________________
૧૦
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૧૦ ગાથા :
पुव्वोवठ्ठपुराणे करणजयट्ठा जहन्निआ भूमी ।
उक्कोसा उ दुम्मेहं पडुच्च अस्सदहाणं च ॥६१७॥ અન્વચાઈ:
પુલ્વોવકૃપુરપૂર્વમાં ઉપસ્થાપિત પુરાણવાળા સાધુ હોતે છતે વU/નય કરણના જય અર્થે ગન્નિ-જઘન્ય મૂખી ભૂમિ છે, સુદં વળી દુર્મુધન=મંદબુદ્ધિવાળા નવદીક્ષિત સાધુને, ગદ્દા
અને અશ્રદ્ધાનો=અશ્રદ્ધાવાળા નવદીક્ષિત સાધુને, પહુચેં આશ્રયીને ૩eોના ઉત્કૃષ્ટ (ભૂમિ) છે. ગાથાર્થ :
પૂર્વમાં ઉપસ્થાપિત પુરાણવાળા સાધુ હોતે છતે કરણના જય માટે ઉપસ્થાપનાની જઘન્ય ભૂમિ છે, વળી મંદબુદ્ધિવાળા નવદીક્ષિત સાધુને અને અશ્રદ્ધાવાળા નવદીક્ષિત સાધુને આશ્રયીને ઉપસ્થાપનાની ઉત્કૃષ્ટ ભૂમિ છે. ટીકાઃ
पूर्वोपस्थापितपुराणे-क्षेत्रान्तरप्रव्रजिते करणजयार्थं जघन्या भूमिः उपस्थापनायाः, उत्कृष्टा दुर्मेधसं प्रतीत्य सूत्रग्रहणाभावाद् अश्रद्दधानं च सम्यगधिगमाभावादिति गाथार्थः ॥६१७॥ ટીકાર્થ :
ક્ષેત્રમંતરમાં પ્રવ્રજિત એવા પૂર્વમાં ઉપસ્થાપિત પુરાણવાળા સાધુ હોતે છતે, કરણના જય અર્થે=ઈન્દ્રિયોનો જય કરવા માટે, ઉપસ્થાપનાની જઘન્ય ભૂમિ હોય છે. સૂત્રગ્રહણનો અભાવ હોવાથી દુધને–મંદબુદ્ધિવાળા નવદીક્ષિત સાધુને, અને સભ્ય અધિગમનો અભાવ હોવાથી અશ્રદ્ધાનને=શ્રદ્ધારહિત નવદીક્ષિત સાધુને, આશ્રયીને ઉત્કૃષ્ટ છે=ઉપસ્થાપનાની ઉત્કૃષ્ટ ભૂમિ હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં દીક્ષિત સાધુ મહાવીરસ્વામી ભગવાનના શાસનમાં આવે ત્યારે, તે સાધુની વ્રતોમાં ફરી ઉપસ્થાપના કરવામાં આવે છે, અને તેવા સાધુ ક્ષેત્રાન્તર પ્રવ્રજિત એવા પૂર્વે ઉપસ્થાપિત પુરાણવાળા કહેવાય છે અર્થાત્ જેમણે મહાવીર સ્વામી ભગવાનના શાસનરૂપ ક્ષેત્રથી અન્ય એવા પાર્શ્વનાથ ભગવાનના શાસનરૂપ ક્ષેત્રમાં પ્રવ્રજ્યા લીધેલ છે, આથી જેઓની સામાયિકની સાથે પાંચ મહાવ્રતોમાં પણ ઉપસ્થાપના થઈ ગયેલી છે, તેવા પુરાણા=જૂના સાધુઓ, જયારે ભગવાન મહાવીરના શાસનમાં આવે છે, ત્યારે કરણના જય માટે અત્ પાર્શ્વનાથ ભગવાનના શાસનકાલીન સાધુસામાચારી કરતાં નવા પ્રકારની સાધુસામાચારીનો જય કરવા માટે, તેઓને ઉપસ્થાપનાની સાત રાત-દિવસવાળી જઘન્ય ભૂમિ પ્રાપ્ત કરવાની હોય છે; અને તે પ્રાપ્ત થઈ જાય ત્યારે તે સાધુઓની ભગવાન મહાવીરના શાસનમાં ફરી વતસ્થાપના કરવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org