________________
લેખકની અંતસ્તલ સ્પેશિની વિચાર ધારા
મિથ્યાત્વ અર્થાત્ દર્શન મેહનીય કર્મના ઉદયથી જીવને મિથ્યાદર્શન થાય છે અને મિથ્યાદર્શનથી જીવની વિવેકબુદ્ધિ લુપ્ત થઈ જાય છે. આ કારણે જીવ પોતાની સ્વતંત્રતાને અનુભવ કરી શક્તો નથી. તે ઘર, સ્ત્રી, પુત્ર શરીર આદિમાં અહંકાર કરે છે. તે વસ્તુઓની વૃદ્ધિમાં આનંદ માને છે અને તેમની હાનીમાં શોક અનુભવે છે. કેઈ વખન છવ મંદકષાયવશ બની જિન પૂજાદિ માં લાગી જાય છે. તેમજ દાન પણ દે છે. આમાં મુખ્ય હેતુ તેને માન મેળવવાને અગર તે પ્રતિષ્ઠા વધારવાનો હોય છે. ટુંકામાં જે વસ્તુ નાશવંત છે તેનામાં આત્મબુદ્ધિ માની મિથ્યાત્વની પુષ્ટિ તે કરે છે. આજ સંસારની જડ, અર્થાત મિથ્યાત્વનું માહાત્મ્ય છે-સામ્રાજ્ય છે. ' જગતમાં બધા પદાથે સ્વતંત્ર છે એટલે કે કઈ કઈને આધીન નથી. જીવ પણ સ્વતંત્ર છે. કઈ કઈને પોતાની ઈચ્છારૂપ પરિણમાવી શક્તા નથી, તેમજ તે બીજા રૂપમાં ન પરિણમી શકે છે. જે એમ માનવામાં ન આવે તે જગતની કઈ સ્થિતિ રહી શકે નહીં તેમજ જડ ચેતનને ભેદ પણ રહી શકે નહીં. અસતને ઉત્પાદ થતું નથી અને સતને કદી નાશ થતું નથી. ત્રા કાળમાં પદાથે પોતપોતાને સ્વભાવ કદી પણ ત્યાગી શકતા નથી. જેનો જે સ્વભાવ છે તે સદાકાળ તેજ રૂપે રહે છે. પુદગલ પોતાને રૂ૫ રસાદિ સ્વભાવ છોડતું નથી. તેમ આતમાં પોતાને સાત વસાવ ફ્રી પણ છોડતું નથી.