________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૩
આ મારી વ્યથાભરી કથા છે. મારું મૃત્યુ નહિ થવાનું હોય માટે જ છે મહાભાગ ! તમે અહીં સમયસર આવી ચડ્યા ને તમને સુધા સિંચવાનો વિચાર આવ્યો ને હું સચેત પણ થઈ. તો હમણાં ને હમણાં તમે મને પરણી લો, હરિબળે તેનું પાણિગ્રહણ કર્યું. તે કન્યાએ કહ્યું- “હવે અહીંથી આપણે શીધ્ર ચાલ્યા જવું જોઈએ. વિભિષણને તમારા રાજા સાથે કશો જ સંબંધ ન હોઈ આમંત્રણ આપવાની આવશ્યકતા નથી. છતાં તમે અહીં સુધી આવ્યા છો એની ખાત્રી માટે હું અહીંનું ખગ તમને લાવી આપું છું.' એમ કહી પૂજારીની કન્યા લંકાનું ખડ્રગ લઈ આવી. તે સ્ત્રીની બુદ્ધિથી વિસ્મિત થયેલ હરિબળ ખગ, પત્ની અને અમૃતની તુંબી સાથે દેવની સહાયથી વિશાલાનગરીમાં આવ્યો.
આ તરફ રાજા, હરિબળના પ્રયાણ પછી ગુપ્તવેશે હરિબળના ઘરે આવ્યો. એકલી વસંતશ્રીને જોઈ રાજા છૂટ લેવા લાગ્યો, ચતુર વસંતશ્રી પરિસ્થિતિ પામી ગઈ. ધીરજ રાખી સમય પારખી તેણે રાજાને કહ્યું- હજી મારા પતિના પાકા સમાચાર આવતાં સુધી વૈર્ય રાખવું જોઈએ. મારે તેને છેહ ન દેવાય.” રાજાએ કહ્યું -“તેના મૃત્યુમાં તારે સંદેહ રાખવો ન જોઈએ.” છતાં જે કહે છે, એમ કહી રાજા મહેલે પાછો ફર્યો ને વિચારવા લાગ્યો કે કદાચ હરિબળ પાછો ફરે તો પણ એ આ નગરમાં નહિ આવી શકે. આ વસંતશ્રી ભોળી છે ને છેહની વાત કરે છે. ભલે બે ચાર દિવસ પછી વાત.
હરિબળ લંકાની કન્યા કુસુમશ્રીને એક સ્થાનમાં બેસાડી ગુપ્ત રીતે પોતાને ઘેર આવ્યો. ચિંતામાં પડેલી વસંતશ્રીએ તેને જોયો ને આનંદમાં ઘેલી જેવી થઈ ગઈ. બંનેએ પોતપોતાની વીતક કહી સંભળાવી, હરિબળે ઉદ્યાનમાં જઈ સમાચાર રાજાને મોકલાવ્યા કે “હું વિભિષણને તમારું નોતરૂં આપી આવ્યો છું. મારી સાહસિક વૃત્તિથી પ્રસન્ન થઈ તેમણે પોતાની પુત્રી મને પરણાવી સકુશળ અહીં પહોંચાડ્યો છે, ઈત્યાદિ. આ સાંભળી રાજાને વિશ્વાસ થયો નહીં. પણ તેણે માણસો મોકલી ખબર કઢાવી તો તેના વિસ્મયનો પાર ન રહ્યો. નગરમાં વાત ફેલાતા પ્રજાજનોનો ધસારો હરિબળને જોવાં ધસ્યો. અનિચ્છાએ પણ રાજાએ તેનો આડંબરપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો. કુશળ ક્ષેમના ઉપચાર પછી રાજાએ પૂછતાં તેણે પોતાની હકીકત નિવેદન કરતાં કહ્યું, “હું ગમે તેમ કરી સમુદ્ર સુધી તો પહોંચ્યો પછી તો સમુદ્રને જોઈને પણ તમ્મર આવવા લાગ્યા.
કાંઠે બેસી વિચારતો હતો તેવામાં પાણીમાંથી નિકળતો વિકરાળ રાક્ષસ મેં જોયો. જરા પણ ડર્યા વિના મેં એને લંકામાં જવાનો માર્ગ પૂછતાં તેણે કહ્યું- “તું અહીં સળગી મરે તો લંકા પહોંચે.” મારે તો કોઈ પણ ભોગે આપનું કામ કરવું હતું. પછી શું? ચિતા ખડકી, સળગાવીને પડ્યો તેમાં. થોડીવારમાં બધું રાખ, રાક્ષસે રાખની ઢગલી વિભિષણ સામે મૂકતાં બધી વાત જણાવી. મારા સત્ત્વથી પ્રસન્ન થયેલા વિભિષણે મને અમૃત છાંટી ઊભો કર્યો ને આ પુત્રી પરણાવી પછી મેં આપના આમંત્રણની વાત કરી તો એ કહે- “અમારે અમારી મહત્તા સાચવવાની હોય
ઉ.ભા.-૨-૩