________________
૧૭
(અવલ બન) ન લેવી પડે. અવલખન લેવું પડે એ જીવની મોટામાં માટી નબળાઈ છે.
શરીર અને શરીર માટે આહારપાણીનું અવલખન લેવું, તે સ્વાવલંખી જીવન નથી. વાસ્તવિક અર્થતા એ છે કે તે જ્ઞાત અથવા અજ્ઞાત ભાવથી કાઈપણ હાલતમાં અન્ય પદાર્થના અવલંબન વિના જીવનનું જીવિતપણું રહે, તે જ બંધનથી મુક્ત થવાના રસ્તા છે. એટલે બીજા પ્રાણીઓનાં જીવનને મટાડવાં પ્રયત્ન કરવા, તે પણ અસંયમ છે.
*
જગતમાં પ્રાણી, ત્રસ અને સ્થાવર એમ બે ભેદ છે. તે જીવાને મારવા અગર પીડા ઉપજાવવી તે અસંયમભાવ છે. જોકે અસંયમભાવ એકજ પ્રકારે છે, પણ અવલંબનના લેથી અસંયમભાવ એ પ્રકારે કહેવામાં આવેલ છે. જે જીવાને સ્વાશ્રયી વૃત્તિને ભાવ થાય છે. તે બન્ને પ્રકારના અસંયમભાવ ઉપર વિજ્ય પ્રાપ્ત કરી શકે છે. જૈન શાસ્રમાં ગૃહસ્થ ધર્મ અને મુનિધમ એમ એ વિભાગ છે. ગૃહસ્થ એક દેશ અસંયમ ઉપર વિજય પ્રાપ્ત કરે છે અને મુનિ સદેશ અસંયમ ઉપર વિજય પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા કરે છે.
સાધુ પશુ આહારપાણીનું અવલખન લે છે, થાકી જવાથી તે વિશ્રામ પણ લે છે અને વાળ વધતાં તેના લોચ (ઉત્પાટન) કરે છે. આત્મામાં રમણુતા ન થવાથી તે ઉપદેશ આદિ પણ આપે છે. જો કે તે સર્વ પ્રકારે સ્વાવલંબી નથી થયા, છતાં પણ તેમની દૃષ્ટિ પૂર્ણ સ્વાવલંબનને જીવનમાં ઉતારવા સતત્ પ્રયત્નશીલ રહે છે. સાધુ આ કામને સાધ્ય માની ઈન્દ્રિયે અને મનના વિષયામાં અલિપ્ત રહે છે અને કાઈ પણ જીવને જરા પણુ દુઃખ
.