________________
શ્લોક-૧૦૦ ટીકાકાર આચાર્ય કહે છે :–'
तदथ कर्म शुभाशुभभेदतो द्वितयतां गतमैक्यमुपानयन्। ग्लपितनिर्भरमोहरजा अयं स्वयमुदेत्यवबोधसुधाप्लवः ।।१०० ।।
(શ્લોકાર્થ) – “હવે (કર્તાકર્મ અધિકાર પછી), શુભ અને અશુભના ભેદને લીધે...” (દિત તાં) બે-પણાને પામેલા તે કર્મને...” ભલે બે-પણાને પામેલું કર્મ લીધું છે એટલે કેટલાક એમ કહે છે કે, એ તો કર્મના બે પ્રકારનો નિષેધ છે. પણ પછી આચાર્ય પોતે કહે છે, કર્મનું કારણ જે શુભાશુભ ભાવ છે, એ પણ બે છે. બે છે તે એક જ છે, બંધન એક છે અને એનું ફળ પણ એક જ છે. આહા...હા..! “ભેદને લીધે બે-પણાને પામેલા... આહા...હા.! શુભભાવ જુદો અને અશુભભાવ જુદો – બે જુદો એમ કહે છે. અજ્ઞાની બેને માને છે. એને “એકરૂપ કરતો.” આહા..હા..! એકરૂપ કરતો એનો અર્થ – પોતાની સાથે એકરૂપ નહિ કરતો. બે (છે) તે એક જ રૂપ વસ્તુ છે. શુભ અને અશુભ ભાવ બે તે એક જ પ્રકાર છે. આહા...હા...!
એકરૂપ કરતો,” એકરૂપ એટલે બે માન્યતા છે કે, આ પુણ્ય તે ઠીક છે અને અપુણ્ય તે અઠીક છે અથવા પુણ્ય શુભ છે અને પાપ અશુભ છે. એ બે-પણાને માનતો મિથ્યાદૃષ્ટિ (અને) જ્ઞાની બેને એકપણે જાણતો. આહા..હા..! બેય ભાવ એક જ બંધનના કારણ છે, બેય ઝેર છે, બન્ને દુઃખ છે. આહા..હા...! દયા, દાન, વ્રત, શીલ, તપને ઝેર કહેવું ! કેમકે અમૃતસાગર ભગવાન ! અમૃતનો દરિયો પ્રભુ, એનાથી (શુભ) ભાવ તે વિરુદ્ધ છે. ચાહે તો દયા, દાન, વ્રત, શીલ, તપ ગમે તે હો, પણ પ્રભુ અમૃતનો સાગર દરિયો ધ્રુવ એક જ મહાપુભ છે. આ..હા..હા...! એનાથી આ પુણ્ય-પાપના બે ભાવ અમૃતથી વિરુદ્ધ છે માટે તેને ઝેર કહ્યાં છે. અર.૨.૨...!
આ કહે કે, પરની દયા પાળો તો ધર્મ છે. અહીં કહે છે કે, પરની દયા તો પાળી શકતો નથી પણ પરની દયાનો ભાવ છે તે રાગ અને ઝેર છે. આ વાત.! આકરું કામ છે, બાપુ ! આહાહા...! - બેમાંથી “એકરૂપ કરતો...” એકરૂપ કરતો એટલે પોતાની સાથે એકરૂપ કરતો (એમ) નહિ. પુણ્ય અને પાપ બન્ને એક જ જાત છે, બંધનું કારણ ઝેર છે. અજ્ઞાની બેને બેરૂપે ભિન્ન જાણતો હતો તે જ્ઞાની બેને એકરૂપે – ઝેરનું, બંધનું કારણ એક જ પ્રકાર છે (એમ જાણે છે).
જેણે અત્યંત મોહરને દૂર કરી છે. આમાં “મોહરજ' શબ્દ છે પણ એનો અર્થ મોહભાવ – મિથ્યાત્વભાવ છે). ભાઈમાં મોહરજનો અર્થ મિથ્યાત્વભાવ કર્યો છે. એક ગાથામાં શેઠ આવ્યા હતા ત્યારે લીધી હતી). પેલામાં પણ આવે છે ને ? મોહરજ ! ઈ ભાવમોહ છે. ઈ તો નામ નથી આપ્યું, મૂળ તો ભાવમોહ છે. ભગવાન આત્મા પૂર્ણાનંદના નાથને ભૂલી