________________
દેવાની ચેષ્ટા કરતા નથી. બન્ને પ્રકારના ઈન્દ્રિય સંયમ અને પ્રાણ સંયમના તે પાલનહાર છે. સંયમ જીવની સાધના છે અને અસંયમ જીવનને વિકાર છે, તેથી અસંયમભાવ તે નૈમિત્તિક ભાવ છે અને તે ચારિત્રમેહનીય કર્મના ઉદય જન્ય નિમિત્તથી જીવમાં અસંયભાવ ઉત્પન્ન થાય છે.
ચારિત્રમોહનીય કર્મની બે પ્રકારે શક્તિ હોય છે. એક શક્તિ કષાયને ઉત્પન્ન કરે છે અને એક શક્તિ અસંયમ ભાવને ઉત્પન્ન કરે છે. જેમકે અનંતાનુબંધીનાં બે કાર્ય છે–એક તે સ્વરૂપાચરણ ચારિત્રને ન થવા દેવું અને બીજું સમ્યકત્વને પ્રગટ ન થવા દેવું. * ધવલ ગ્રંથમાં કષાયમાં ક્રોધ, માન, માયા અને લોભ લેવામાં આવેલ છે. ત્યાં કષાયના ઉદય નિમિત્ત) થી ક્રોધાદિક બાવો બતાવવામાં આવેલ છે અને અસંયમભાવને ઘાત કરવાવાળા કમના ઉદયથી અસંયમ ભાવ થાય છે.
, સંયમનો ઘાત કરવાવાળાં કર્મો ત્રણ પ્રકારનાં છે - (૧) અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, (૨) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, અને લેભ, (૩) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લેભ જ્યાં સુધી તેમને અગર તેમનામાંથી કઈ એકનો ઉદય રહે છે ત્યા સુધી જીવને અસંયમ ભાવ રહે છે. સંયમના ભાવ ન થવા દેવામાં તે બધાં એક્ટ મળી અગર તેમાંના પ્રત્યેકનું સામાન્ય કામ છે અને ક્રોધાદિ ભાવ ઉત્પન્ન કરવા તે તેમનું વિશેષ કાર્ય છે.
અપ્રત્યાખ્યાનાવરણને બંધ અને ઉદય ચેથા ગુણસ્થાન સુધી રહે છે અને પ્રત્યાખ્યાનાવરણને બંધ અને ઉદય પાંચમાં ગુણસ્થાન સુધી રહે છે. અપ્રત્યાખ્યાનાવરણ કર્મને બંધ અને