________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ પી જવું. આમ કરતાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પાળી હોવાને કારણે તેમને પૃથ્વીકાયજીવની હિંસા ન લાગે. તેવી જ રીતે ગૃહસ્થોને પણ શ્રી જિનેશ્વરદેવની પૂજા આદિ કરતાં હૃદયમાં દયાભાવ હોવાને કારણે હિંસા લાગતી નથી.
પૂર્વ પુરુષોએ હિંસાના ત્રણ ભેદ બતાવ્યા છે. સ્વરૂપહિંસા, હેતુહિંસા અને અનુબંધહિંસા. અંતઃકરણમાં દયાના પરિણામ હોય અને બાહ્ય ક્રિયા કરતાં જે હિંસા થાય તે સ્વરૂપહિંસા કહેવાય. ખેતી આદિના હેતુએ થતી હિંસા હેતુહિંસા કહેવાય અને અંતઃકરણમાં કલુષિત અધ્યવસાયના પરિણામે નિર્દયતાપૂર્વક કરાતી હિંસા અનુબંધહિંસા કહેવાય. માતાના કહેવાથી રાજા યશોધરે લોટના કુકડાની હિંસા કરી, તેથી તે દુરંત દુઃખની પરંપરા પામ્યો, તેમજ બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિને બાહ્ય દેખાવે સ્વરૂપહિંસાનો ચોખ્ખો અભાવ હતો છતાં અનુબંધહિંસાના અધ્યવસાયે નરકની પ્રાપ્તિ થઈ.
બ્રહ્મદત્ત ચક્રવર્તીની કથા કાંપિલ્યપુર નગરના રાજા બ્રહ્મને ચાર પાક્કા મિત્રો હતા. કાશીદેશનો રાજા કંટક, હસ્તિનાપુરનો સ્વામી કરેણ, કોશલનો અધિપતિ દીર્ઘ અને ચંપાનરેશ પુષ્પચૂલ. આ રાજાઓમાં પરસ્પર એટલો સ્નેહ હતો કે તેમણે એકબીજાના રાજ્યમાં એકેક વર્ષ આવી રહેવાનું નક્કી કર્યું હતું. એકવાર આ રાજાઓ બ્રહ્મરાજાને ત્યાં આવ્યા હતા. કેટલાક દિવસે ઓચિંતી બ્રહ્મરાજાને મસ્તકવેદના ઉપડી. આ વેદના વધતી ગઈ ને તેમાંથી શૂલ થઈ આવ્યું. પોતાનો પુત્ર બ્રહ્મદત્ત તેઓને સોંપતા બ્રહ્મરાજાએ કહ્યું – “હવે હું બન્યું એવી આશા નથી માટે આ બાળરાજાને તેમજ મારા રાજયને તમારે સાચવવાના છે.” અને એમ કરતાં રાજા બ્રહ્મ તો મૃત્યુ પામ્યા. પછી રાજા દીર્થને ત્યાંની વ્યવસ્થા સોંપી બીજા રાજાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા.
ત્યાં રહેતા દીર્ઘ રાજા બ્રહ્મરાજાની રાણી ચૂલણીના અતિ પરિચયમાં આવ્યા ને એ પરિચય પ્રણયમાં પરિણમ્યો. બ્રહ્મદત્તકુમાર શૈશવાવસ્થા વટાવી ચૂક્યો હતો તે ઘણો ચતુર ને બુદ્ધિશાળી હતો. વિધવા રાણીના વહેવારને ધેનુ નામનો મંત્રી જાણી ગયો ને તેણે વિચાર કરી પોતાના પુત્ર વરધેનુને વૃત્તાંત જણાવી કહ્યું - “તું અને રાજકુમાર મિત્રો છો માટે તું એકાંતમાં બ્રહ્મદત્તને કહેજે.” તેણે અવસર પામી બ્રહ્મદત્તને કહ્યું કે “દીર્ઘરાજ (તમારી) માતામાં આસક્ત થાય એ બધા માટે ખરાબ વસ્તુ છે. બ્રહ્મદર ઘણો જ ચતુર હોઈ તે એક કોકિલા અને કાગડો લઈ રાણીવાસમાં ગયો. દીર્ઘ અને ચૂલણી ત્યાં હતાં. તેઓ સાંભળે તેમ કુમાર જોરથી બોલ્યો, કાગડા! તું કોકિલામાં મુગ્ધ થયો છે, પણ આનું પરિણામ સારૂં નહિ આવે, માની જા. એમ તું નહિ માને? તો લે એમ કહી કટારીથી કાગડાને મારી નાંખતો બોલ્યો - “આવી નાદાની જે કોઈ કરશે, તેને આ બ્રહ્મદત્ત જીવતો નહિ મૂકે. એમ કહી બ્રહ્મદત્ત ચાલ્યો. પણ આ જોઈ દીર્ઘ ગભરાઈને કહેવા લાગ્યો - “તું કોકિલા ને હું કાગડો. સમજણ પડી ?' રાણીએ કહ્યું - “આ તો બાળરમત કહેવાય. તમારી શંકા અસ્થાને છે. આપણાં સંબંધની એને શી ખબર પડે ?”