________________
શ્લોક-૧૦૦
છે એ આત્મા સિવાય બીજા તત્ત્વો છે, અસ્તિ છે. ત્યારે એમ કીધું ને કે, “જ્યાં લગી આતમાં તત્ત્વ ચીન્યો નહિ બીજા તત્ત્વો છે. એટલે (એ) છે અને આત્મા છે એનો કોઈ કર્તા-હર્તા છે નહિ.
મુમુક્ષુ - છે એને કોણ કરે ?
ઉત્તર :છે, એમ તો એમાંથી આવી ગયું. અને “ગીતામાં પણ એવું એક વાક્ય છે. આપણે જોયું છે. આપણે અહીં ગીતા' છે ને ! એમાં જોયું છે, એક એવો શ્લોક છે. નથી હું કર્તા, એવો એક શ્લોક છે. “ના મામ્ વર્તા' એવું કાંઈક છે. આહા..હા...! છે વસ્તુ. આહાહા...! કોણ કરે ? છે એને કરે કોણ ? અને નથી એને કરે કોણ ? કરવું ઈ થાય – દ્રવ્યની પર્યાય. એ કરવું થાય. એ પણ પર્યાયરૂપે કરવું થાય. આહા...હા...! પલટે છે ને ! આહા..હા...!
અહીં કહે છે, “જેણે અત્યંત મોહરને દૂર કરી છે એવો આ પ્રત્યક્ષ–અનુભવગોચર)...” આ..હા..હા...! (યં સેવાઇ-સુથાપ્નવ:) “આ પ્રત્યક્ષ–અનુભવગોચર.” એમ, જોયું ? (કર્યા છે ને ? પ્રત્યક્ષ અવબોધ નામ જ્ઞાન. (સુધાર્ણવ:) નામ ચંદ્ર. આ...હા...હા....! “જ્ઞાનસુધાંશુ (સમ્યજ્ઞાનરૂપી ચંદ્રમા)...' પ્રભુ અંદર છે. આ.હા..હા...!
મુમુક્ષુ :- પુણ્યમાં ફસાઈ ગયા છે. ઉત્તર :ધૂળમાં... પુણ્ય-પાપમાં એકલું દુઃખ છે.
અહીં સુધાંશું (એટલે) જેમ ચંદ્રમા નિર્મળ છે એમ ભગવાન જ્ઞાનસુધા ચંદ્રમા છે. આહા...હા.! લોગસ્સમાં પણ આવે છે ને ? “ચંદેસુ નિમ્મલયરા”. લોગસ્સ કર્યું છે કે નહિ? એના અર્થની પણ ખબર ન હોય. “ચંદેસુ નિમ્મલયરા' (અર્થાતુ) ચંદ્રથી પણ હે પ્રભુ ! આપ તો નિર્મળતર છો. એકલા નિર્મળાનંદ ચંદ્ર ! ચંદ્રનું નિર્મળપણું તો જડનું છે. આનું નિર્મળપણું ચૈતન્યનું છે. આ...હા...! “આઈએસુ અહિય પયાસયરા” એ લોગસ્સમાં આવે છે (પણ) અર્થની પણ ખબર ન મળે. હાંકે રાખે. આદિત્ય નામ સૂર્ય, એનાથી અધિક. આઈચ્ચેનુ અહિય પયાસયરા” એનાથી અધિક અનંતગુણો પ્રકાશ – ચૈતન્યમૂર્તિ ઝળહળ જ્યોતિ અંદર છે આ..હા...હા...!
સાગરવરગંભીરા સાગરમાં પ્રધાન સાગર મોટો જેમ સ્વયંભૂરમણ છે), જેની ગંભીરતાનો પાર ન મળે. અસંખ્ય જોજનમાં ફેલાયેલો) અને જેમાં નીચે રેતી ન મળે, એકલાં રત્ન ભર્યા છે. છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર. આખીરનો અસંખ્યમો. અસંખ્ય જોજનમાં હેઠે એકલા રત્ન ભર્યા છે અને પાણી અસંખ્ય જોજનમાં (છે). આહા..હા...! એવો “સાગરવરગંભીરા' ! પ્રભુ ! તારા તળમાં અનંતા રત્નો ભર્યા છે, આહા..હા..! જેના અનંત રત્નની ગંભીરતાનો પાર ન મળે. અને સ્વયંભૂ (એટલે) એ બધું પોતાથી છે. એને કોઈએ કર્યો છે એમ છે નહિ. આહા...હા...!