________________
સમયસાર સિદ્ધિ-૬ એવો આ ‘યં’ પ્રત્યક્ષ. યં’નો અર્થ પ્રત્યક્ષ કર્યો આ. અને ‘અવવોધ” નામ જ્ઞાન. ‘સુધાપ્તવ’ ‘સુધાહ્રવ” “સુધાંશુ (સમ્યજ્ઞાનરૂપ ચંદ્રમા) સ્વયં ઉદય પામે છે.’ આ..હા..હા...! જેને કોઈ દયા, દાન ને રાગની મંદતાની, શુભતાની પણ કોઈ અપેક્ષા નથી. એમાં એ નથી, એનું એ સ્વરૂપ નથી પણ એની એને અપેક્ષા પણ નથી. સ્વયં ! આહા..હા...! ‘સુધાય્તવ’ ચંદ્ર ! શાંતિ.. શાંતિ... શાંતિ... એવો જે ચંદ્રમા, ભગવાન જ્ઞાનરૂપી ચંદ્રમા ! પુણ્યપાપને બેને જ્યાં એક તરીકે ભિન્ન જાણે છે, ત્યારે સુધાપ્તવ” પ્રગટ થાય છે. ત્યારે શુદ્ધ ચંદ્રમા ભગવાન નિર્મળ પ્રગટ થાય છે. આહા..હા...! પુણ્યના ભાવમાં ઠીક છે’ એમ કરીને રોકાતો. વ્યવહા૨ે ભેદ પાડ્યો. નવ તત્ત્વમાં ભેદ પાડ્યા ને ! નવ કીધા, પછી તો સાત કરીને કાઢી નાખ્યા. આહા..હા...! પણ વ્યવહારે એટલે અભૂતાર્થનયથી. આહા..હા...! ભૂતાર્થ સત્ય વસ્તુથી તો એ પ્રભુ જ્ઞાનચંદ્રમાં જે આ છે, જેમાં કોઈ પુણ્ય ને પાપની ગંધ નથી. આહા..હા...!
‘પ્રત્યક્ષ–અનુભવગોચર) જ્ઞાન-સુધાંશુ સ્વયં ઉદય પામે છે.’ આહા..હા...! સ્વયં ઉદય પામે છે. એને એમ કે, રાગની કે કોઈ વ્યવહારની મંદતા મળી, વ્યવહા૨ રત્નત્રય હતો તો આ શુદ્ધ થયો, જણાણો એમ નથી. આ..હા..હા..! એવો સ્વતંત્ર પ્રભુ સ્વયં ઉદય પામે છે. આહા..હા...
ભાવાર્થ :– અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું... પુણ્ય અને પાપ બેય એક જ જાતના છે. ભલે અહીં બંધનનું કર્મ લીધું છે પણ એના ભાવ(ની) પણ એક જ જાત છે. ‘અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને જ્ઞાને એક પ્રકારનું બતાવ્યું.’ આ..હા..હા...! જ્યાં ચૈતન્યનું સમ્યજ્ઞાન થયું ત્યાં એ શુભ-અશુભ ભાવ બેય એક જ પ્રકારના બંધનના કારણ અને ઝેર છે, એમ જ્ઞાનમાં બેનું એકપણું જણાણું. બેનું બે-પણું અજ્ઞાનમાં ભિન્ન જણાતું હતું કે, પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે. આહા..હા...! એ જ્ઞાને એક પ્રકારનું બતાવ્યું.’
જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી...' આ..હા...! ભાવ ! મોહરૂપી મિથ્યા ભ્રમણા લાગી હતી તે દૂર કરવામાં આવી...' આ..હા..હા...! ત્યારે યથાર્થ જ્ઞાન થયું; જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે...' આહા..હા...! ચંદ્રને વાદળાં આડાં આવે કે ધુમ્મસના પટળ આડા આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં...' ચંદ્ર તો ચંદ્રમાં જ છે.
આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ જાણવું.’ ભગવાનઆત્મા પુણ્ય-પાપના વાદળામાં અટકી ગયો હતો. આહા...હા...! એ અંધારું હતું, આડું પટળ હતું, મોટો પડદો હતો. આ..હા...! શુભ અને અશુભ ભાવ બે અંધારું, પડદો હતો એને તોડી નાખ્યો. એ અજ્ઞાન અંધકાર એકરૂપ છે. મારી ચીજ જ્ઞાનસ્વરૂપ તો એનાથી ભિન્ન છે.