________________
૧૬
વ્રતસ્થાપનાવસ્તકો વાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર : “પકિત” | ગાથા દ૨૧, ૨૨-૨૩
ટીકા?
पितृपुत्रादीनां प्राप्ताप्राप्तानामत्र अधिकारे यो भणितः पूर्वाचार्यैः-भद्रबाहुस्वाम्यादिभिः क्रमस्तमहं वक्ष्ये समासेन सङ्क्षिप्तरुचिसत्त्वानुग्रहायैवेति गाथार्थः ॥६२१॥ * “પિપુત્ર વીના'માં “રિ પદથી રાજા-મંત્રી, માતા-પુત્રી, રાણી-દાસી વગેરેનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય :
આ અધિકારમાં પ્રાપ્ત-અપ્રાપ્ત એવા પિતા-પુત્રાદિનો પૂ. ભદ્રબાહસ્વામિ આદિ પૂર્વાચાર્યો વડે જે ક્રમ કહેવાયો છે, તે ક્રમને હું સંક્ષિપ્તરુચિવાળા જીવોના અનુગ્રહ માટે જ સમાસથી=સંક્ષેપથી, કહીશ. એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પૂર્વે વ્રતસ્થાપના માટેની જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભૂમિ બતાવી, ત્યાં કોઈને પ્રશ્ન થાય કે પિતા-પુત્રએ સાથે દીક્ષા લીધી હોય અને પિતા કરતાં પુત્ર પટુ બુદ્ધિવાળો હોય, તો વ્રતસ્થાપનાની ભૂમિને શીધ્ર પ્રાપ્ત કરે, અને પિતાની તેવી પ્રજ્ઞા ન હોય તો પુત્રએ જેટલા કાળમાં પ્રાપ્ત કરી, તેટલા કાળમાં પિતા વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત ન કરી શકે. તેવા સમયે જો પુત્રને વડીદીક્ષા પહેલાં આપવામાં આવે અને પિતાને પાછળથી આપવામાં આવે તો પિતા કરતાં પુત્ર પર્યાયથી મોટો થઈ જાય. તેથી આવા પ્રસંગે શું કરવું જોઈએ, તેના સમાધાનરૂપે પૂ. ભદ્રબાહુસ્વામી વગેરેએ જે ક્રમ કહ્યો છે, તે ક્રમને હું સંક્ષેપરુચિવાળા જીવોના અનુગ્રહ માટે જ સંક્ષેપથી કહીશ, એ પ્રકારની ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે. l૬૨૧
ગાથા :
पियपुत्त खुड्ड थेरे खुड्डग थेरे अपावमाणम्मि ।
सिक्खावण पनवणा दिटुंतो दंडिआई ॥६२२॥ ટીકાઃ ____ अत्र वृद्धव्याख्या-दो पितपुत्ता पव्वइया, जइ ते दो वि जुगवं पत्ता तो जुगवं उवट्ठाविज्जंति । अह 'खुड्डे'ति खुड्डे सुत्तादीहिं अपत्ते 'थेरे'त्ति थेरे सुत्ताईहिं पत्ते थेरस्स उवट्ठावणा, 'खुड्डग 'त्ति जइ पुण खुड्डगो सुत्ताईहिं पत्तो थेरे पुण अपावमाणमि तो जाव सुझंतो उवट्ठावणादिणो एति ताव थेरो पयत्तेण सिक्खाविज्जइ, जदि पत्तो जुगवमुवट्ठाविज्जंति, अह तहा वि ण पत्तो थेरो ताहे इमा विही। નોંધઃ
(૧) અહીં ગાથા ૬૨૨-૬૨૩ અતિ ટૂંકાણમાં છે, માટે માત્ર શબ્દનો અર્થ કરવાથી શાબ્દબોધ થાય નહિ. તેથી મૂળગાથાના તે તે શબ્દને ગ્રહણ કરીને ટીકાને આશ્રયીને અર્થ લખેલ છે. માટે જિજ્ઞાસુએ તે પ્રમાણે જોડવા યત્ન કરવો.
(૨) ચંદિ– દંડ કરે તે દંડિક-રાજા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org