________________
સમયસાર સિદ્ધિ-૬ મૂળ તો સ્વરૂપ જે ભગવાન ચિઠ્ઠન આનંદકંદ ! એનું ભલે ચોથે (ગુણસ્થાને) અંશે પણ આચરણ છે એ સ્વરૂપાચરણ છે અને પછી પાંચમાં ગુણસ્થાનમાં પણ જે વિશેષ છે એ સ્વરૂપાચરણ છે અને છઠું પણ સ્થિરતા વધી ગઈ છે એ સ્વરૂપાચરણ છે, સાતમે વધી ગઈ છે એ સ્વરૂપાચરણ છે. આ..હા...હા..! એમાં રાગનું આચરણ નથી એટલે સ્વરૂપાચરણ છે એમ કહેવું છે. આ..હા..! આવો માર્ગ !
અહીં તો સવારે ત્યાં – આ ૧૦૬ કળશમાં નજર ગઈ હતી, કીધું, ત્રણ બોલના નામ આપ્યા હતા એમાં ‘રાજમલ' સ્વરૂપાચરણ (કહે છે ઈ નહોતું. પણ “રાજમલ’ સ્વરૂપાચરણ વ્રતને કહે છે. ચોથે સ્વરૂપાચરણ છે. પણ વત શબ્દ જે લીધો છે એ સ્વરૂપાચરણના અર્થમાં લીધો છે) અને બીજા વ્રતનો અર્થ લીધો છે એ શુભભાવના આચરણમાં (લીધો છે). દયા, દાન, વ્રત આદિ. એ વ્રત એટલે વિકાર અને આ વ્રત એટલે સ્વરૂપાચરણ. આહાહા.! આકરું કામ બહુ !
શુદ્ધ સ્વરૂપ ચૈતન્યપ્રભુ! સ્વદ્રવ્ય જે છે એ શુદ્ધ ચૈતન્યઘન છે. એ સ્વદ્રવ્યનું આચરણ તે સ્વરૂપઆચરણ. તે નિર્જરા અને મોક્ષનું કારણ છે. આહા..! સંવર, નિર્જરા અને મોક્ષનું એ કારણ છે. શું કહ્યું ઈ ? ભગવાનઆત્મા ધ્રુવ ચૈતન્યસ્વરૂપ જ્ઞાયકભાવ અનંત ગુણનું એકરૂપ એવો જે ભગવાન, એનું જે આચરણ (છે) એ પુણ્ય અને પાપના વિકલ્પથી રહિત (છે). એનું એ આચરણ (છે). એ આચરણ સ્વરૂપ આચરણ છે. રાગનું આચરણ છે એ વિરૂપઆચરણ છે. આહા..હા..!
એ સ્વરૂપ.... સ્વ-રૂપ શુદ્ધ ચૈતન્યઘન આત્મા સ્વરૂપ, એનું આચરણ, એમાં લીનતા અને એકાગ્રતા (થવી) તે સંવર, નિર્જરા અને મોક્ષનું કારણ છે અને એ સ્વરૂપાચરણ સિવાય જેટલી વૃત્તિ રાગાદિમાં જાય એ બધું બંધનનું કારણ છે). એ પરદ્રવ્યઆચરણ છે, આ સ્વરૂપ આચરણ છે. ત્યારે પેલું પરદ્રવ્ય (આચરણ છે). એમ ૧૦૭માં આવ્યું છે. આ સ્વદ્રવ્યમાં (આચરણ) છે, પેલું પરદ્રવ્ય (આચરણ છે). આહા...હા! છે ને, આમાં જુઓને ! ૧૦૭ માં છે, જુઓ ! ૧૦૬ માં છે. “પદ્રવ્યરવમાવવા ૧૦૬માં ઈ છે. “પદ્રવ્યસ્વમાવત્તા અને ૧૦૭ માં “ટ્રવ્યાન્તરqમાવત્વા’ આહા..હા..! ૧૦૭ (કળા). “ટ્રવ્યાન્તરવમાવત્વા’ (અર્થાતુ) દ્રવ્યથી અનેરા દ્રવ્યનો સ્વભાવ. આહાહા.! શું ટૂંકી ભાષા !
પદ્રવ્યqમાવત્વા જ્ઞાનરચ મવન વૃત્ત આહાહા..! ભગવાન જ્ઞાન અને આનંદનું સ્વદ્રવ્યનું અંદર આચરણ તે વ્રત નામ તે આચરણ અને તેને ચારિત્ર કહીએ. આહાહા... અને જે દ્રવ્યાંતર (એટલે) આ દ્રવ્યથી અનેરું – દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના પરિણામ (થાય) એ અનેરા દ્રવ્યનું આચરણ હોવાથી તે અણઆચરણ છે. સ્વરૂપનું અણઆચરણ છે, પરદ્રવ્યનું આચરણ છે. આહા..હા...! ઈ ૧૦૬, ૧૦૭ આમાં આવશે.
(અહીંયાં આપણે) શ્લોક-૧૦૦. તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં