાના વડગંદા રાજાને આપતો ને આંધળો રાજા બ્રાહ્મણોની આંખો સમજી અત્યંત ગુસ્સાપૂર્વક મસળી નાંખતો. આ રીતે તેણે સોળ વર્ષ પર્યત કરી રૌદ્રધ્યાનમાં મૃત્યુ પામી સાતમી નરકે ગયો.
કહ્યું છે કે વડગુંદાને બ્રાહ્મણોનાં નેત્ર સમજી તેને ફોડી નાખી-ચોળતો-મસળતો છેલ્લો ચક્રવર્તી બ્રહ્મદત્ત અનુબંધ હિંસાને લીધે સાતમી નરકે ગયો.
G૨.
ઘાતકનો ઘાત પણ વર્જવો કેટલાક અણસમજુ જીવો કહે છે કે – “અન્ય પ્રાણીઓની હિંસા કરનાર ઘાતકહિંસક પ્રાણીઓને મારી નાખવા જોઈએ, કેમકે એક હિંસક પ્રાણીને મારતા અનેક જીવોનું રક્ષણ થાય છે. એટલે કે એક બિલાડીને મારવામાં દોષ નથી કેમકે તેને મારતાં ઘણાં ઉંદર-પારેવા આદિનું રક્ષણ થાય છે ઇત્યાદિ. કિંતુ એ વિચારસરણી અનુચિત છે. કારણ કે આપણા આર્યક્ષેત્રમાં પણ અહિંસક કરતાં હિંસક પ્રાણીની સંખ્યા વધારે જ હશે ને આવી સમજણથી નિર્વસ પરિણામ ઉત્પન્ન થાય છે, જે ધર્મની વાસનાનો પણ નાશ કરે છે. તેમજ કોઈ અલ્પજ્ઞને એમ પણ જણાય કે - “જીવનનિર્વાહ માટે ધાન્ય કે અન્ય માછલાં આદિ ઘણાં જીવોનો નાશ કરવો પડે છે. તેના કરતાં એક મોટો હાથી માર્યો હોય તો તેનાથી ઘણા જીવોનો ઘણો વખત નિર્વાહ થાય, અને હિંસા તો એક જ જીવની લાગે.” તેનો ઉત્તર આર્દ્રકુમારના ચરિત્રમાંથી મળે છે.
આદ્રકુમારની વાર્તા મગધના મહિમાવંત મહારાજા શ્રેણિકને આદ્રદેશ (એડન)ના રાજા આર્તક સાથે પૂર્વજોથી ચાલી આવતી મૈત્રી હતી. મૈત્રી પ્રીતિ વિના વ્યર્થ છે અને અવસરે વસ્તુઓ મોકલવા-દેવા-લેવાથી