________________
૪
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન સિવાયનો સર્વ પ્રદેશ પૃથ્વીરાજના અધિકારમાં આવ્યું. આ શેષ રહેલા કિલાનું નામ દેસીડી હતું. આ વખતે એ કિલામાં ચૌહાણ તથા માદ્વૈચા લેકે રાજ્ય કરતા હતા.
મીના લોકોના હાથમાંથી ગંદ્ધર રાજ્યને ઉદ્ધાર કરીને તે રાજ્ય પૃથ્વીરાજે એઝા તથા સદા નામના એક સોલંકીને આપી દીધું. સદા સોલંકીએ આ વખતે સાદગઢ પર પિતાને અધિકાર સ્થાપિત કર્યો હતે. પાટણ નગરને વંશ થયા પછી સદા સોલંકીના કેઈ કુટુંબીએ આ પર્વતને આશરે લીધે હતો. સદાને વિવાહ માદ્વૈચા ચૌહાણની કન્યા સાથે થયે હતો, આથી તેણે પોતાના શ્વસુરનું ગામ છેડી પૃથ્વીરાજની સાથે આવવા પસંદ કર્યું નહીં. પરંતુ વિજયી રાજકુમારે ત્યારે તેને દેસીડી નગર તથા તેના તાબાના પ્રગણએ તેના નિર્વાહ માટે આપી દીધાં ત્યારે નિરૂપાયે રાજકુમારની સાથે આવવું પડ્યું કુમાર પૃથ્વીરાજની બહાદુરીની અને શુરવીરતાની વાતે જ્યારે રાણા રાયમલ્લને કાને સાંભળવામાં આવી ત્યારે રાણાશ્રીને આત્માને ઘણાજ આનંદ આવ્યો અને તેને ઘણાજ આદર સહિત પિતાના રાજ્યમાં પાછો બોલાવી લીધા. પૃથ્વીરાજ
જ્યારે ચિત્તોડ પહોંચ્યા ત્યારે કુમાર જયમલ્લનું અવસાન થએલું હોવાથી આ વખતે તેમને માર્ગ તદ્દન નિષ્કટક થઈ ગયે. અહીં આ વસ્તુની આવશ્યક્તાના લીધે જયમલ્લના મૃત્યુનું વર્ણન કરવાનું ઉચિત ધારું છું. પ્રાચીન તક્ષશીલા નગરીને હાલમાં તેડાતંક કહેવામાં આવે છે. તે વખતે આ નગરી રાય શૂરથાન નામના એક રાજપુતના અધિકારમાં હતી. જે ચૌલુકયવંશના રાજાઓએ દીર્થ કાળ પર્યત અણહિલપુર પાટણમાં રાજ્ય કર્યું હતું તે વંશમાં રાય શૂરથાનને જન્મ થયો હતો. ઈ. સ. તેરમી શતાબ્દીમાં યવનવીર અલાઉદીનના પ્રપંચ બાહુબળના પ્રભાવથી શૂરથાનના પૂર્વજોને પાટણનો ત્યાગ કરવો પડયો હતે. તેમણે મધ્ય દેશમાં જઈને આશ્રય લીધે ત્યાં વાસ કરી તેમણે પ્રાચીન તક્ષશીલા નગરમાં પિતાની સત્તા જમાવી. પરંતુ તેના વંશજો દીર્ઘકાળ પર્યત સુધી રાજ જોગવી શકયા નહીં. લીલ અફઘાને રાય શૂરથાનને ત્યાંથી હાંકી કાઢો. શૂરથાન નિરૂપાયે અરવલ્લીની તળેટીમાં બેદાર નગરમાં આવ્યો. ત્યાં સુખે દુખે પિતાના દિવસે પસાર કરવા લાગ્યો. તેને તારાબાઈ નામની એક પરમ સુંદર રૂપવાન કન્યા હતી. આ કન્યા માટે પિતે દેહ ધારણ કરી રહ્યો હતો. કેઈ કોઈ વખત જ્યારે તે માનસિક દુઃખથી કાયર થતું ત્યારે આ કન્યાનું મુખકમળ જોઈ આત્માને શાન્તિ આપતો. તારાબાઈ તે તેના પ્રાણુ અથવા તેની આશા કહેવામાં આવે તો અનુચિત્ત ગણાશે નહીં. તારાબાઈનું સર્વ જીવન દુઃખમાંજ વ્યતીત ગયું હતું. અને તેના શરીર પર કોઈ પણ જાતનું શારીરિક નુર અગર તેજ, રતું નહોતું. તારાને ગોદમાં લઈ શૂરથાન પિતાના પૂર્વજોની સાહસીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com