________________
મહત્વની ખબર નથી. સ્વાવલંબન એટલે સ્વના શરણ વિના પરની કિંચિત્ માત્ર અવલંબનની વૃત્તિ ન ઊઠવી, તે સ્વાવલંબન છે. જે મિથ્યાદર્શનરૂપ પરિણતિને અભાવ ઉત્પન્ન થાય તે જ જીવને બીજા કે પદાર્થના અવલંબનની જરૂર રહેતી નથી. પણ એકાંત મિથ્થાબુદ્ધિ કઈને કઈ પર પદાર્થના અવલંબન વિનાની ફદા રહેતી નથી. જયારે જીવ આવી પરાધીન પરિણતિથી છૂટી જાય છે ત્યારે તે અનુભવ કરવા લાગે છે કે, “જેને હું અત્યાર
ધી મારું કાર્ય સમજતો હતો તે ખરેખર મારું કાર્ય હતું જ નહીં હું તે પરપદમાં સ્થિત હતો. સ્વપદની પ્રાપ્તિ તરફ મારૂં કદી ધ્યાન જ ગયું નહોતું. સ્વપદની પ્રાપ્તિને અર્થ એ છે કે પિતાના સ્વભાવમાં રમણ કરવું, તેમાં તેને બીજી કઈ પણ વસ્તુની મદદની કિંચિત માત્ર દરકાર નથી-અર્થાત કાર્યકારી નથી. હવે. મને મારા સ્વરૂપનું એટલે સ્વપદનું જ્ઞાન થયું છે-પદપરપદને વિવેક થયે છે.” " . આ પ્રમાણે જીવને વિચાર દઢ થાય છે ત્યારે જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેની પ્રાપ્તિથી જીવ પોતે પિતાના જ પદની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે. અને ત્યારે જ જીવ પિતાના પૂર્ણ સ્વાવલંબનથી નિજ પદની પ્રાપ્તિ કરવા સમર્થ થાય છે. એટલે કે તે જીવ મુનિ પદ ધારણ કરી સ્વપદની પૂર્ણદશાને પ્રાપ્ત કરે છે તેનેજ મોક્ષ, સિદ્ધ, સ્થિતિ કે મુક્તિ કહે છે. • આટલું પ્રારંભિક વિવેચન કરીને વિશેષ વિસ્તાર આ ગ્રંથમાં બતાવવામાં આવેલ છે ત્યાંથી જાણવું.
સોપાશક:-
બ. ચુનીલાલ દેસાઈ