________________
પુગલ અને જીવનો અનાદિ કાળથી સગા-સંબંધ ચાલ્યા આવે છે, તેથી બને પદાર્થો પિતાના સ્વભાવથી ચુત થયા છે. સ્વભાવ-યુતિને અર્થ એ નથી કે પોતાના ગુણ પર્યાયેના ધર્મથી અન્યરૂપે પરિણમન કરે છે. તેને માત્ર એટલે અભિપ્રાય છે કે તે સંબંધથી જીવને સ્વભાવ વિકારી થઈ રહ્યો છે. તે વિકારનું નામ જ સ્વભાવ-સ્મૃતિ છે પુગલના નિમિત્તથી જીવનાં પરિણામોમાં વિકાર ઉત્પન્ન થાય છે. અને જીવના નિમિતથી પુદગલમાં વિકાર ઉત્પન્ન થાય છે. આને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહે છે. નૈમિત્તિક ભાવને પોતાને માન તેજ સંસાર છે. છવમાં ચારિત્ર નામને ગુણ છે તેને સ્વરૂપમાં વાસ (સ્થિતિ) થે તે જીવને સનાતન સ્વભાવ છે. શકિતરૂપે જીવને સ્વભાવ સદાકાળ રહે છે, પણ સંસાર- દશામાં તે વિપરિણમી થઈ રહ્યો છે. જીવ પિતાનું સ્વરૂપ છોડી પિતાના ઉપયોગથી અન્ય પદાર્થોમાં રાગ દ્વેષ અને મહ કરે છે. આ મેહ છે તેનું નામ જ મિથ્યાત્વ છે. જે જીવ અન્ય પર પદાર્થોમાં રાગદ્વેષ કરે છે તે જ અસંયમ ભાવ છે. જીવ ત્રણ કાલે ગમે તેટલી કેશીષ કરે; છતાં પણ તે પર પદાર્થને પિતાની ઈચ્છાનુસાર કદી પણ પરિણુમાવી શકો નથી. કારણ કે પ્રત્યેક પદાર્થ પિતાના ગુણપર્યાયામાં પરિણમી રહ્યા છે. આવી સ્થિતિ હેવા છતાં રાગદ્વેષવશ જીવ એવું માને છે કે “આ મારૂં છે, તે તારૂં છે. આ મને ઈષ્ટ છે, આ મને અનિષ્ટ છે.” આવી માન્યતા એનું નામ અસંયમ ભાવ છે. આ અસંયમ ભાવ ચારિત્ર મેહનીય કર્મના ઉદયન નિમિત્તથી જીવમાં જાગે છે. (છવ પિતાના સ્વભાવમાં રહે અને સ્વભાવવશ ઉપથી અન્ય પદાર્થોને જાણે પણ મમકાર એટલે હુંપણું ન કરે