________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
બન્યા અને નિરપરાધી અરૂણદેવ અને દેવણીના દુઃખનું કારણ પૂછ્યું. અરૂણદેવ પણ સચેત થઈ ગુરુમહારાજની વાણી સાંભળવા લાગ્યો. જ્ઞાની ગુરુએ ચંદ્રા અને સર્ગના ભવની વાત કહેતા અરૂણદેવ જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. તે બંનેએ ત્યાં ને ત્યાં ગુરુસાક્ષીએ અણસણ લીધું. તેથી સહુ શ્રોતાઓ સંવેગ પામ્યા ને દયાળુ થઈ દયાધર્મ સ્વીકાર્યો. અરૂણ-દેવણી પ્રાંતે સ્વર્ગે ગયાં.
હે ભવ્યો ! આ પ્રમાણે ચંદ્રા અને સર્ગનું વૃત્તાંત સાંભળી, હાસ્ય, મોહ કે ક્રોધાદિથી કદી હિંસાવચન ન બોલવું. ચિત્ત અને આત્માને સદા દયાળુ બનાવવા યત્નશીલ રહેવું.
દયાથી ઉત્તમતાની પ્રાપ્તિ કોઈક કહે છે કે આ આત્મા અભેદ્ય, નિત્ય અને સનાતન છે, તો શરીરરૂપ પિંડનો નાશ થતાં જીવનો નાશ કેવી રીતે થઈ શકે ? પૃથ્વીથી ઉત્પન્ન થયેલો ઘડો નષ્ટ થતા કાંઈ આકાશ (અવકાશ) નાશ પામતું નથી. કદાચ કોઈ કહે છે કે ઘટાકાશ (જટલામાં ઘટ હતો તે ઘટવાળું આકાશ) તો નાશ પામે છે. તો તે વાત પણ કલ્પિત છે.
તથા ગીતાદિ લૌકિકગ્રંથોમાં લખ્યું છે કે યુદ્ધ અને યજ્ઞ આદિમાં જીવવધનો નિષેધ બાધ નથી. તે વાત પણ અયુક્ત છે. કારણ કે નિશ્ચયનયની અપેક્ષાએ જીવ નિત્ય છે. તેની ગતિ આગતિથી હોતી નથી. કિંતુ વ્યવહારનયની અપેક્ષાએ તે તે વિભિન્ન પ્રકારના શરીરપિંડ સ્વરૂપ થઈ ગાયત્વ, હસ્તિત્વ, પુરુષત્વ કે સ્ત્રીત્વ પામે છે, તેથી જ માંકડ, કીડી આદિ રૂપે ઉત્પન્ન થયેલો પ્રત્યક્ષ જોવાય છે. તે પક્ષે દીપકના નાશે પ્રભાના નાશની માફક શરીરરૂપ પિંડનો વિનાશ થતાં જીવનો પણ વિનાશ થાય છે. તેથી તું મર-મરી જા એમ કહેવાથી પ્રાણીને દુઃખ થાય છે. તેમજ તેને મારી નાંખવાથી તેના ફળસ્વરૂપે નરકની મહાવ્યથા મળે છે. માટે સર્વધર્મમાં દયા ધર્મ જ શ્રેષ્ઠ ને ઉત્તમ છે. તેની સ્તુતિ તો તીર્થંકર પ્રભુએ પણ કરી જ છે. ઉત્તમ પ્રકારની જીવદયામાં જેમનાં હૃદય તત્પર છે એવા શ્રી શાંતિનાથ પ્રભુ અને શ્રી મુનિસુવ્રતસ્વામી પૂર્વે થઈ ગયા છે. તેમની કીર્તિ આજે પણ પૃથ્વીમાં પથરાયેલી છે. આ સંબંધમાં અચિરામાતાના નંદન, શ્રી શાંતિનાથ ભગવંતનો આમ પ્રબંધ છે.
શ્રી શાંતિનાથ પ્રભુના પૂર્વભવની કથા જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહક્ષેત્રની મંગલાવતી વિજયમાં રત્નસંચય નામનું નગર હતું. પૂર્વે ત્યાં શ્રી શાંતિનાથસ્વામીનો જીવ નામે વજાયુધ રાજા હતો. એકવાર એક પારાપત (કબૂતર). ભયથી ફફડતું વજાયુધના શરણે આવી પડ્યું, રાજાએ અભય આપતાં કહ્યું – તું ડરીશ નહીં.” એટલામાં તેની પાછળ જ હાંફતું એક બાજ (સીંચાણો) પક્ષી આવ્યું. તેણે કહ્યું – રાજા, ઘણી ભૂખ
ઉ.ભા.-૨-૪