________________
૧૩
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત' | ગાથા ૬૧૮-૬૧૯
પૂર્વના કાળમાં દીક્ષા ગ્રહણ કરીને સાધુ સૂત્ર અને અર્થો દ્વારા સંયમને અનુકૂળ ક્રિયા કરવાના અભ્યાસવાળા થઈ જાય, ત્યારબાદ તે સાધુની વ્રતોમાં ઉપસ્થાપના કરવામાં આવતી હતી, જેથી મહાવ્રતોની મર્યાદા તે સાધુ સમજેલા હોવાથી વ્રતપાલનમાં સ્કૂલના વગર સમ્યગ્રયત્ન કરી શકે. ૬૧૮ અવતરણિકા :
ગાથા ૬૧૬થી ૬૧૮માં શૈક્ષની ઉપસ્થાપનાની ત્રણ ભૂમિઓ વર્ણવી. હવે તે તે ભૂમિઓને પ્રાપ્ત થયા ન હોય તેવા શૈક્ષની વ્રતસ્થાપના કરવામાં ગુરુને પ્રાપ્ત થતા દોષો કહે છે –
ગાથા :
एअं भूमिमपत्तं सेहं जो अंतरा उवट्ठावे ।
सो आण अणवत्थं मिच्छत्त विराहणं पावे ॥६१९॥ અન્વયાર્થ :
આગાથા ૬૧૬ થી ૬૧૮ સુધીમાં બતાવી એ, ભૂમિપત્ત સેહૃભૂમિને અપ્રાપ્ત શૈક્ષને નો જે અંતરીકવચમાં વદ્દા ઉપસ્થાપે છે, તો તે મા અવિન્ચે આજ્ઞાને આજ્ઞાભંગને, અનવસ્થાને, મિચ્છર વિરદિપ મિથ્યાત્વને, વિરાધનાને પાવે પ્રાપ્ત કરે છે. ગાથાર્થ :
ગાથા ૬૧૬ થી ૬૧૮ સુધીમાં બતાવી એ ભૂમિને અપ્રાપ્ત શેક્ષને જે ગુરુ વચમાં ઉપસ્થાપે છે, તે ગુરુ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાને પ્રાપ્ત કરે છે. ટીકા :
एताम्-अनन्तरोदितां भूमिमप्राप्तं सन्तं शिक्षकं यः अन्तर एवोपस्थापयति, स किमित्याह-सः= इत्थंभूतो गुरुः आज्ञामनवस्थां मिथ्यात्वं विराधनां-संयमात्मभेदां प्राप्नोतीति गाथार्थः ॥६१९॥ ટીકાઈઃ
આ=પૂર્વમાં કહેવાયેલી, ભૂમિને અપ્રાપ્ત છતા શિક્ષકને=નવદીક્ષિત સાધુને, જે વચમાં જ ઉપસ્થાપે છે, તે શું? એથી કહે છે. તે=આવા પ્રકારના ગુરુ, આજ્ઞાને આજ્ઞાભંગને, અનવસ્થાને, મિથ્યાત્વને, સંયમ અને આત્માના ભેદવાળી વિરાધનાને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ભગવાનની આજ્ઞા પ્રમાણે વડી દીક્ષા આપવાની ત્રણ ભૂમિકાઓ છે. તે ભૂમિકાને પ્રાપ્ત ન થયેલ હોય તેવા સાધુને વડી દીક્ષા આપવાથી ગુરુને ચાર દોષો થાય છે, તે આ પ્રમાણે
(૧) ભગવાનની આજ્ઞાનો ભંગ કર્યો હોવાથી આજ્ઞાભંગ દોષ થાય,
(૨) અપ્રાપ્તભૂમિકાવાળા શૈક્ષને વડી દીક્ષા આપતા ગુરુને જોઈને તેમની શિષ્ય પરંપરામાં પણ અપ્રાપ્તભૂમિકાવાળા શૈક્ષોને વડી દીક્ષા આપવાનો અયોગ્ય વ્યવહાર શરૂ થાય, તેથી અનવસ્થાદોષ થાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org