________________
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ પઠિત’ | ગાથા દ૨૦-૬૨૧ ટીકાર્ય :
શિક્ષકાન્તરમાં=અન્ય શિક્ષક ઉપર, રાગથી અથવા ત્યાં તે શિક્ષક ઉપર, દ્વેષથી અને પ્રમાદથી પ્રાપ્ત પણ શિક્ષકોને જે પણ ગુરુ વ્રતોમાં ઉપસ્થાપતા નથી, તે ગુરુ આજ્ઞાદિને જ=આજ્ઞાભંગાદિ ચાર દોષોને જ, પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ભૂમિકાને પ્રાપ્ત નહીં થયેલ અન્ય શિષ્ય ઉપરના રાગને કારણે, ભૂમિકાને પ્રાપ્ત થયેલ આ શિષ્ય તેનાથી પર્યાયથી મોટો ન થઈ જાય તેવા આશયથી, જે ગુરુ આને વડીદીક્ષા આપતા નથી; અથવા તો પિકાને પ્રાપ્ત થયેલ શિષ્ય ઉપર દ્વેષ હોવાથી જે ગુરુ તેને વડીદીક્ષા આપતા નથી, અથવા તો પોતાના પ્રમાદને કારણે જે ગુરુ પ્રાપ્ત પણ શૈક્ષને વડી દીક્ષા આપતા નથી, તે ગુરુ આજ્ઞાભંગાદિ ચાર દોષોને પ્રાપ્ત કરે છે. ll૬૨ll
અવતરણિકા:
ગાથા ૬૧૧માં બતાવેલા ત્રણ પદાર્થોમાંથી વ્રતો સંસારક્ષયનો હેતુ કેવી રીતે છે, તે ગાથા ૬૧૨માં બતાવીને ગાથા ૬૧૩-૬૧૪માં વ્રતસ્થાપનાને યોગ્ય જીવોના ગુણો બતાવ્યા. ત્યાર પછી ગાથા ૬૧પમાં આવા ગુણોથી રહિત શૈક્ષની વ્રતોમાં ઉપસ્થાપના કરતા ગુરુને પ્રાપ્ત થતા દોષો બતાવ્યા. ત્યાં પ્રશ્ન થાય કે શેક્ષની કેટલા સમય પછી વ્રતોમાં ઉપસ્થાપના કરાય? તેથી શૈક્ષની યોગ્યતા અનુસાર ઉપસ્થાપનાની જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ, એમ ત્રણ ભૂમિરૂપ કાળમર્યાદા ગાથા ૬૧૬થી ૬૧૮માં બતાવી. ત્યાર પછી ગાથા ૬૧૯માં તે ભૂમિને અપ્રાપ્ત શૈક્ષની ઉપસ્થાપના કરવામાં ગુરુને પ્રાપ્ત થતા દોષો બતાવ્યા, અને ત્યારબાદ ગાથા ૬૨૦માં ભૂમિને પ્રાપ્ત શૈક્ષની ઉપસ્થાપના નહીં કરવામાં પણ ગુરુને પ્રાપ્ત થતા દોષો બતાવ્યા. આ રીતે કેવા શૈક્ષોની વ્રતસ્થાપના કરવી, તેનું વર્ણન સમાપ્ત થયું.
હવે પિતા-પુત્રાદિને આશ્રયીને વડીદીક્ષાના ક્રમવિષયક ૧૪ પૂર્વધર એવા પૂ. ભદ્રબાહુસ્વામી આદિ પૂર્વાચાર્યો વડે જે વ્યવસ્થા કહેવાઈ છે, તે વ્યવસ્થા બતાવવાની ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે –
ગાથા :
पिअपुत्तमाईआणं पत्तापत्ताणमित्थ जो भणिओ ।
पुव्वायरिएहिं कमो तमहं वोच्छं समासेणं ॥६२१॥ અન્વચાઈ:
સ્થ અહીં=વ્રતસ્થાપનાના અધિકારમાં, પત્તાપત્તા ઉપગપુરમાબાઈi=પ્રાપ્ત-અપ્રાપ્ત એવા પિતાપુત્ર વગેરેનો નો મો-જે ક્રમ પુત્રાદિંપૂર્વાચાર્યો વડે કહેવાયો છે, તે તેને તે ક્રમને, સમાજ-સમાસથી સંક્ષેપથી, મર્દ હું રોજીં-કહીશ. ગાથાર્થ :
વ્રતસ્થાપનાના અધિકારમાં પ્રાપ્ત-અપ્રાપ્ત એવા પિતા-પુત્ર વગેરેનો જે ક્રમ પૂર્વાચાર્યો વડે કહેવાયો છે, તે ક્રમને સંક્ષેપથી હું કહીશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org