________________
૬
સમયસાર સિદ્ધિ-૬
અને પુણ્ય અને પાપને બેને બે તરીકે ભિન્ન ભિન્ન જાણે, એ મિથ્યાત્વભાવ છે. આહા..હા...! નવ તત્ત્વ તરીકે ગણતા એના પુણ્ય અને પાપનું તત્ત્વ જુદું ગણ્યું. પણ એક ઠેકાણે પાછું કાઢી નાખ્યું. આસવ ગણીને પુણ્ય-પાપ ન રાખ્યા. સાત તત્ત્વ કીધાં ને ત્યાં ? આહા...હા...! એને – એ પુણ્ય-પાપને બેને આસવ ગણીને એક જ તત્ત્વ ગણ્યું. વ્યવહારે બેને જુદા પાડ્યા હતા. આહા..હા...! એ નિશ્ચયથી બે એક છે, આસ્રવ છે, બંધનું કારણ છે. આહા..હા...! હવે આમાં કયારે નિવૃત્તિ લેવી ! અરે......! ચોરાશી લાખ અવતારમાં પરિભ્રમણ કરતો ચાંય એને વિશ્રામસ્થાન મળ્યું નહિ.
એ પોતે જ છે અંદર. તેનું માહાત્મ્ય – મહિમા, અને રાગથી જુદાપણાનું ભાન એણે ન કર્યું. આહા..હા...! બાકી બધું એણે ગમે તે કર્યું હોય, પાંચ-પચાસ લાખ ભેગા કર્યાં હોય, બે-પાંચ કરોડની ધૂળ (ભેગી કરી હોય)... આહા..હા...! એનું શું ? એ તો દુર્ગતિનું કારણ છે. આહા..હા...!
મુંબઈ’માં બેને જોયા, ભાઈ ! પેલો બે અબજ અને ચાલીસ કરોડવાળાનો દીકરો આવ્યો હતો. પણ ઈ પગે લાગીને એટલું બોલ્યો કે, મારા બાપુજીને આવવાનો ભાવ હતો.’ એટલું બોલ્યો. ઠીક, કીધું. મારા બાપને આવવાનો ભાવ હતો' એટલું બોલ્યો. ઠીક કીધું. એ તો પોપટભાઈ’ કહેતા. એના બનેવી પણ કહેતા કે, કોઈવાર પહેલા એવો વિચાર થયો હશે. એમ કે, આ બધા સોનગઢ’ જાય છે, મારી બેન ત્યાં છે, મારો બનેવી ત્યાં છે. તો જોવા તો જઈએ. બે અબજ અને ચાલીસ કરોડ ! ધૂળમાં ગરી ગયેલા, મરી ગયેલા બિચારા !
આ..હા..હા...!
બીજો આ જોયો. વૈષ્ણવ ! મુંબઈ’ તમારો શેઠ ! પચાસ કરોડ ! પચાસ કરોડ ! આવ્યો હતો. (પોતે) વૈષ્ણવ, ઘરે બૈરા છે એ જૈન છે. શ્વેતાંબર જૈન એટલે એને પ્રેમ છે. પગે લાગવા આવ્યો હતો. ભાઈ એમાં નોકર હતા ને
‘ામદાસ’!
―
મુમુક્ષુ :- ત્રણ વખત મળ્યા હતા.
ઉત્તર :- આવ્યા હતા, આવ્યા હતા. ફરીને આવ્યા હતા. પહેલા આવ્યા હતા પછી ઘરે લઈ ગયા, પાછા ફરીને આવ્યા હતા. (શ્રોતા ઃ જન્મજયંતી વખતે...) જન્મજયંતી (વખતે આવેલા), ખબર છે, ખબર છે ને ! પચાસ કરોડ રૂપિયા ! પાટણ’ના વૈષ્ણવ (હતા). અરે...! કર્તા.. કર્તા.. કર્તા (માને). વૈષ્ણવ ખરા ને ? મેં તો એમ જ કહ્યું, તમે કર્તા કહો તો પછી નરસિંહ મહેતા’ એમ કહે છે, જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ’ ત્યાં એમણે એમ નથી કીધું કે, જ્યાં લગી ઈશ્વરને એણે જાણ્યા નહિ'
મુમુક્ષુ :- અમારામાં એમ છે ને, એમ એણે આપને જવાબ આપ્યો હતો. ઉત્તર - ઈ તો એને જરી આધાર દેવા માટે (કહ્યું). જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ’ એમાં બે વાત નીકળી. એક તો ઈશ્વરને જાણ્યો નહિ એમ નથી કીધું તેમ જાણ્યું