________________
વ્રતસ્થાપનાવસ્તકોમ્યો વાતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૬૧૦-૧૮
આશય એ છે કે અત્યાર સુધી પાર્શ્વનાથ ભગવાનના શાસનની મર્યાદાથી તેઓ સંયમ પાળતા હતા, હવે તેમને ભગવાન મહાવીરના શાસનની મર્યાદાથી સંયમ પાળવાનું છે. તેથી ભગવાન મહાવીરના શાસનની મર્યાદાથી સંયમપાલનને અનુકૂળ અભ્યાસ કરવા અર્થે સાત દિવસ-રાત તેઓ તે પ્રકારના આચારો પાળે છે કે જેથી તેમની ઇન્દ્રિયો અને મન તે પ્રકારે સંયમજીવનની ક્રિયાઓ કરવા સમર્થ બને.
આમ, સાત રાત-દિવસની ઉપસ્થાપનાની જઘન્ય ભૂમિ પ્રાપ્ત કર્યા પછી તે પૂર્વોપસ્થાપિત પુરાણવાળા સાધુઓમાં પંચમહાવ્રતોની ફરીથી સ્થાપના કરાય છે. આથી આવા સાધુઓને આશ્રયીને ઉપસ્થાપનાની સાત દિવસ-રાતવાળી જઘન્ય ભૂમિની મર્યાદા છે.
‘પૂર્વોપસ્થાપિતપુરાણ' શબ્દનો આવો અર્થ હોય તેવું ભાસે છે, કોઈ સ્પષ્ટ ઉલ્લેખ મળ્યો નથી, માટે ઉચિત અર્થ ગીતાર્થો નક્કી કરે.
વળી, સૂત્ર ધારણ કરવાની શક્તિ અતિમંદ હોવાથી જેઓ શસ્ત્રપરિજ્ઞાદિ શાસ્ત્રો જલદી ભણી શક્તા ન હોય, તેવા દુર્મેધાવાળા, અને સૂત્રના અર્થો ગ્રહણ કરવાની વિશેષ શક્તિના અભાવને કારણે અર્થોનો સમ્યગ્બોધ નહીં થવાથી સૂત્રના અર્થોના તાત્પર્યમાં જેઓને વિશેષ રુચિ થઈ ન હોય તેવા અશ્રદ્ધાવાળા સાધુઓને આશ્રયીને, ઉપસ્થાપનાની છ મહિનાવાળી ઉત્કૃષ્ટ ભૂમિ છે, અને તે ભૂમિ પ્રાપ્ત કરી લે ત્યારે જ તે સાધુઓની વ્રતસ્થાપના કરાય.
અહીં “અશ્રદ્ધાન પદથી મિથ્યાત્વીનું ગ્રહણ કરવાનું નથી, પરંતુ દીક્ષા લીધા બાદ વિશેષ બુદ્ધિ નહીં હોવાને કારણે જેઓ શસ્ત્રપરિજ્ઞાદિ શાસ્ત્રોના અર્થોનો સમ્યગુ અભ્યાસ કરી શક્યા નથી, તેથી જેઓને પૃથ્વીકાયાદિ જીવોમાં “આ જીવો છે, તેથી એમની માટે સમ્યગ્ધાલના કરવી જોઈએ,” તેવા પ્રકારની વિશેષ રુચિ થઈ નથી, તે રૂપ અશ્રદ્ધાવાળા સાધુનું ગ્રહણ કરવાનું છે; જે રુચિ વિશેષ પ્રકારના બોધથી જ થઈ શકે તેમ છે, તોપણ ભગવાનના શાસન પ્રત્યેની રુચિ હોવાથી તે સાધુઓની યોગ્યતાનો નિર્ણય કરીને ગીતાર્થે તેઓને દીક્ષા આપવારૂપ સામાયિક ઉચ્ચરાવેલ છે, માટે આવા સાધુઓમાં મિથ્યાત્વરૂપ અશ્રદ્ધાન પ્રાયઃ સંભવે નહિ. ૬૧૭
ગાથા :
एमेव य मज्झिमिया अणहिज्जंते असद्दहंते अ ।
भाविअमेहाविस्स वि करणजयट्ठाए मज्झिमिया ॥६१८॥ અન્વયાર્થ :
મેવ અને આ રીતે જ=જે રીતે દુર્મધને અને અશ્રદ્ધાનને આશ્રયીને ઉત્કૃષ્ટ ભૂમિ હોય છે એ રીતે જ, માહિબ્રૂ મહંતે મેં અનધિગત હોતે છતે અને અશ્રદધાન હોતે છતે મિિમયાં મધ્યમ (ભૂમિ) હોય છે. ભાવિ મેકવિ વિકભાવિત મેધાવીને પણ વરVIઠ્ઠાકરણના જય અર્થે મિિમય-મધ્યમ (ભૂમિ) હોય છે. ગાથાર્થ :
જે રીતે દુર્મેધાવાળાને અને અશ્રદ્ધાવાળાને આશ્રયીને ઉપસ્થાપનાની ઉત્કૃષ્ટ ભૂમિ હોય છે, એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org